Tecno Spark Go 2023ના ફોટોઝ, સ્પેસિફિકેશન થયા લીક, આટલી હશે કિંમત

By Gizbot Bureau
|

Tecno પોતાના નવા હેન્ડસેટને ભારતીય માર્કેટમાં લોન્ચ કવરા માટૈ તૈયાર છે. Tecno Phantom X2 ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કર્યા બાદ હવે કંપનીએ ફરી એકવાર બજેટ સેગમેન્ટના સ્માર્ટફોન પર ફોકસ કર્યું છે. અત્યાર સુધી ચાલી રહેલી ચર્ચા મુજબ કંપની પોતાની સ્પાર્ક સિરીઝના સ્માર્ટફોન પર કામ કરીને ભારતમાં લોન્ચ કરી શકે છે. એટલે સુધી કે કંપની Tecno Spark Go 2023 સ્માર્ટફોનને આગામી સમયમાં ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે.

Tecno Spark Go 2023ના ફોટોઝ, સ્પેસિફિકેશન થયા લીક, આટલી હશે કિંમત

Tecno Spark Go 2023ની કિંમત, ફોટોઝ અને સ્પેસિફિકેશન હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સ્માર્ટફોન ઓફલાઈન રિટેઈલ સ્ટોર્સમાં પણ વેચાણ માટે મૂકવામાં આવશે. ચાલો જાણી લઈએ કે Tecno Spark Go 2023 કેવો હશે.

Tecno Spark Go 2023ની કિંમત

અત્યારે ઈન્ટરનેટ પર Tecno Spark Go 2023ના જે ફોટોઝ વાઈરલ થઈ રહ્યા છે, તે 3 જીબી રેમ અને 32 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવતા વેરિયંટના છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં Tecno Spark Go 2023ની કિંમત પણ જણાવવામાં આવી છે, જે મુજબ કંપની આ સ્માર્ટ ફોન માત્ર 6,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરી શકે છે. એટલે કે આ એકદમ જ બજેટ સ્માર્ટફોન હશે, જે પોતાના સેગમેન્ટમાં Realme C30 અને Redmi A1+ જેવા સ્માર્ટફોનને કોમ્પિટિશન આપશે.

Tecno Spark Go 2023ના ફીચર્સ

Tecno Spark Go 2023ના ફીચર્સ અને સ્પેસિફિકેશન અંગે જુદી જુદી ઘણી માહિતી ઈન્ટરનેટ પર ફરી રહી છે. જેમાંથી કેટલાક લીક રિપોર્ટ મુજબ Tecno Spark Go 2023માં 16.66 સેન્ટીમીટરની ડિસ્પ્લે હશે, એટલે કે આ સ્માર્ટફોનની સ્ક્રીન સાઈઝ 6.5 ઈચ હશે. આ ડિસ્પ્લે LCD પેનલ પર આધારિત હશે. Tecno Spark Go 2023ની ડિસ્પ્લે HD+ સ્ક્રીન રિઝોલ્યુશન અને વોટર ડ્રોપ નોચ સાથે પણ આવી શકે છે. ફ્રંટ સાઈડ સેલ્ફી કેમેરા માટે કંપની વોટર ડ્રોપ નોચ આપી શકે છે. તો સાથે જ એવી પણ ચર્ચા છે કે આ સ્માર્ટફોન MediaTek Helio A22 Chipset પર કામ કરશે.

કેમેરા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો Tecno Spark Go 2023માં ડ્યુઅલ રિયર કેમેરા હશે, જેમાંથી પ્રાઈમરી કેમેરા 13 મેગાપિક્સલનો હશે. જ્યારે બીજો કેમેરા ડેપ્થ સેન્સર કેમેરા હશે. સિક્યોરિટી માટે કંપની બેક સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સરની સાથે ફેસ અનલોકનો પણ વિકલ્પ આપશે. આ હેન્ડ સેટમાં કંપની USB Type-C પોર્ટ આપશે, સાથે જ બેટરી કેપેસિટી 5000mAh હશે.

સરવાળે જોવા જઈએ તો કિંમત મુજબ Tecno Spark Go 2023 એક બેસ્ટ સ્માર્ટફોન સાબિત થઈ શકે છે. ખૂબ જ ઓછું બજેટ ધરાવતા યુઝર્સ પણ મોટાભાગના ફીચર્સ આ સ્માર્ટફોન દ્વારા વાપરી શક્શે. ખાસ તો સારી બેટરી લાઈફ, સારી રેમ અને મોટું ઈન્ટરનલ સ્ટોરેજ મળશે, જે આ રેન્જના યુઝર્સની બેઝિક જરૂરિયાત હોય છે.

Best Mobiles in India

Read more about:
English summary
Tecno Spark Go 2023 Photos, Specifications and Prices Leak Know Here

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X