Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ 5 ફીચર્સ ધરાવતા સ્માર્ટફોન બિલકુલ ન ખરીદતા, પસ્તાવાનો વારો આવશે
સ્માર્ટફોન હવે કેટલો ઉપયોગી છે, તે કોઈને પણ સમજાવાની જરૂર નથી. ડગલેને પગલે દરેક ક્ષણે આપણને સ્માર્ટફોનની જરૂર પડે છે. એટલે જો તમે પણ નવો સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે કેટલાક ફીચર્સ પર ખાસ ધ્યાન આપવની જરૂર છે. આજે અમે તમને એવા પાંચ ફીચર્સ વિશે વાત કરીશું, જે તમારા ફોનમાં ન જ હોવા જોઈએ. આમ તો અમે તમને દર વખતે એવું કહેતા હોઈએ છીએ કે આ નવા ફીચર આવ્યા છે, આ ફીચર ફોનમાં હોય તો કામ લાગશે. પરંતુ આજે તમને એવા ફીચર્સ વિશે જણાવીશું, જે તમારા ફોનમાં ન હોય તો જ સારું છે.

ડિસ્પ્લે પર ધ્યાન આપો
જો તમે નવો ફોન ખરીદો છો, તો સૌથી પહેલા એ ચેક કરો કે તમારા ફોનમાં કયા પ્રકારની ડિસ્પ્લે મળી રહી છે. તમારે IPS, LCD અને TFT ડિસ્પ્લે ધરાવતા ફોન ન ખરીદવા જોઈએ. આ પ્રકારની ડિસ્પ્લે ઓછી રેન્જના ફોનમાં જ મળે છે. આ પ્રકારની ડિસપ્લેમાં ફાસ્ટ મૂવિંગ ઓબ્જેક્ટસ હંમેશા બ્લર દેખાય છે. સાથે જ આવી ડિસ્પ્લેમાં બ્રાઈટનેસને લગતી સમસ્યા પણ થાય છે. એટલે આ ડિસ્પ્લે વાળા ફોન ન ખરીદો.
રેમ અને સ્ટોરેજ
જો તમે 10 હજારથી 12 હજાર રૂપિયાના બજેટમાં કે તેનાથી સસ્તો ફોન ખરીદી રહ્યા છો, તો તેમાં કેટલી રેમ અને સ્ટોરેજ મળી રહી છે, તેના પર ધ્યાન આપો. 10થી 12 હજારની રેન્જના ફોનમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ ધરાવતા ફોન બિલકુલ ન ખરીદો. કારણ કે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ ધરાવતા ફોનમાં તમે હેવી ગેમિંગ, મલ્ટી ટાસ્કિંગ, એડિટિંગ જેવા કામ નહીં કરી શકો.
AnTuTu સ્કોર
ફોન ખરીદતા પહેલા તેનો AnTuTu સ્કોર જરૂર ચેક કરો. તેના દ્વારા તમને ખ્યાલ આશે કે સ્માર્ટફોનના બધા જ પાર્ટ્સનું પર્ફોમન્સ કેવું છએ. તમે જે પણ ફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો, તેનો AnTuTu સ્કોર 4 લાખથી ઓછો ન હોવો જોઈએ. આ ચેક કરવા માટે તમારે સત્તાવાર AnTuTu સ્કોર વેબસાઈટ પર જવું જોઈએ.
કેમેરા સેન્સર
જો તમે 15 હજાર રૂપિયા કે તેનાથી સસ્તો સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો કોશિશ કરો કે તમારા ફોનના કેમેરા સેન્સરમાં OIS એટલે કે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન સપોર્ટ હોય. આ ફીચર તમારા ફોટો અને વીડિયોમાં સ્ટેબિલાઈઝેશન આપે છે, જેને કારણે ચાલતા ચાલતા પણ ફોનના કેમેરાની ક્વોલિટી ખરાબ નથી થતી. જો 15 હજારથી ઓછી કિંમતના ફોનમાં OIS સપોર્ટ ન હોય, તો તે ફોન ન લેવો જોઈએ.
18w ફાસ્ટ ચાર્જિંગ
આજના સમયમાં કંપનીઓ બજેટ રેન્જ ફોનમાં પણ સ્માર્ટ ચાર્જિંગ સપોર્ટ આપે છે. જો તમે 15 હજાર રૂપિયાની રેન્જમાં ફોન ખરીદી રહ્યા છો, તો આ ફીચર હોવું જ જોઈએ. જો તમારા ફોનમાં 18w ફાસ્ટ ચાર્જિંગ નથી, તો તમારે આ ફોન ન ખરીદવો જોઈએ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications