Just In
- 678 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 679 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 680 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 681 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
અહીં વેચો તમારા જૂના સ્માર્ટફોન, ઘરે બેઠા થશે 80 હજાર સુધીની આવક
Sell used smartphones online: ઘણીવાર આપણે જ્યારે નવો સ્માર્ટફોન ખરીદીએ, તો જૂનાનું શું કરવું તે મોટો સવાલ થઈ જાય છે. હવે આજકાલ લોકો પોતાનો જૂનો સ્માર્ટફોન વેચી દે છે, અને તેમાં જ કેટલીક રકમ ઉમેરીને નવો ફોન ખરીદે છે. આ સ્થિતિમાં જો જૂના ફોનની યોગ્ય પ્રાઈસ મળી જાય, તો યુઝર માટે નવો ફોન ખરીદવો ઈઝી થઈ જાય છે. પરંતુ યઝ્ડ સ્માર્ટફોનની યોગ્ય કિંમત મળે કેવી રીતે? તો આ કામમાં ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ તમારી મદદ કરશે. ફ્લિપકાર્ટની રીસેટ ફોર ઈન્સ્ટન્ટ કૅશ સર્વિસ સાથે તમે જૂનો ફોન સરી કિંમતે વેચી શકો છો. આ યુઝ કરેલા ફોનના બદલે ફ્લિપકાર્ટ તમને 80,000 સુધીની કિંમત આપી શકે છે. ચાલો જાણીએ કે ફ્લિપકાર્ટ પર જૂનો ફોન વેચવાની પ્રોસેસ શું છે?
જૂનો ફોન ઓનલાઈન વેચવાનો ટ્રેન્ડ વધી ગયો છે. હવે તમે ઘરે બેઠા બેઠા મોબાઈલ વેચી શકો છો. આના માટે તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી. તમે જ્યાં બેઠા છો, ત્યાં બેઠા બેઠા જ તમારું કામ થઈ જશે. તમારે બસ ઓનલાઈન રિક્વેસ્ટ કરવાની છે, ફોનની માહિતી આપવાની છે અને ફ્લિપકાર્ટ તમારા જૂના ફોનની કંડીશન સહિતની માહિતી ચેક કરીને તમને ચોક્કસ રકમ ઓફર કરશે.

ફ્લિપકાર્ટ પર જૂનો ફોન વેચવા માટે આટલું કરો
ફ્લિપકાર્ટ પર રિસેટ ફોર ઈન્સ્ટન્ટ કૅશ સર્વિસનું એક ડેડિકેટેડ પેજ છે, તમે ગૂગલમાં સર્ચ કરીને આ પેજ પર પહોંચી શકો છો. બાદમાં તમારે આગળ આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
ફોનની માહિતી આપો
સૌથી પહેલા તમારે જૂના ફોનની માહિતી આપવાની છે, જેમ કે ફોનનું નામ, મોડેલ વગેરે. બાદમાં ફોન વેચવાની રિક્વેસ્ટ આપવાની છે.
અસેસમેન્ટ અને પિકઅપ
ફ્લિપકાર્ટના કર્મચારી તમારા ફોનનું અસેસમેન્ટ કરશે. તમારા ફોનના મોડેલ અને કંડીશનના આધારે તમને કેટલા પૈસા મળશે, તેના વિશે જણાવવામાં આવશે. બાદમાં ફોન પિકઅપનો સમય અને તારીખ જણાવવામાં આવશે.
ક્વિક બેન્ક ટ્રાન્સફર
પિકઅપ બાદ તમે જે મોડમાં પેમેન્ટ ઈચ્છો છો, તે રીતે તમને નક્કી કરેલી રકમ ફોનના બદલામાં તરત જ મળી જશે.
આ પ્રોસેસ ફોલો કરીને તમે જૂનો સ્માર્ટફોન યોગ્ય ભાવે વેચી શકો છો.
જૂનો ફોન વેચવાના ફાયદા
ફ્લિપકાર્ટ પર જૂનો ફોન વેચવાની પ્રોસેસ ખૂબ જ ઈઝી ઠછે. અહીં તમને ફોનના મોડેલ અને કંડીશનને આધારે યોગ્ય કિંમત મેળવી શકો છો. આ ઉપરાંત ડોરસ્ટેપ પિકઅપ સર્વિસને લીધે તમે ઈચ્છો, ત્યાંથી ફોન પિકઅપ થઈ શકે છે. ફ્લિપકાર્ટનો દાવો છે કે તેમના પ્લેટફોર્મ પર જૂનો ફોન વેચવાની સર્વિસ સેફ અને સિક્યોર છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
