Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સ્માર્ટફોનની સ્ક્રીન પર આવેલા બધા જ સ્ક્રેચ થઈ જશે ગાયબ, ઘરે બેઠા કરો આ ઉપાય
ફોનની સ્ક્રીન પર લાગેલા સ્ક્રેચ દેખાવમાં તો ખરાબ લાગે જ છે, સાથે જ ડિસ્પલેની ક્વોલિટીને પણ અસર કરે છે. જો કે માર્કેટમાં ઘણા જુદા જુદા પ્રકારના સ્ક્રીન પ્રોટેક્ટર અને રિપેરિંગ સર્વિસ અવેલેબલ છે. પરંતુ તમે ઘરે બેઠા બેઠા કેટલાક ઉપાય અજમાવીને પણ આ સ્ક્રેચ હટાવવાની કોશિશ કરી શકો છો. જો કે, ધ્યાન રાખો કે આ ઉપાયો હળવા સ્ક્રેચ માટે જ કામમાં આવશે. જો સ્ક્રેચ મોટા અને ઉંડા છે, તો તમારે એક્સપર્ટની જ મદદ લેવી પડશે.

ફોન પર લાગેલા સ્ક્રેચ હટાવવા માટે તમારે આટલી વસ્તુઓની જરૂર પડશે.
- મુલાયમ માઈક્રોફાઈબર કાપડ
- બેબી પાઉડર
- ટૂથ પેસ્ટ (નોન જેલ)
- બેકિંગ સોડા
-પાણી
- લીંબુ પાણી
-ઓલિવ ઓઈલ
સ્ક્રેચ હટાવવાના ઉપાય
માઈક્રોફાઈબર કપડાથી સાફ કરો
સૌથી પહેલા, ફોનની સ્ક્રીનને માઈક્રોફાઈબર કપડાથી સારી રીતે સ્વચ્છ કરો તેનાથી સ્ક્રીન પર લાગેલી ધૂળ અને કચરો હટી જશે.
બેબી પાઉડર
થોડોક બેબી પાઉડર આંગળી પર લઈને સ્ક્રેચવાળઆ ભાગ પર હળવા હાથેથી લગાવો. થોડીક મિનિટ્સ તેને એમ જ રહેવા દો અને પછી માઈક્રોફાઈબર કપડાથી સાફ કરો.
ટૂથપેસ્ટ
એક નોનજેલ ટૂથપેસ્ટ લો અને થોડીક માત્રામાં આંગળી પર લઈને સ્ક્રેચવાળા ભાગ પર લગાવો. હળવા હાથેથી તેને ગોળ ગોળ ઘસો અને પછી પાણીથી સ્ક્રીન ધોઈને માઈક્રોફાઈબર કપડાથી સ્વચ્છ કરો.
બેકિંગ સોડા અને પાણી
બેકિંગ સોડા અને પાણીને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને સ્ક્રેચવાળા ભાગ પર લગાવો અને હળવા હાથેથી ઘસો. કેટલીક મિનટ બાદ પાણીથી ધોઈને માઈક્રોફાઈબર કપડાથી તેને સ્વચ્છ કરો.
લીંબુનો રસ અને ઓલિવ ઓઈલ
લીંબુનો રસ અને ઓલિવ ઓઈલને એક સરખા પ્રમાણમાં લઈને મિક્સ કરો. આ મિશ્રણને એક કપડા પર લઈને સ્ક્રેચવાળા ભાગ પર ઘસો. થોડી મિનિટો બાદ પાણીથી ધોઈને માઈક્રોફાઈબર કપડાથી સાફ કરો.
આ કોઈ પણ ઉપાય કરતા પહેલા ફોનને બંધ કરી દો. અને આ ઉપાય અપ્લાય કરતા પહેલા તેને એક નાનકડા ભાગ પર ટેસ્ટ કરો. વધારે પ્રેશર ન આપો, તેનાથી સ્ક્રેચ વધી શકે છે.
ખાસ નોંધઃ આ ટ્રિક્સ માત્ર માહિતી આપવાના હેતુથી જણાવવામાં આવી છે. આ અપ્લાય કરતા સમયે કોઈ નુક્સાન થાય તો તેના માટે અમે જવાબદાર નથી. આ ટ્રિક્સ સંપૂર્ણ રીતે સ્ક્રેચને રિમૂવ નહીં કરે, પરંતુ સ્ક્રેચ દેખાતા ઓછા કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications