September મહિનામાં લોન્ચ થશે iPhone 15 સહિત આ 5 સ્માર્ટફોન

By Gizbot Bureau
|

જો તમે પણ એક નવો શાનદાર ફીચર્સ અને આકર્ષક ડિઝાઈન ધરાવતો સ્માર્ટફોન લેવા વિચારી રહ્યા છો, તો સપ્ટેમ્બર મહિનો તમારા માટે ખાસ બનશે. સપ્ટેમ્બર મહિનામાં Apple, Samsung, Moto સહિત ઘણી બધી બ્રાન્ડ્ઝ પોતાના નવા હેડસેટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. ઓક્ટોબર મહિનામાં ફેસ્ટિવ સિઝન જામશે, એટલે આ કંપનીઝ ફોન સપ્ટેમ્બરમાં લોન્ચ કરીને ઓક્ટોબરમાં સેલ માટે ઉપલબ્ધ કરાવશે. ચાલે જાણીએ કે સપ્ટેમ્બર મહિનામાં કયા કયા હેન્ડસેટ લોન્ચ થઈ રહ્યા છે, તેની કિંમત, સ્પેસિફિકેશન અને ફીચર્સ શું છે.

September મહિનામાં લોન્ચ થશે iPhone 15 સહિત આ 5 સ્માર્ટફોન

Apple iPhone 15 સિરીઝ

સપ્ટેમ્બર મહિનાનું સૌથી મોટું આકર્ષણ iPhone 15 સિરીઝ છે. આ ફોન 12 સપ્ટેમ્બર 2023ના રોજ લોન્ચ થાય તેવી શક્યતા છે. આ સિરીઝ અંતર્ગત iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Ultra એક સાથે લોન્ચ થશે. આ સિરીઝમાં કંપની યુઝર્સને USB-C ટાઈપ સપોર્ટ મળશે. આઈફોનમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું પરિવર્તન હશે. iPhone 15માં 3,877 mAhની બેટરી, iPhone 15 Plusમાં 4,912 mAhની બેટરી, iPhone 15 Proમાં 3,650 mAh અને iPhone 15 pro max 4,852 mAhની બેટરી મળશે. સાથે જ આ ફોનના પ્રો અને અલ્ટ્રા મોડલમાં એપલની નવી અને અપકમિંગ A17 બાયોનિક ચિપ યુઝ કરવામાં આવી છે.

Samsung Galaxy S23 FE

Samsung પણ સપ્ટેમ્બર મહિનામાં પોતાનો સ્માર્ટફોન Galaxy S23 FE લોન્ચ કરશે, જેમાં 6.4 ઈંચની FHD+ ડિસ્પ્લે મળી શકે છે. આ હેન્ડસેટ 120 Hzનો રિફ્રેશ રેટ ધરાવી શકે છે. સાથે જ આ ફોનમાં કંપની Exynos 2200 ચિપસેટ સપોર્ટ આપી શકે છે. ફોટોગ્રાફી માટે તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને 12 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા હશે. સાથે જ ફ્રંટ સાઈડ 10 મેગાપિક્સલનો કેમેરા મળી શકે છે. આ ફોનમાં 4,500 mAhની બેટરી હશે, જે 25 Wના વાયર્ડ ચાર્જિંગને અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે.

Honor 90

આ સ્માર્ટફોનમાં 6.7 ઈંચનો 1.5K ક્વાડ કર્વ્ડ OLED ડિસ્પ્લે મળી શકે છે, જે 120 Hzના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ હેન્ડસેટ એન્ડ્રોઈડ 13 પર આધારિત મેજિક UI 7.1 પર ચાલશે. આ ફોનમાં 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ હશે. ફોટોગ્રાફી લવર્સ માટે આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે. જેમાં મુખ્ય કેમેરા 200 મેગાપિક્સલનો છે. સાથે જ 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ અને એક મેક્રો કેમેરા મળશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં 50 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળી શકે છે. સાથે જ આ ફોન 66 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી 5000 mAh બેટરીથી સજ્જ હશે. આ ફોનની કિંમત 35,000 રૂપિયા હોઈ શકે છે.

Moto G84 5G

આ ફોન 6.55 ઈંચની FHD+ pOLED ડિસ્પ્લેથી સજ્જ છે, જે પણ 120 Hzનો રિફ્રેશ રેટ ધરાવે છે. આ ફોન 1300 nitsની બ્રાઈટનેસને સપોર્ટ કરે છે. મોટોના આ ફોનમાં સ્નેપડ્રેગન 695 ચિપસેટ હોઈ શકે છે. સાથે જ તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા હશે. કંપની આ ફોનમાં 30Wના વાયર્ડ ચાર્જરની સાથે 5000 mAh બેટરી આપી શકે છે.

Moto G54 5G

એક રિપોર્ટ મુજબ આ ફોન 6.5 ઈંચની IPS LCD ડિસ્પ્લે સાથએ લોન્ચ થવાનો છે. આ ફોનમાં ડાયમેન્શન 7020 ચિપ હશે. રિપોર્ટ્સ મુજબ આ ફોન બે જુદા જુદા વેરિયંટમાં લોન્ચ થવાની શક્યતા છે. જેમાં એક વેરિયંટ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને બીજું વેરિયંટ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજનું હશે. આ ફોનમાં 6000 mAh બેટરી મળી શકે છે, જે 30Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.

Best Mobiles in India

English summary
September smartphones upcoming smartphone in the month of september

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X