Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ભારતમાં લોન્ચ થઈ ચૂક્યા છે આ 5 ફોલ્ડેબલ ફોન્સ, જાણી લો કિંમત અને ફીચર્સ
ટેક્નોલોજીની દુનિયામાં રોજબરોજ કંઈકનું કંઈક નવું આવતું રહે છે. આજકાલ લોકોનો રસ ફોલ્ડેબલ અને ફ્લિપ ફોનમાં જોવા મળી રહ્યો છે. લોકોના રસને જોતા કંપનીઓ પણ નવા નવા ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી રહી છે. જો તમે પણ તમારા સ્માર્ટફોનને બદલીને ફોલ્ડેબલ ફોન પર અપગ્રેડ થવા માંગો છો, તો આજે અમે તમને ભારતમાં ઓલરેડી લોન્ચ થઈ ચૂકેલા પાંચ ફોલ્ડેબલ ફોન્સ વિશે જણાવીશું. આ તમામ ફોનના ફીચર્સ શાનદાર છે અને ડિઝાઈન એકદમ સ્ટાઈલિશ છે.

Samsung Galaxy Z Fold 5
આ ફોન સેમસંગે તાજેતરમાં જ લોન્ચ કર્યો છે. આ ફોનમાં ઘણી એડવાન્સ ટેક્નોલોજી અને ફીચર્સ આપવામાં આવ્યા છે. સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 5માં યુઝર્સને પ્રાઈમરી ડિસ્પ્લે 7.6 ઈંચની ફૂલ એચડી પ્લસ ડાયનેમિક AMOLED 2X ઈન્ફનિટી ફ્લેક્સ ડિસ્પ્લે મળે છે. આ ડિસ્પ્લે 120 Hz રિફ્રેશ રેટ, 2176 X 1812 પિક્સલનું રિઝોલ્યુશન, 374 PPI, 21:6:18નો એસ્પેક્ટ રેશિયો ધરાવે છે. આ ફોનની સેકન્ડરી ડિસ્પ્લે 6.2 ઈંચની એચડી પ્લસ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે. ભારતમાં Galaxy Z Fold 5ની કિંમત 1,54,999 રૂપિયાથી શરૂ થાય છે. કંપની આ ફોનનું પ્રિ બૂકિંગ શરૂ કરી ચૂકી છે.
તો મોટોરોલા પણ Motorola Razr 40 ફોલ્ડેબલ ફોન સાથે આ સેગમેન્ટમાં ઉતરી ચૂકી છે. જેમાં તમને 6.9 ઈંચની AMOLED ડિસ્પ્લેની સાથે 144 Hz રિફ્રેશ રેટ મળે છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળે છે. આ ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિંયટની કિંમત એમેઝોન પર 59,999 રૂપિયા છે.
આ ઉપરાંત તમે Oppo Find N2 Flip ફોન પણ ખરીદી શકો છો. આ ફોલ્ડેબલ ફોનમાં તમને 6.8 ઈંચની Full HD+ ડિસ્પ્લેની સાથે સાથે 50 MP + 8 MPનો પ્રાઈમરી અને 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળશે. આ ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટ અવેલેબલ છે. જેની કિંમત ફ્લિપકાર્ટ પર 89,999 રૂપિયાથી શરૂ થાય છે.
જો તમે ફોલ્ડેબલ સ્માર્ટફોન ખરીદવાનું નક્કી જ કર્યું છે, તો Techno Pantom V fold પણ સારો વિકલ્પ છે. આ ફોનમાં તમને 7.85 2K+ LTPO ડિસ્પ્લે મળે છે. આ ફોન બ્લેક અને વ્હાઈટ એમ બે ઓપ્શનમાં અવેલેબલ છે. ટેક્નોના આ ફોલ્ડેબલ ફોનમાં 45 W ચાર્જિંગને સપોર્ટ કરતી 5000 mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોનમાં 4 નેનોમીટર ફેબ્રિકેશન પર બેઝ્ડ મીડિયાટેક 9000+ 5જી પ્રોસેસર છે. આ ફોનના 12 જીબી રેમ અને 256 જીબી વેરિયંટની કિંમત 88,888 રૂપિયા છે.
Samsung Galaxy Z Fold 4 સેમસંગના આ ફોલ્ડેબલ ફોનને પણ તમે એક વિકલ્પ ગણી શકો છો. આ ફોનમાં 7.6 ઈંચની મુખ્ય અને 6.2 ઈંચની કવર ડિસ્પ્લે મળે છે. ફોટોગ્રાફી માટે અહીં તમને 50 MP + 12 MP + 10 MPનો રિયર કેમેરા મળે છે. આ ડિવાઈસમાં કંપની Qualcomm Snapdragon 8 Plus Gen 1 પ્રોસેસર આપે છે. આ ફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત એમેઝોન પર 1,54,999 રૂપિયા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications