ઈમરજન્સીમાં કામ આવી શકે છે ફોનના આ ફીચર્સ, જાણો લિસ્ટ

By Gizbot Bureau
|

ચોમાસું પૂરજોશમાં શરૂ થઈ ચૂક્યુ છે, અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે સમસ્યા સર્જાઈ રહી છે, તો નાની નાની નદીઓમાં પૂર પણ આવી રહ્યા છે. ક્યાંક વીજળી પડવાની આફત આવી રહી છે, તો ક્યાંક મકાન પડી રહ્યા છે. આવી મુશ્કેલ સ્થિતિમાં તમારો સ્માર્ટફોન તમારો જીવ બચાવી શકે છે. આજે અમે તમને ફોનમાં રહેલા કેટલાક એવા ફીચર્સ વિશે જણાવીશું, જે ઈમરજન્સીમાં તમારી મદદ કરી શકે છે.

ઈમરજન્સીમાં કામ આવી શકે છે ફોનના આ ફીચર્સ, જાણો લિસ્ટ

ઈમરજન્સી SOS (એન્ડ્રોઈડ)

સ્માર્ટફોનમાં આવતું આ ફીચર કુદરતી આફત અને ઈમરજન્સી સ્થિતિમાં ઉપયોગી છે. એન્ડ્રોઈડ સ્માર્ટપોન યુઝ્સ પર્સનલ સેફ્ટી એપમાં પોતાની ઈમરજન્સી ઈન્ફોર્મેશન સેવ અને શૅર કરી શકે છે. આ ફીચર એન્ડ્રોઈડ 12 કે તેનાથી અપડેટેડ સ્માર્ટફોનમાં કામ કરે છે. જે મોબાઈલ નેટવર્ક અને વાઈફાઈ પર ચલાવી શકાય છે. પાવર બટનને પાંચ વખત દબાવવાથી આ ફીચર એક્ટિવેટ થઈ જાય છે. ઈમરજન્સી એક્શન શરૂ થતા પહેલા સ્ક્રીન પર 5 સેકન્ડનું કાઉન્ટડાઉન પણ આવે છે, જેનાથી યુઝર્સ તેની એક્ટિવિટીને અટકાવી શકે છે. આ ફીચર તમારી મદદ માટે કોલ કરે છે, કોન્ટેક્ટ્સને એલર્ટ કરે અને તમારું કરંટ લોકેશન તેમજ વીડિયો રેકોર્ડિંગ મોકલે છે.

ઈમરજન્સી લોકેશન શેરિંગ

એન્ડ્રોઈડ યુઝર્સ ઈમરજન્સી સ્થિતિમાં પોતાનું લોકેશન ઈમરજન્સી નંબર્સ પર શૅર કરી શકે છે. આ ફીચર રેસ્ક્યુ દરમિયાન ફસાયેલા લોકોને શોધવામાં કામ લાગે છે. આ માટે યુઝર્સે ફોનમાં Android Emergency Location Service ઓન કરવાની હોય છે. આ ફીચર એક્યુરેટ લોકેશન માટે ગૂગલ લોકેશનનો યુઝ કરે છે. જેને કારણે રેસ્ક્યુ ઓફિસર્સને ફસાયેલા યુઝર વિશે માહિતી મળે છે.

ફ્લેશ લાઈટ

જી હાં, ફોટો પાડવા માટે ઉપયોગમાં આવતી ફ્લેશ લાઈટ ઈમરજન્સી સ્થિતિમાં ખાસ કરીને રાતના સમયે ઉપયોગી સાબિત થઈ શકે છે. યુઝર્સ પોતાના ફોનની નોટિફિકેશન પેનલથી ફ્લેશ લાઈટ સરળતાથી ઓન કરી શકે છે. પરંતુ તમારે એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ફ્લેશ લાઈટ તમારી બેટરીને ઝડપથી પૂરી કરી શકે છે.

બેટરી સેવિંગ મોડ

જો તમારા ફોનની બેટરી 20 ટકા કરતા ઓછી છે, તો બેટરી સેવિંગ મોડ આપોઆપ ચાલુ થઈ જાય છે. આ મોડ તમારી ફોનની બેટરીને લાંબો સમય ચલાવે છે. જો કે બેટરી બચાવવા માટે ફોનનો ડેટા અને ડિસ્પ્લે બ્રાઈટનેસ ઘટી જાય છે.

હોમ સ્ક્રીન પર સેવ રાખો મેડિકલ ઈન્ફોર્મેશન

તમે તમારી મેડિકલ ઈન્ફોર્મેશનને ફોનની હોમ સ્ક્રીન પર સેવ રાખી શકો છો. અકસ્માત જેવી સ્થિતિમાં આ માહિતી તમારો જીવ બચાવી શકે છે. આઈફોન યુઝર્સને તો મેડિકલ આઈડી ટૂલ મળે છે, જેમાં તેઓ પોતાનો હેલ્થ ડેટા સેવ રાખી શકે છે. તો એન્ડ્રોઈડ યુઝર્સને આ ફીચર પર્સનલ સેફ્ટી એપમાં મળે છે.

ઈમરજન્સી બ્રોડકાસ્ટ

દરેક સ્માર્ટફોનમાં ઈમજરન્સી બ્રોડકાસ્ટ ફીચર હોય છે, જેના દ્વારા યુઝર્સ આફતની સ્થિતિમાં નોટિફિકેશન તેમજ Amber Alert મોકલી શકે છે. તેને અનેબલ કરવા માટે યુઝર્સે ફોનમાં સેટિંગ્સમાં જઈને એપ્સ એન્ડ નોટિફિકેશન પર ક્લિક કરવાનું હોય છે. બાદમાં એડવાન્સ ઓપ્શનમાં જઈને વાયરલેસ ઈમરજન્સી એલર્ટ પર ટેપ કરવાનું છે.

Best Mobiles in India

English summary
Smartphone useful features in emergency situation

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X