સેમસંગ એ3 અને એ5 સ્માર્ટફોનમાં જલ્દી એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ આવશે.

By: anuj prajapati

સેમસંગ ઘ્વારા ગયા વર્ષે જ ગેલેક્ષી એ3 અને ગેલેક્ષી એ5 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ કરવામાં આવ્યા હતા અને હજુ સુધી આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ આવ્યું નથી. પરંતુ હવે લાગી રહ્યું છે કે આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ બદલાવવા જઈ રહી છે. એટલા માટે જો તમારી પાસે આ સ્માર્ટફોન છે તો તમારા માટે સારા સમાચાર છે.

સેમસંગ એ3 અને એ5 સ્માર્ટફોનમાં જલ્દી એન્ડ્રોઇડ નોગૅટ અપડેટ આવશે.

રિપોર્ટ અનુસાર બે સેમસંગ સ્માર્ટફોન જીએફએક્સ બેંચમાર્કિંગ વેબસાઈટ નવું એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવશે.

હાલમાં મળતી માહિતી મુજબ તમે એવું વિચારી શકો છો કે સેમસંગ સ્માર્ટફોન માટે સોફ્ટવેર ટેસ્ટિંગ કરી રહી છે. કંપની ઘ્વારા તેમની ડિવાઈઝમાં આ અપડેટ ખુબ જ જલ્દી લોન્ચ કરવામાં આવી શકે છે. જેમની પાસે સેમસંગ સ્માર્ટફોન છે તેમના માટે આ ખુબ જ સારા સમાચાર છે. નવી ઓપરેટિંગ અપડેટ સાથે તમને કેટલાક નવા ફીચર પણ મળશે. જે તમારો સ્માર્ટફોન અનુભવ ખુબ જ સારો એવો વધારી શકે છે.

સેમસંગ ઘ્વારા ગેલેક્ષી નોટ 7 બ્લાસ્ટનું કારણ જણાવવામાં આવ્યું.

સેમસંગ ના જુના સ્માર્ટફોનમાં જે પણ સ્પેસ હતી તે એવી જ રહેશે. આ નવા અપડેટ આવવાથી ફરક ખાલી એટલો જ પડશે કે ઓપરેટિંગ સિસ્ટમ સેક્શનમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ બતાવશે.

હવે જો જીએફએક્સ લિસ્ટિંગ ની વાત કરવામાં આવે તો સેમસંગ ગેલેક્ષી એ3 સ્માર્ટફોનમાં 4.7 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે 1280*720 પિક્સલ રિઝોલ્યૂશન સાથે આપવામાં આવ્યો છે. તેની સાથે આ સ્માર્ટફોનમાં 1.5GHz કવાડકોર સેમસંગ એક્સીનોસ 7580 પ્રોસેસર, 1.5 જીબી રેમ, 16 જીબી ઇન્ટરનલ મેમરી અને હવે તેમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ અપડેટ પણ બતાવે છે. પરંતુ આ લિસ્ટિંગમાં બેટરી અથવા તો એક્સપેન્ડેબલ મેમેરી વિશે કઈ પણ જણાવવામાં આવ્યું નથી.

બીજી બાજુ સેમસંગ ગેલેક્ષી એ5 સ્માર્ટફોનમાં 5.2 ઇંચ ફુલ એચડી 1920*1080 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 1.6GHz ઓક્ટાકોર એક્સીનોસ પ્રોસેસર, 3 જીબી રેમ, 16 જીબી ઇન્ટરનલ મેમરી અને હવે એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ લિસ્ટિંગ કરવામાં આવ્યું છે.

જો કેમેરા અને કેનેક્ટિવિટી ઓપશનની વાત કરવામાં આવે તો સેમસંગ ગેલેક્ષી એ3 અને ગેલેક્ષી એ5 સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ ઑટોફોકસ રિયર કેમેરો અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. બીજા કનેક્ટિવિટી ફીચર જેવા કે બ્લ્યુટૂથ, જીપીએસ, એનએફસી અને વાઇફાઇ આપવામાં આવ્યા છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Samsung Galaxy A3 (2016) and A5 (2016) with Android 7.0 Nougat spotted online.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot