Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 633 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ 5 ભૂલ ક્યારેય ન કરશો, નહીં તો ફોનનો કેમેરા થઈ જશે ખરાબ
ફ્લેગશિપ સ્માર્ટફોન્સમાં ખૂબ દમદાર કેમેરા સેટઅપ જોવા મળે છે.અને નવો ફોન ખરીદતા સમયે ગ્રાહકો સારા કેમેરા પર ખાસ ધ્યાન આપતા હોય છે. ઘણા હાઈ એન્ડ મોડેલ્સમાં હવે એક ઈંચ સુધીનું કેમેરા સેન્સર મળવા લાગ્યું છે, અને પ્રોફેશનલ કેમેરા જેવી ઈમેજ અને વીડિયો ક્વોલિટી મોબાઈલ ફોનના કેમેરા આપવા લાગ્યા છે. જો કે, મોબાઈલના કેમેરા ખૂબ નાજુક હોય છે અથવા તો બિનજવાબદાર રીતે વાપરવાને કારણે ફોનના કેમેરા સેન્સર્સ ખરાબ થઈ જતા હોય છે. આજે અહીં અમે તમને એવી પાંચ ભૂલ વિશે વાત કરીશું, જે ભૂલો તમે નહીં કરો, તો તમારો કેમેરા ખરાબ નહીં થાય.

લેઝર લાઈટને ક્યારેય શૂટ ન કરો
મ્યુઝિક કોન્સર્ટ્સ અને ઘણી ઈવેન્ટ્સમાં હાઈ ઈન્ટેન્સિટીવાળી લેઝર લાઈટ્સ જોવા મળે છે. આવી લાઈટ્સ જો સતત સીધી તમારા કેમેરા પર પડે તો તમારા કેમેરાને પર્મેનેન્ટલી ડેમેજ કરી શકે છે. આ લાઈટ્સની અસર લેન્સ સિસ્ટમ અને સેન્સર્સ બંને પર પડે છે, સાથે જ ફોટોઝ પર ગ્રીન અને બ્લેક ડૉટ્સ પડવા લાગે છે.
બાઈક પર માઉન્ટ ન કરો ફોન
જો તમે તમારા ફોનને સતત વ્હિકલ પર માઉન્ટ કરી રાખો છો, તો આ ભૂલ તમારી ભારે પડી શકે છે. કારણ કે રસ્તા પર બાઈક ચાલવાને કારણે વાઈબ્રેશનને કારણે ફોનના કેમેરા લેન્સ અને બાકીના ઈન્ટરનલ કોમ્પોનેન્ટ્સને નુક્સાન પહોંચી શકે છે. કેમેરાની સ્ટેબિલાઈઝેશન સિસ્ટમ પણ હંમેશા માટે ડેમેજ થઈ શકે છે.
પાણીની અંદર ન વાપરો ફોન
આજકાલ દરેક ફોન વોટર રેઝિસ્ટન્સ હોય છે, મિડ રેન્જ સેગમેન્ટના ફોન્સ પણ IP69 રેટિંગ સાથે આવે છે. પરંતુ પાણીની અંદર ફોનનો ઉપયોગ કરવો હિતાવહ નથી. લાંબા સમય સુધી જો તમે ફોનને પાણીની અંદર વાપરો છો, તો ફોનનું તાપમાન વધી શકે છે, જે આખી સિસ્ટમને નુક્સાન પહોંચાડી શકે છે અને તમારો કેમેરા પણ બગડી શકે છે.
વધારે ગરમી કે ઠંડીમાં કેમેરાનો ઉપયોગ
જો તમે ફોનને ખૂબ જ ઓછા ટેમ્પરેચરમાં કે પછી વધારે ગરમીમાં લાંબા સમય સુધી વાપરો છો, તો પણ તમારો કેમેરા ડેમેજ થઈ શકે છે. દાખલા તરીકે જો તમે સીધો જ સૂરજ બાજુ કેમેરા પોઈન્ટ કરો છો, કે પછી બરફના પહાડોની વચ્ચે ફોનમાં કેમેરાનો સતત ઉપયોગ કરો છો, તો તેના સેન્સર્સ બગડી શકે છે.
કેમેરાનું લેન્સ પ્રોટેક્ટર પણ કરી શકે છે પરેશાન
યુઝર્સને લાગે છે કે કેમેરાના સેન્સર્સને સુરક્ષિત રાખવા માટે તેના પર લેન્સ પ્રોટેક્ટર્સ લગાડી શકાય છે. પરંતુ બેકાર ક્વોલિટી ધરાવતા અથવા તો યોગ્ય રીતે ન લગાવાયેલા લેન્સ પ્રોટેક્ટર્સ તમારી પિક્ચર ક્વોલિટીને ખરાબ કરી શકે છે. તેમાં ડસ્ટ પાર્ટિકલ્સ ફસાઈ જવાથી કેમેરા ખરાબ થઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications