Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફટાફટ પૂરો થઈ જાય છે, તમારો ડેયલી ડેટા? તો આ ટિપ્સ કરો ફોલો અને થઈ જાવ ટેન્શન ફ્રી
હજી કેટલાક દિવસો પહેલા જ જીયો, એરટેલ અને વોડાફોન આઈડિયા સહિત ટેલિકોમ કંપનોએ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા છે. જેને કારણે પહેલાના ડેયલી ડેટાવાળા સસ્તા પ્લાન્સ હવે મોંઘા થઈ ચૂક્યા છે. આ સસ્તા પ્લાન્સ માટે 600 રૂપિયા કરતા વધારે ખર્ચો થઈ રહ્યો છે. સ્પષ્ટ છે કે હવે ઘણા યુઝર્સ લિમિટેડ ડેટાનો ઉપયોગ કરશે. અથવા તો અત્યાર સુધી એવું થતું હતું કે જો તમે નેટ ઓન રાખી દો તો તમારો ડેટા ફટાફટ પૂરો થઈ જાય. આવી સ્થિતિમાં અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઈને આવ્યા છે, જેના કારણે ડેટલી ડેટા ફટાફટ પૂરો નહીં થઈ જાય.

ડેટા યુઝેજ પર નજર રાખો
સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે તમારા ફોનમાં કઈ એપ્સ સૌથી વધુ ડેટા ખાઈ રહી છે. તમે ફોનના સેટિંગ્સમાં જઈને આ ડેટા યુઝેજ ચેક કરી શકો છો.
બેકગ્રાઉન્ડમાં ડેટા યુઝેજ બંધ કરો.
ઘણી એપ્સ, જેનો તમે ઉપયોગ નથી કરી રહ્યા, તે પણ બેકગ્રાઉન્ડમાં તમારો ડેટા વાપરી રહી હોય છે. જેને કારણે તમારા ડેટાનો ઉપયોગ વધી શકે છે. તમે ડેટા સેવર મોડનો ઉપયોગ કરીને કે પછી એપ્સનો બેકગ્રાઉન્ડ ડેટા યુઝેસ બંધ કરીને ડેટાનો ઉપયોગ અટકાવી શકો છો.
હાઈ ક્વોલિટી વીડિયો અને મ્યુઝિક ડાઉનલોડ ન કરો
જ્યારે જ્યારે તમે હાઈ ક્વોલિટી વીડિયો કે મ્યુઝિક ડાઉનલોડ કરો છો કે પછી સ્ટ્રીમ કરો છો, ત્યારે ડેટાનો ઉપયોગ વધી જાય છે. જો તમે ડેટા બચાવવા ઈચ્છો છો, તો લો ક્વોલિટી વીડિયો અને મ્યુઝિક સ્ટ્રીમ કરો. તમે યુટ્યુબ, વ્હોટ્સ એપ કે પછી ઈન્સ્ટાગ્રામ જેવી એપ્સના સેટિંગ્સમાં જઈને લો ક્વોલિટી વીડિયો સ્ટ્રીમિંગ ઓપ્શન પસંદ કરી શકો છો.
ઓફલાઈન મોડનો ઉપયોગ કરો
જ્યારે તમે ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરી રહ્યા, ત્યારે ઓફલાઈન મોડનો ઉપયોગ કરો. આમ કરવાથી ડેટા બચી શકે છે. ગૂગલ મેપ્સ જેવી એપ્સનો ઓફલાઈન મોડમાં ઉપયોગ કરી શકો છો અથવા તો કેટલીક એપ્સનું કન્ટેન્ટ તમે ઓફલાઈન ડાઉનલોડ કરી શકો છો. જેનાથી તમે ઈન્ટરનેટ વગર પણ તેનો ઉપયોગ કરી શકો છો.
વાઈ ફાઈનો ઉપયોગ કરો
શક્ય હોય ત્યારે ત્યારે વાઈ ફાઈનો ઉપયોગ કરો. વાઈ ફાઈનો ડેટા ફાસ્ટ હોય છે અને સસ્તો પણ હોય છે. તમે ઘરે, ઓફિસે કે પબ્લિક પ્લેસિસ પર વાઈફાઈનો ઉપયોગ કરી શકો છો.
ડેટા કમ્પ્રેશન એપ્સનો ઉપયોગ
કેટલીક એવી પ્સ હોય છે, જે ડેટા કમ્પ્રેસ કરીને વાપરે છે. બ્રાઉઝિંગ દરમિયાન ડેટાનો ઓછો ઉપયોગ કરે છે. આવી એપ્સનો ઉપયોગ કરીને ડેટાની બચત કરી શકાય છે.
મોબાઈલ ડેટાની લિમિટ સેટ કરો
તમારા ફોનના સેટિંગ્સમાં જઈને ડેયલી ડેટા લિમિટ સેટ કરી શકો છો. તેનાથી તમને ખબર પડશે કે તમે રોજ કેટલો ડેટા વાપરી રહ્યા છો, અને ક્યારે તમારો ડેટા પૂરો થવાનો છે.
જૂની એપ્સ ડિલીટ કરો
તમારા ફોનમાંથી એવી જૂની એપ્સ ડિલીટ કરી નાખો, જેનો તમે ઉપયોગ નથી કરતા. આ પ્રકારની એપ્સ તમારો ડેટા ખાઈ શકે છે. આ ઉપરાંત તમારે સ્ટોરેજ ખાલી કરવું પણ જરૂરી છે. તેનાથી ફોન પણ ફાસ્ટ ચાલશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications