આ નંબરથી કોલ આવે તો ચેતજો, ઉપાડતા જ ખાતુ થઈ જશે ખાલી

By Gizbot Bureau
|

1 ઓક્ટોબર, 2024થી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAIના નવા નિયમો લાગુ થઈ ચૂક્યા છે. બીજી તરફ ફેક અને સ્પામ કોલ્સ અટકાવવા માટે હવે ટેલિકોમ કંપનીઓ AI અને એડવાન્સ્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. નવા નિયમો લાગુ થયા બાદ ઘણે અંશે સ્પામ કોલ્સ પર લગામ આવી છે, પરંતુ સ્કેમર્સ હવે સ્પામ કોલ કરવાના નવા ઉપાયો અજમાવી રહ્યા છે.

આ નવા ઉપાયોમાં ઈન્ટરનેટ કોલિંગ સામેલ છે. સ્કેમર્સ કોઈને કોઈ રીતે સીધા સાદા લોકોને જુદી જુદી રીતે સ્કેમમાં ફસાવી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોમાં એવા નંબર્સ સામે આવ્યા છે, જેના દ્વારા ઠગાઈ થઈ રહી છે. આ નંબર્સને તમારે તરત જ તમારા ફોનમાં બ્લોક કરી દેવા જોઈએ.

આ નંબરથી કોલ આવે તો ચેતજો, ઉપાડતા જ ખાતુ થઈ જશે ખાલી

ઈન્ટરનેટ કૉલ દ્વારા સ્કેમ

થાઈલેન્ડ ટેલિકોમ ઓથોરિટીના જમઆવ્યા પ્રમાણે ઈન્ટરનેટ કોલની શરૂઆત મોટેભાગે +697 અને +698 પરથી થાય છે. આવા નંબર પરથી કોલ કરીને જ લોકો સાથે ઠગાઈ કરવામાં આવે છે. કારણ કે, આવા ઈન્ટરનેટ કોલ ટ્રેક કરવા અઘરા છે, એટલે જ સ્કેમર્સ આ પ્રકારના ઈન્ટરનેટ કોલનો ઉપયોગ કરીને પોતાની મંશા પૂરી કરે છે. ઠગો વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક VPNનો ઉપયોગ કરીને પોતાનું લોકેશન હાઈડ કરી દે છે, જેને કારણે તેમને ટ્રેક કરવા હજી પણ અઘરા થઈ જાય છે.

તાત્કાલિક બ્લોક કરો

જો તમને પણ +697 અને +698 જેવા નંબરથી કોલ આવી રહ્યા છે, તો તેને તાત્કાલિક બ્લોક કરવામાં જ ભલાઈ છે. આવા કોલ પર તમને જુદી જુદી માર્કેટિંગની વાતો કરીને ભરમાવામાં આવે છે, તમને વાતોમાં ભોળવીને તમારી પાસેથી જુદી જુદી પર્સનલ ડિટેઈલ્સ કઢાવવામાં આવે છે. એકવાર ઠગોને તમારી પર્સનલ ડિટેઈલ્સ મળી જાય, ત્યાર બાદ તે તેમનું અસલી કેરેક્ટર્સ દર્શાવે છે.

પર્સનલ ડિટેઈલ્સ શૅર ન કરો

જો તમે ભૂલથી પણ આવા કોઈ કોલ ઉપાડી લો છો, તો ભૂલથી પણ તમારી કોઈ પણ માહિતી તેમની સાથે શૅર ન કરો. સ્કેમર્સ તમને સરકારી એજન્સી, બેન્ક કે અન્ય સંગઠનમાંથી હોવાનો દાવો કરે છે. જો તેઓ કોઈ પણ પ્રકારની માહિતી માગે તો તેમને કહો કે તમે કોલબેક કરીને માહિતી આપશો, તમે સામેથી તેમને કોલ કરશો. જો તેઓ આવા કોલની ના પાડે તો સમજો કે તમને ફસાવવાની કોશિશ થઈ રહી છે.

પોતાની સેફ્ટી માટે જરૂરી છે કે તમે નવા સ્કેમની રીતો વિશે જાણતા રહો. કારણ કે નવા નિયમો, નવી ટેક્નોલોજીની સાથે સ્કેમર્સ પણ નવા નવા રસ્તા શોધતા રહે છે, જેનાથી તેઓ ઠગાઈ કરી શકે. એટલે જરૂરી છે કે તમે ક્યારેય કોઈને નંબર, મેઈલ આઈડી ન શૅર કરો.

Best Mobiles in India

English summary
Scam alert dont receive +687 +698 number calls

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X