Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhoneમાં કોઈ પણ ફોટોમાંથી હટાવો બેકગ્રાઉન્ડ, બસ આટલું કરો
ઘણીવાર આપણે પોતાના ફોટોને એડિટ કરવા ઈચ્છતા હોઈએ છીએ, પરંતુ સોફ્ટવેર ન આવડવાને કારણે રહેવા દઈએ છીએ. પરંતુ આજકાલ ફોનમાં જ ફોટો એડિટિંગના ઈનબિલ્ટ ફીચર્સ આવવા લાગ્યા છે. તમે ક્યારેક વિચાર્યું હશે કે, જો તમારા ફોટોનું બેકગ્રાઉન્ડ બદલી નાખવામાં આવે તો ફોટો વધારે સારો લાગે. હવે આવું તમે કોઈ પણ ફોટોગ્રાફીના સોફ્ટવેર વગર પણ કરી શકો છો, આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ પણ વાપરવાની જરૂર નથી.

જો તમારી પાસે આઈફોન છે, તો તમે કોઈ પણ બેકગ્રાઉન્ડ સેકંડ્સમાં હટાવી શકો છો. આ માટે તમારે એઆઈનો પણ ઉપયોગ કરવાની જરૂર નથી.
કેવી રીતે હટાવશો બેકગ્રાઉન્ડ?
iPhone યુઝર્સને iOS 16 અથવા તેના બાદની અપડેટ્સ સાથે એક ખાસ ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચરની મદદતી આઈફોન યુઝર્સ કોઈ પણ ફોટોને સબ્જેક્ટમાંથી અલગ કરી શકે છે.
આ ડિવાઈસમાં પણ મળે છે ફીચર
આઈઓએસની સાથે સાથે macOS, iPadOSમાં પણ એપલ આ પ્રકારનું ફીચર આપે છે. એટલે કે મેક અને આઈપેડ યુઝ કરનાર યુઝર્સ પણ સેમ સ્ટેપ્સ ફોલો કરીને ફોટોમાંથી બેકગ્રાઉન્ડ હટાવી શકે છે.
ઈમેજમાંથી બેકગ્રાઉન્ડ હટાવવા માટે આટલું કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં ફોટોઝ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે તમારે જે ઈમેજનું બેકગ્રાઉન્ડ હટાવવું છે તેને સિલેક્ટ કરો.
સ્ટેપ 3: હવે ઈમેજ પર જાવ અને સબ્જેક્ટ પર ટેપ કરીને હોલ્ડ કરો.
સ્ટેપ 4: આટલું કરશો, એટલે સબ્જેક્ટની કિનારી લાઈટ અપ થશે અને સબ્જેક્ટ ઉંચો આવતો દેખાશે.
સ્ટેપ 5: હવે ફિંગર રિલીઝ કરશો એટલે સ્ક્રીન પર તમને Copy, Share, Add Sticker એમ ત્રણ ઓપ્શન જોવા મળશે.
સ્ટેપ 6: આમાંથી Share ઓપ્શન પર ક્લિક કરો અને Save Image પર ટેપ કરો.
સ્ટેપ 7: આટલું કરતા જ બેકગ્રાઉન્ડ વગર અલગ થયેલો સબ્જેક્ટ આઈઓએસ ફોટો ગેલેરીમાં અલગ ફાઈલ તરીકે સેવ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications