Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Galaxy S23 અને S23+ ફોનની કિંમતમાં થયો અધધ ઘટાડો
Samsung Unpacked 2024 ઈવેન્ટ દરમિયાન કંપની પોતાના નવા સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એસ24 સિરીઝ લોન્ચ કરવાની છે. આ ઈવેન્ટ 17 જાન્યુઆરીના રોજ યોજાશે. નવા સ્માર્ટફોન લોન્ચ કરતા પહેલા કંપનીએ હાલ એસ23 સિરીઝના બે સ્માર્ટફોનના ભાવ ઘટાડી દીધા છે. આ બંને ફોન Samsung Galaxy S23 અને S23+ છે. આ બંને ફોનની કિંમતમાં 10 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. ફીચર્સની વાત કરીએ તો સમસંગ ગેલેક્સી એસ23 ફોનમાં 6.1 ઈંચની ડિસ્પ્લે મળે છે, જ્યારે પ્લસ મોડેલમાં 6.6 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ટેન્ડ મોડેલમાં 3,900 mAhની બેટરી મળે છે, જ્યારે પ્લસ મોડેલમાં 4,700 mAhની બેટરી છે.

સેસમંગે પોતાના અપકમિંગ સ્માર્ટફોન Samsung Galaxy S24 સિરીઝના લોન્ચ પહેલા Samsung Galaxy S23 અને એસ23 પ્લસની કિંમતમાં 10 હજારનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા પહેલા Samsung Galaxy S23 5જી ફોનના 128 જીબી મોડેલની કિંમત 74,999 હતી. જ્યારે 256 જીબી મોડેલની કિંમત 79,999 રૂપિયા હતી. પ્રાઈઝ કટ બાદ આ બંને મોડેલની કિંમત અનુક્રમે 64,999 અને 69,999 રૂપિયા થઈ ગઈ છે.
ફોનની નવી કિંમત
જ્યારે Samsung Galaxy S23 +ના 256 જીબી વેરિયંટની કિંમત 94,99 રૂપિયા અને 512 જીબી મોડેલની કિંમત 1,04,999 રૂપિયા હતી. અહીં પણ 10 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. જે બાદ આ બંને ફોન અનુક્રમે 84,999 રૂપિયા અને 94,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ બંને મોડેલની નવી કિંમત ફ્લિપકાર્ટ પર લાઈવ પણ થઈ ચૂકી છે.
Samsung Galaxy S23 અને S23 +ના સ્પેસિફિકેશન્સ
ફીચર્સની વાત કરીએ તો Samsung Galaxy S23 ફોનમા 6.1 ઈંચની FHD+ ડિસ્પ્લે મળે છે. જ્યારે પ્લસ મોડેલમાં 6.6 ઈંચની FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ઉપરાંત આ બંને ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસર પર કામ કરે છે.
આ છે કેમેરા સેટઅપ
ફોટોગ્રાફી માટે બંને ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે. જેની સાથે 10 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા અને 12 મેગાપિક્સલનો ત્રીજો કેમેરા છે. તો સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રંટ સાઈડ બંને મોડેલમાં 12 મેગાપિક્સલનો કેમેરા મળે છે. Samsung Galaxy S23ની બેટરી કેપેસિટી 3,900 mAhની છે. જ્યારે Samsung Galaxy S23 પ્લસ મોડેલની બેટરી 4,700 mAhની છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications