Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Silent Modeમાં પણ રહો કનેક્ટેડ, આ ટ્રિકથી મિસ નહીં થાય જરૂરી કોલ્સ
ઘણીવાર એવું થાય કે વારંવાર કોલ્સ આવવાને કારણે આપણા કામમાં અડચણ આવતી હોય, અથવા તો મહત્વની મીટિંગ હોય તો આપણે ફોનને સાઈલન્ટ મોડ પર મૂકી દેતા હોઈએ છીએ. તો ઘણા લોકો રાત્રે સૂતા સમયે ફોનને સાઈલન્ટ કરી દેતા હોય છે, જેથી ઉંઘ ડિસ્ટર્બ ન થાય. આવા તો ઘણા કારણ છે, જેને લીધે ફોનનન સાઈલન્ટ કરવો પડતો હોય છે.
પરંતુ ફોન સાઈલન્ટ કરવાને કારણે ઘણીવાર ઈમરજન્સી કોલ્સ પણ છૂટી જતા હોય છે. કોઈ તમને વારંવાર કોલ કરે, પરંતુ ફોન સાઈલન્ટ હોવાને લીધે તમને ખ્યાલ જ ન આવે કે કોઈનો તમારા પર કોલ આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણી વાર મહત્વના સમાચાર કે માહિતી ચૂકી જવાથી નુક્સાન થઈ શકે છે.

જો તમે પણ ઈચ્છો છો કે બિનજરૂરી કોલ્સથી બચવા માટે તમે ફોન સાઈલન્ટ પર રાખો અને સાથે જ કોઈ જરૂરી કોલ્સ પણ મિસ ન થાય. તો આના માટે તમારે ફોનમાં માત્ર એક સેટિંગ ઓન કરવાનું છે. આ સેટિંગ તમને ઘણી બધી રીતે મદદગાર સાબિત થઈ શકે છે.
આ સેટિંગ ઓન હશે, તો તમારો ફોન સાઈલન્ટ પર હોવા છતાંય વાગશે. સૌથી ખાસ વાત એ છે કે આ ટ્રિક બધા જ નંબર માટે કામ નહીં કરે, પરંતુ તમે જે કોન્ટેક્ટ્સ સિલેક્ટ કરશો, તેના માટે જ કામ કરશે. એટલે કે સિલેક્ટેડ નંબર પરથી ફોન આવશે, ત્યારે જ ફોન સાઈલન્ટ હશે, તો પણ રિંગ વાગશે.
જરૂરી નંબર્સ માટે કરો આ સેટિંગ
જરૂરી કોલ્સ મિસ ન થાય, તેના માટે તમે સિલેક્ટેડ નંબર પર ઈમરજન્સી બાયપાસ સેટ કરી શકો છો. આ ફીચર તમને iPhoneમાં તો સરળતાથી મળી જશે, પરંતુ એન્ડ્રોઈડ ફોન માટે તમારે થર્ડ પાર્ટી એપ ઈન્સ્ટોલ કરવી પડશે.
આ સેટિંગ કેવી રીતે ઓન કરશો?
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં સેવ્ડ કોન્ટેક્ટ્સમાં જાવ.
સ્ટેપ 2: હવે કોન્ટેક્ટ ઓપ્શનમાં જઈને એડિટ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3: થોડું નીચે સ્ક્રોલ કરશો, એટલે રિંગ ટોન ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 4: અહીં તમને ઈમરજન્સી બાયપાસ ઓપ્શન દેખાશે, તેના પર ટેપ કરો અને તેને ટર્ન ઓન કરો.
આ સેટિંગ કર્યા બાદ જો તમારો ફોન સાઈલન્ટ પણ હશે, તો તમે સિલેક્ટ કરેલા નંબરથી કોલ આવવા પર તમારા ફોનમાં રિંગ વાગશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications