Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઘરમાં બેસતા જ સ્માર્ટફોનનું નેટવર્ક? તો આ ટિપ્સ જરૂર ફોલો કરો
સ્માર્ટફોન વગર કામ કરવું મુશ્કેલ બન્યું છે. ફોન દ્વારા જ તમે ટિકિટ બુક કરી શકો છો, ઓફિસનું કામ કરી શકો છો, શોપિંગ કરી શકો છો, બિલ ચૂકવી શકો છો. આ ઉપરાંત પણ અઢળક કામ છે, જે તમને મિનિટ્સમાં ફોન દ્વારા સરળતાથી કરી શકો છો. પરંતુ જો ફોનમાં નેટવર્ક જ ન હોય તો આમાંથી એક પણ કામ ન થઈ શકે. સાચી વાત ને ! મોટા ભાગના લોકોની એવી ફરિયાદ હોય છે કે જ્યારે તેઓ બહાર હોય, ત્યારે સારા ટાવર એટલે કે નેટવર્ક આવે છે, પરંતુ જ્યારે તેઓ ઘરે જાય તો ટાવર જતા હે છે. જો તમારી પણ આવી ફરિયાદ છે, તો તમારે આ આર્ટિકલ વાંચી લેવો જોઈએ.

સૌથી પહેલા આ કામ કરો
ઘરમાં જતા જ તો ફોનનું નેટવર્ક જતું રહેતું હોય, તો એકવાર ફોનને એરોપ્લેન મોડ પર મૂકી દો અને થોડીવાર રહીને એરોપ્લેન મોડ હટાવી દો. સાથે જ ફોનના સેટિંગ્સમાં જઈને નેટવર્ક રિસેટ કરો. આવું જો 2-3 વખત કરશો, તો મોટા ભાગે તમારી સમસ્યા સોલ્વ થઈ જશે.
બારી - દરવાજા ખોલી નાખો
જો ઘમાં જતા જ તમારા ફોનનું નેટવર્ક જતું રહેતું હોય તો તમારે ઘરની બધી જ બારીઓ અને દરવાજા ખોલી નાખવા જોઈએ. ઘણીવાર મકાન બનાવવા માટે ઉપયોગમાં આવતો સામાન જેમ કે કોંક્રીટ, લોખંડ અને મેટલ જેવી વસ્તુઓ નેટવર્કને અવરોધે છે. એટલે ઘરની અંદર સારું નેટવર્ક નથી આવતું.
વાઈ ફાઈ કોલિંગ કરો
જો ફોન તમે ઘરમાં લઈ જાવ ત્યારે જ નેટવર્ક જતું રહેતું હોય, તો તમે વાઈ ફાઈ કોલિંગની મદદ લઈ શકો છો. આના માટે ફોનમાં વાઈ ફાઈ કોલિંગ સપોર્ટ હોવો જરૂરી છે.
સિગ્નલ બૂસ્ટરનો ઉપયોગ
જો તમારા ઘરમાં જતા જ ફોનનું નેટવર્ક ગાયબ થઈ જાય છે, તો તમારા ઘરમાં સિગ્નલ બૂસ્ટરનો ઉપયોગ કરી શકો છો. આ એક પ્રકારનું ડિવાઈસ હોય છે, જે નબળા સિગ્નલ પકડીને તેને મજબૂત કરે છે. જો કે આ ડિવાઈસને પણ ઘરની અંદર વધારે સિગ્નલ આવતા હોય તેવી જગ્યાએ લગાવવું જરૂરી છે.
સર્વિસ પ્રોવાઈડરને જાણ કરો
ઘરની અંદર આવતા જ જો ફોનનું નેટવર્ક જતું રહેતું હોય, તો કેટલીકવાર નેટવર્ક પ્રોવાઈડર કંપનીનો પણ ઈસ્યુ હોઈ શકે છે. એટલે સિમ કંપનીને કોન્ટેક્ટ કરીને તમારી સમસ્યા અંગે તેમને માહિતગાર કરો. તેઓ સારું સોલ્યુશન પ્રોવાઈડ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications