Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જૂનો iPhone ખરીદી રહ્યા છો, તો આ પાંચ વાત ધ્યાન રાખજો, નહીં તો પસ્તાશો
ભારતીય યુઝર્સમાં એપલના આઈફોનનો જબરજસ્ત ક્રેઝ જોવા મળે છે. એટલે સુધી કે ઘણા લોકો આઈફોન ખરીદવા માટે વર્ષો સુધી પૈસા બચાવે છે. જો કે આઈફોનના પ્રો મોડેલ્સ મોંઘા હોવાથી મોટા ભાગના ગ્રાહકો તેને ખરીદી નથી શક્તા. જો કે, તેનોય ઉપાય સેકન્ડ હેન્ડ આઈફોન છે, જે સસ્તા મળે છે. પણ જો તમેય સેકન્ડ હેન્ડ આઈફોન ખરીદી રહ્યા છો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો જૂનો આઈફોન તમને વાજબી ભાવે, તમારા બજેટમાં મળી રહ્યો છે, તો તે ખરીદવામાં કોઈ પ્રોબલેમ નથી, પરંતુ તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

બેટરી હેલ્થ ચેક ખાસ કરો
જૂનો આઈફોન ખરીદતા સમયે તેની બેટરી હેલ્થ ચેક કરવી જરૂરી છે. સમયની સાથે બેટરીની હેલ્થ પર અસર પડે છે, અને ફોન ઝડપથી ડિસ્ચાર્જ થાય છે. આઈફોનના બેટરી સેટિંગ્સમાં જઈને તમે બેટરીની હેલ્થ કેટલી છે, તે ચેક કરી શકો છો. જો બેટરી હેલ્થ 80 ટકા કરતા ઓછી હોય, તો આઈફોન ન ખરીદવો હિતાવહ રહેશે.
IMEI નંબર ચેક કરો
તમે જ્યારે પણ કોઈ એપલ ઓરિજિનલ ડિવાઈસ ખરીદો છો, ત્યારે તેનો સીરિયલ નંબર ચેક કરો છો. તો આવી જ રીતે સેકન્ડ હેન્ડ ડિવાઈસ ખરીદતા સમયે પણ એપલની સત્તાવાર વેબસાઈટ પર જઈને સીરિયલ નંબર અથવા IMEI નંબર એન્ટર કરીને તમે ચેક કરી શક્શો કે આ ડિવાઈસ ઓરિજિનલ છે કે નહીં. આ નંબર ચેક કરવો અત્યંત જરૂરી છે.
ડિવાઈસની હાલત ચેક કરો
તમે જે પણ જૂનો આઈફોન ખરીદી રહ્યા છો, તેના બટનથી લઈને કેમેરા અને ફેસ આઈડી પણ ચેક કરો. ઘણીવાર જૂના ડિવાઈસમાં આ પ્રકારની વસ્તુઓમાં સમસ્યા હોય છે, જે ખરીદ્યા પછી ખબર પડે છે. આ ઉપરાંત જો બોડી કે ડિસ્પ્લે પર સ્ક્રેચ છે, તો તમે કિંમત હજી ઓછી કરાવી શકો છો. એટલે આઈફોનની હાલત બરાબર ચેક કરી લો.
ડિસ્પ્લે કે બેટરી બદલાઈ નથી તે ચેક કરો
સેકન્ડ હેન્ડ ડિવાઈસ ખરીદતા પહેલા એ કન્ફર્મ કરો કે તેની ડિસ્પ્લે કે હબેટરી બદલવામાં તો નથી આવી ને. જો બેટરી બદલાઈ છે તો તમને સેટિંગ્સમાં બેટરી હેલ્થ લેવલ જોવા નહીં મળે. આ જ રીતે થર્ડ પાર્ટી ડિસ્પ્લેમાં ટ્રુ ટોન ફીચર બરાબર કામ નહીં કરે. એટલે તમે ચેક કરી શક્શો કે ફોનમાં ખામી છે કે નહીં.
એક્સેસરીઝ છે કે નહીં
જૂના આઈફોનમાં પહેલા ઈયરફોન્સથી લઈને ચાર્જિંગ એડપ્ટર સાથે આવતા હતા. એટલે જો તમે જૂના આઈફોન મોડેલ ખરીદી રહ્યા છો, તો તેની સાથએ એક્સેસરીઝ છે કે નહીં તે ચેક કરો. તમે જેન્યુઈન એક્સેસરીઝ માગી શકો છો, તેનાથી તમારો નવી એક્સેસરીઝ લેવાનો ખર્ચો બચી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications