સ્ક્રીન ગાર્ડ અને બેક કવર, તમારા ફોનને બગાડી શકે છે, આટલું જાણી લેજો

By Gizbot Bureau
|

આપણે બધા જ સ્માર્ટફોન અને સ્ક્રીનને બચાવવા માટે સ્ક્રીન ગાર્ડ તેમજ કવરનો ઉપયોગ કરીએ છીએ. આમ તો હવે ઘણા બધા ફોન કંપની જ ઈનબિલ્ટ મજબૂત બિલ્ટ સાથે બનાવે છે, જેને પ્રોટેક્ટિવ કવર કે પછી સ્ક્રીન ગાર્ડની જરૂર નથી હોતી. જો કે તેમ છતાંય આપણે નખાવતા હોઈએ છીએ. પણ શું તમે જાણો છો કે આ પ્રોટેક્ટિવ એક્સેસરીઝનો ઉપયોગ તમારા ફોનને નુક્સાનકરી શકે છે?

સ્ક્રીન ગાર્ડ તમારા ફોનને આ રીતે બગાડી શકે છે

સ્ક્રીન ગાર્ડ તમારા ટચ રિસ્પોન્સને ધીમો પાડી શકે છે અને તમારી સ્ક્રીન પર સ્મૂથ સ્ક્રોલિંગમાં મુશ્કેલી આવી શકે છે. સાથે જ સ્ક્રીન ગાર્ડ તમારી સ્ક્રીનની ક્લેરિટી પણ ઘટાડી શકે છે. સ્ક્રીન ગાર્ડની ક્વોલિટી જ નક્કી કરશે કે કલર્સ અને કોન્ટ્રાસ્ટ તમને કેવા દેખાશે. સાથે જ સ્ક્રીન ગાર્ડની કિનારીઓ પર ધૂળ અને કચરો જમા થાય છે, જેને કારણે પણ સ્ક્રીન બગડી જવાની શક્યતા વધી જાય છે. કેટલાક સ્ક્રીન ગાર્ડને કારણે તમારી ટચસ્ક્રીન વધારે લોડ લે છે, જેને કારણે ફોનની બેટરી પર વધારે લોડ આવે છે.

સ્ક્રીન ગાર્ડ અને બેક કવર, તમારા ફોનને બગાડી શકે છે, આટલું જાણી લેજો

કેસ કે કવર પણ છે નુક્સાનકારક

સૌથી મોટી વાત તો એ કે કોઈ પણ કેસ અને કવર તમારા ફોનની ડિઝાઈન અને સ્ટાઈલિશ લૂકને ઢાંકી દે છે. સાથે જ ફોનનું વજન પણ વધારે છે. કેટલાક કેસ એવા હોય છે, જે ફોનને ઠંડો થતો અટકાવે છે, જેને કારણે ફોન ઓવરહિટ થાય છે, તેની પ્રોસેસિંગ ક્ષમતા ઉપરાંત બેટરી લાઈફ પર પણ અસર પડે છે. કટેલાક કેસ લગાવ્યા બાદ ફોનના પાવર અને વોલ્યુમ બટન્સ દબાવવામાં પણ સમસ્યા આવી શકે છે.

કેસ કે સ્ક્રીન પ્રોટેક્ટર વગર યુઝ કરી શખાય છે ફોન

જો તમારે ફોનને બચાવવો જ હોય, તો સાવચેતીપૂર્વક ફોનનો ઉપયોગ કરો. આ રીતેત મને કોઈ સ્ક્રીન ગાર્ડ કે કવર કેસની જરૂર નહીં પડે. આ ઉપરાંત ફોનની સ્ક્રીનને માઈક્રોફાઈબર ક્લોથથી સાફ કરતા રહો. સાથે જ ફોન પડે અને નુક્સાન ન થાય, તે માટે તમે પોપ સોકેટનો ઉપયોગ કરી શકો છો. જો તમારે કેસ કે સ્ક્રીન કવર લગાવવું જ છે, તો બ્રાન્ડેડ કે સારી ક્વોલિટીની એક્સેસરીઝનું લગાવો.

Best Mobiles in India

English summary
Screen Guard Case can destroy your smartphone know how

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X