અત્યારે ન ખરીદવો જોઈએ નવો iPhone, આ રહ્યા કારણ

By Gizbot Bureau
|

જો તમે નવો iPhone ખરીદવાનું વિચારી રહ્યા છો, તો થોડી રાહ જુઓ. એટલીસ્ટ ઓછામાં ઓછું એક સપ્તાહ પૂરતા તો રોકાઈ જ જાવ. જો તમે થોડી રાહ જોશો, તો તમારા ઘણા બધાં પૈસા બચી શકે છે. અમે તમને આવી સલાહ એટલા માટે આપી રહ્યા છીએ કે આગામી 7 સપ્ટેમ્બરના રોજ એટલે કે 10 દિવસ પછી એપલ પોતાના નવા સ્માર્ટફોનને લોન્ચ કરવાની ઈવેન્ટ યોજી રહ્યું છે. Far Out નામની આ ઈવેન્ટમાં એપલ પોતાનો નવો iPhone 14 સિરીઝ લોન્ચ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

અત્યારે ન ખરીદવો જોઈએ નવો iPhone, આ રહ્યા કારણ

ઘટી શકે છે iPhoneના ભાવ

નવો iPhone જૂના iPhone કરતા થોડો મોંઘો મળવાનો છે, કારણ કે તેના સ્પેસિફિકેશન્સમાં પણ કંપનીએ ઘણી બધી અપડેટ કરી છે. એટલે જ જેવો નવો iPhone લોન્ચ થશે કે તરત જ તેના જૂના મોડેલ્સના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે. જો તમે અત્યારે iPhone ખરીદી લેશો તો તમને આ ભાવ ઘટાડાનો લાભ નહીં મળે. અત્યાર સુધી દરેક વખતે એવું જોવા મળ્યું છે કે જેવા અપગ્રેડેડ સ્માર્ટફોન્સ લોન્ચ થાય કે તરત જ જૂના સ્માર્ટફોન્સના ભાવ ઘટી જતા હોય છે. એટલે જ તમે થોડા દિવસ રાહ જોશો તો તમે બ્રાંડ ન્યુ iPhone મોટા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો.

દાખલ તરીકે જ્યારે એપલે iPhone 13 લોન્ચ કર્યો ત્યારે iPhone 12ના 64 જીબી વેરિયંટની કિંમત રૂપિયા 74,900થી ઘટીને 64,900 થઈ ગઈ હતી. બરાબર આ જ રીતે iPhone 11ના ભાવમાં પણ 5000 સુધીનો ઘટાડો થયો હતો. આ વર્ષે કંપની iPhone 12 મિનીના ભાવમાં 5,000 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. જો આમ થશે તો iPhone 12 મિની હાલ માર્કેટમાં મળતો સૌથી સસ્તો 5જી સ્માર્ટ ફોન બની જશે.

માર્કેટમાં ચાલતી વાતો પ્રમાણે અને એપલની અત્યાર સુધીની પરંપરા પ્રમાણે iPhone 14 એટલે કે નવો લોન્ચ થનાર iPhone 14 14 સપ્ટેમ્બરથી વેચાણ માટે મૂકાઈ શકે છે. એટલે જો તમારે નવો iPhone ખરીદવો છે, અને તમે રોજેરોજ વિચારી રહ્યા છો કે કયો iPhone તમારા માટે બેસ્ટ રહેશ, તો સૌથી શ્રેષ્ઠ છે કે તમે થોડા દિવસ રાહ જોઈ લો. આ વેઈટ તમને મોટો ફાયદો કરાવી શકે છે.

આ બધાની વચ્ચે મોટા ભાગના લોકોને ખ્યાલ હશે કે આ વર્ષે એપલ પોતાના નવા આઈફોન iPhone 14 સિરીઝ વધારે મોંઘો વેચી શકે છે. ભાવ વધારા અને વૈશ્વિક આર્થિક પરિબળોને જોતા iPhone 14ના ભાવમાં મોટો વધારો નોંધાઈ શકે છે. હાલ યુએસ ડોલરની સામે રૂપિયાનું સ્તર પણ ખૂબ જ નીચું છે, જેની અસર પણ iPhone 14ની કિંમત પર પડી શકે છે.

એપલ એનાલિસ્ટ મિંગ ચી કુઓ પણ આ જ વાત જાહેરમાં કહી ચૂક્યા છે. કુઓના કહેવા પ્રમાણે એપલની સૌથી મોટી સપ્લાય ચેન પાર્ટનર Foxconnએ પોતાના પાર્ટ્સની કિંમતમાં વધારો કર્યો છે. કુઓના ટ્વિટ મુજબ કંપની આ વખતે iPhone 14 સિરીઝની કિંમત જૂના આઈફોનની સરખામણીએ 15 ટકા જેટલી વધારે રાખી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Should You Buy A New iPhone Now? No, Here's Why

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X