Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Smartphoneમાં આટલું કામ કરશો, તો પર્ફોમન્સ પહેલા કરતા થઈ જશે વધુ સારું
કમ્પ્યુટર અને લેપટોપની જ્યારે કામ કરવાની સ્પીડ ઘટી જાય, ત્યારે આપણે આ ડિવાઈસને ફ્રેશ કરી દઈએ છીએ. પરંતુ જ્યારે તમારો સ્માર્ટફોન કે ટેબ્લેટ પણ ધીરે ધીરે કામ કરવા લાગે ત્યારે તેને પણ રિફ્રેશ કરવો જરૂરી છે. જો તમને નથી ખબર કે ટેબ્લેટ અને સ્માર્ટફોનને કેવી રીતે રિફ્રેશ કરવું તો અમે તમને શીખવી દઈશું. આ રીતે બંને ડિવાઈસને રિફ્રેશ કરવાતી ફોન અને ટેબ્લેટ બંનેનું પર્ફોમન્સ સુધરી જશે.

વધારાની એપ્સ કાઢઈ નાખો
સ્માર્ટફોનમાં એવી ઘણી એપ્સ હોય છે, જેનો આપણે ઉપયોગ નથી કરતા અથવા ભાગ્યે જ ઉપયોગ કરતા હોઈએ છીએ. આવી એપ્સને સૌથી પહેલા અન ઈન્સ્ટોલ કરી દેવી જરૂરી છે. આમ કરવાથી ફોનનું પર્ફોમન્સ પહેલા કરતા વધારે ફાસ્ટ થઈ જશે. ડિવાઈસના પર્ફોમન્સમાં એપ્સની મહત્વની ભૂમિકા હોય છે, અને એક ઘણું સ્ટોરેજ પણ રોકે છે. એટલે ડિવાઈસમાં જેટલી ઓછી એપ્સ હશે, તેટલું જ કામ વધારે ફાસ્ટ થશે.
અપડેટ્સ એપ અને ઓપરેટિંગ સિસ્ટમ
જો તમે ઈચ્છો છો કે ફોનના પર્ફોમન્સમાં કોઈ મુશ્કેલી ન આવે તો તેમાં રહેલી એપ્સને તમારે નિયમિત રીતે અપડેટ કરવી જરૂરી છે. સાથે જ કોઈ પણ ફોનને તમારે હંમેશા લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ સાથે જ વાપરવું જોઈએ. આમ કરવાથી ફોનની સ્પીડ વધી જાય છે, સાથે જ તેમાં બગ્સ આવવાના ચાન્સ પણ ઓછા થઈ જાય છે.
બ્લોટવેર એપ્સ અનઈસ્ટ્લો કરો.
જો તમારા ડિવાઈસનું પર્ફોમન્સ સુધારવું છે, તો આ ડિવાઈસમાંથી પહેલા બ્લોટવેર એપ્સ અનઈન્સ્ટોલ કરો. તમે ઈચ્છો તો એપ્સ ડિસેબલ પણ કરી શકો છો. બ્લોટવેર ફોનના મોટા ભાગના સ્ટોરેજને રોકે છે. જેની સીધઈ અસર પર્ફોમન્સ પર પડે છે. પર્ફોમન્સને ઓપ્ટિમાઈઝ કરવા માટે તમારે આવી એપ્સ અનઈન્સ્ટોલ કરવી જરૂરી છે.
કેશ ફાઈલ ડિલીટ કરો
જ્યારે પણ તમારો ફોન કે ટેબ્લેટ લાંબા સમય સુધી વાપરી રહ્યા છો, ત્યારે તેમાં કેશ ફાઈલ ભેગી થાય છે. એટલે જો તમારા ડિવાઈસનું પર્ફોમન્સ ઘીમું થઈ જાય છે, તો 5 મિનિટનો સમય કાઢીને પહેલા તેમાંથી કેશ ફાઈલ ડિલીટ કરી દો. જેને કારણે તમારા ફોનનું પર્ફોમન્સ સુધરી જશે. બીજું મલ્ટીટાસ્કિંગ દરમિયાન કોઈ પ્રોબ્લેમ પણ નહીં આવે.
આ કેટલાક બેઝિક ઉપાય છે, જેને કારણે તમારા ફોન કે ટેબ્લેટની સ્પીડ વધી શકે છે. પરંતુ આ ઉપરાંત સ્ટોરેજ પણ થોડું ખાલી રાખવું હિતાવહ છે. જો આટલા ઉપાય કર્યા બાદ પણ ફોન સ્લો થઈ જાય છે, તો તેને સ્ટોરમાં બતાવવો જરૂરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
