Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આવી નાની નાની ભૂલોને કારણે બગડી જાય છે ફોનની બેટરી, ક્યારેય ન કરો આ ભૂલ
સ્માર્ટફોનમાં જેટલું જરૂરી પ્રોસેસર, કેમેરા કે અન્ય વસ્તુઓ હોય છે, એટલી જ મહત્વની હોય છે ફોનની બેટરી. એટલે ફોનની બેટરી લાંબા સમય સુધી કામ કરે તેના માટે તમારે કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો યુઝર્સ કેટલીક સામાન્ય ભૂલો પણ કરે, તો પણ સ્માર્ટફોનની બેટરી બગડી જતી હોય છે.

ચાર્જિંગની રીત
જો તમે સ્માર્ટફોન ચાર્જ કરતા સમયે કેટલીક ભૂલો કરી રહ્યા છો, તો તેની સીધી જ અસર બેટરીના પર્ફોમન્સ પર પડે છે. એટલે ચાર્જિંગની રીત મહત્વની છે. કેટલાક યુઝર્સની આદત હોય છે કે તેઓ પોતાના ફોનને 10-10 મિનિટ કરીને ચાર્જ કરે છે, પરંતુ આમ કરવાથી બેટરી બગડી જવાની શક્યતાઓ ઘટી જાય છે. એટલે આ રીતે ફોન ચાર્જ ન કરો.
ઓરિજિનલ ચાર્જર સિવાયના ચાર્જરનો ઉપયોગ
મોટાભાગના સ્માર્ટફોનમાં ચાર્જર જોડે આવે છે, પરંતુ જ્યારે આ ચાર્જર બગડી જાય, અથવા ખોવાઈ જાય, ત્યારે આપણે બીજા ચાર્જરનો ઉપયોગ કરીએ છે. પરંતુ આમ કરવાથી બેટરી ખરાબ થઈ શકે છે. એટલે ફોનની બેટરી બગડતી અટકાવવા માટે આ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ.
અપડેટ છે જરૂરી
કેટલાક યુઝર્સ એવું માને છે કે બેટરી અને સોફ્ટવેરનું એકબીજા સાથે કોઈ કનેક્શન નથી. પરંતુ આ વાત સાવ ખોટી છે. જો તમે સ્માર્ટફોનમાં લેટેસ્ટ સોફ્ટવેરનો ઉપયોગ નથી કરી રહ્યા, તો તમારી બેટરી ઝડપથી ખરાબ થઈ શકે છે. સાથે જ બેટરી ઝડપથી ઉતરી પણ જાય છે. સમય પર સોફ્ટવેર અપડેટ ન થવાનો કારણે ઓવરહિટીંગની સમસ્યા પણ સર્જાય છે.
આખી રાત ફોન ચાર્જ કરવો
આમ તો આજકાલના દરેક લેટેસ્ટ સ્માર્ટફોન આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે. આ ફોન્સને જો તમે કલાકો સુધી પણ ચાર્જ કરો છો, તો પણ તેમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. પરંતુ તેમ છતાંય કોઈ પણ ફોનને સતત કે આખી રાત ચાર્જ કરવાની ભૂલ ન કરવી જોઈએ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
