Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung સસ્તી કિંમતમાં લોન્ચ કરશે નવો ફોલ્ડેબલ ફોન, આ બાબતો હશે ખાસ
ટેક જાયન્ટ કંપની સેમસંગ હાલ પાવરફૂલ પ્રોસેસર ધરાવતા નવા સ્માર્ટફોન પર કામ કરી રહી છે. એન્ટ્રી લેવલના આ ફોલ્ડેબલ ફોનને કંપની Galaxy Z Fold 5 જેવા જ સ્પેસિફિકેશન્સ સાથે લોન્ચ કરવાની છે. આ અપકમિંગ ફોલ્ડેબલ ફોનમાં કેમેરા પણ Galaxy Z Fold 5 જેવો જ હશે. આ ફોન લોન્ચ થાય તે પહેલા જ તેની કિંમત અંગે ખુલાસો થયો છે.

ફોલ્ડેબલ ફોન મળશે સાવ સસ્તો
અત્યાર સુધી સામે આવેલા રિપોર્ટ્સ મુજબ Galaxy Z Fold 6ની કિંમત લગભગ 800 ડૉલર એટલે કે 66,000 રૂપિયા હોઈ શકે છે. જ્યારે કંપનીએ Galaxy Z Fold 5ની કિંમત 1.49 લાખ રૂપિયા રાખી હતી. MWC 2024 દરમિયાન આ મામલે ઘણા જુદા જુદા અહેવાલો આવ્યા હતા. હવે કંપનીની Z લાઈનઅપ અંતર્ગત સેમસંગના આ મોસ્ટ અફોર્ડેબલ સ્માર્ટફોન હોઈ શકે છે. સેમસંગ આ ફોલ્ડેબલ સ્માર્ટફોન જુલાઈ મહિનાની આસપાસ લોન્ચ કરે તેવી શક્યતા છે.
Galaxy Z Fold 5ના સ્પેસિફિકેશન્સ
આ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં 6.20 ઈંચની કવર અને 7.5 ઈંચની ફોલ્ડેબલ સ્ક્રીન મળે છે. જેનું રિઝોલ્યુશન 2176 * 1812 પિક્સલ અ પિક્સલ ડેન્સિટી 374 PPI છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 128 જીબી રેમ કેપેસિટી ધરાવે છે. આ ફોનમાં પાવર આપવા માટે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી 4400 mAhની બેટરી મળે છે.
જબરજસ્ત કેમેરા સેટઅપ
આ ઉપરાંત Z Fold 5માં ટ્રિપલ કેમેરા સેટ અપ પણ આપવામાં આવ્યો છે. જેમાં મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલનો છે અને 10 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ, 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ સેન્સર કેમેરા છે. સેલ્ફી માટે તેમાં 10 મેગાપિક્સલ અને 4 મેગાપિક્સલનો ડ્યુઅલ ફ્રંટ કેમેરા મળે છે. સેમસંગના ઓ ફોન એન્ડ્રોઈડ 13 પર આધારિત કસ્ટમર યુઝર ઈન્ટરફેસ OneUI 5.1 પર કામ કરે છે.
મળશે લગભગ સેમ ફીચર્સય
કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોનમાં 5G, 4G LTE, Wi-Fi 6E, Bluetooth v5.3, GPS, અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સેમસંગના સૌથી સસ્તા ફોલ્ડેબલ અને અપકમિંગ સ્માર્ટફોન Galaxy Z Fold 6માં પણ આના જેવા જ ફીચર્સ મોટા ભાગના હોવાની શક્યતા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications