Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung ફોન ખોવાઈ જાય તો ચિંતા ન કરો, આ રીતે કરો ટ્રેક
જો તમારો સેમસંગનો સ્માર્ટફોન ખોવાઈ ગયો છે, તો સહજ વાત છે કે તમે ટેન્શનમાં, ચિંતામાં હશો. પરંતુ અમે તમને કહીશું કે આવી સ્થિતિમાં પેનિક થવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે આપને કેટલીક એવી રીત જણાવીશું, જેની મદદથી તમે પોતે જ તમારા ખોવાયેલા સેમસંગ ફોનને ખૂબ સરળતાથી ટ્રેસ કરીને શોધી શકો છો.

આ રીત દ્વારા તમે તમારા ફોનમાં રિંગ વગાડી શકો છો. તમારા ફોનને દૂર બેઠા બેઠા લોક કરી શકો છો. ચાલો જાણીએ કે તમે તમારા ખોવાયેલા સેમસંગ સ્માર્ટફોનમાં આ બધું કેવી રીતે કરી શક્શો, અને ખોવાયેલો ફોન કેવી રીતે શોધી શક્શો.
Find My Mobile દ્વારા શોધો ખોવાયેલો ફોન
Find My Mobile એ સેમસંગનું એક એવું ડિવાઈસ છે, જે તમારા ખોવાયેલા સેમસંગ સ્માર્ટફોનને શોધવા માટે, તેને ટ્રેક કરવા માટે ખાસ ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેનો ઉપયોગ કરીને ખોવાયેલા ડિવાઈસને ટ્રેક કરી શકાય છે. બસ આ માટે તમારા ફોનમાં સેમસંગ અકાઉન્ટ હોવું જરૂરી છે, સાથે જ ઈન્ટરનેટ પણ ઓન હોવું જરૂરી છે.
ખોવાયેલો ફોન શોધવા આ સ્ટેપ્સ ફોલો કરો.
- આ ડિવાઈસનો ઉપયોગ કરવા માટે લેપટોપ પર સેમસંગની ઓફિશિયલ સ્માર્ટથિંગ્સ વેબસાઈટ ઓપન કરો.
- વેબસાઈટ પર એ જ સેમસંગ અકાઉન્ટથી સાઈન અપ કરો, જેનો ઉપયોગ તમે તમારા ખોવાયેલા ફોનમાં લોગ ઈન કરવા માટે કર્યો હતો.
- હવે ડાબી તરફ મેન્યુમાં તમારા ખોવાયેલા ડિવાઈસને સિલેક્ટ કરો.
- વેબસાઈટ તમને સ્ક્રીન પર તમારા ખોવાયેલા સેમસંગ ફોનનું લાસ્ટ લોકેશન બતાવશે.
- જોત મારો ફોન ઓનલાઈન હશે, તો તમે રિયલ ટાઈમમાં ફોનને ટ્રેક કરી શકો છો.
- આ ઉપરાંત ટ્રેક લોકેશન ફીચર એક્ટિવ હશે, તો તમારા ડિવાઈસમાં દર 15 મિનિટે લોકેશન એલર્ટ પણ આવશે.
- આ ઉપરાંત તમારી આ ટ્રેકિંગ હિસ્ટ્રી 7 દિવસ સુધી રેકોર્ડેડ રહે છે.
Galaxy Watch દ્વારા શોધો ખોવાયેલો ફોન
જો તમારી પાસે સેમસંગ ગેલેક્સી વૉચ છે, અને તમારો સેમસંગનો સ્માર્ટફોન ખોવાઈ જાય છે, ચોરી થઈ જાય છે, તો તમે આ વૉચ દ્વારા તમારો ફોન પાછો મેળવી શકો છો.
આ માટે સૌથી પહેલા તમારી ગેલેક્સી વૉચમાં એપ ડ્રોઅર ખોલવા માટે ઉપરની તરફ સ્વાઈપ કરો.
સ્માર્ટ થિંગ્સ એપ શોધો અને તેને ઓપન કરીને બ્લૂ ગ્લાસ વાળા આઈકન પર ક્લિક કરો.
હવે સ્ટાર્ટ બટન પર ટેપ કરો, જેને કારણે તમારો ફોન જ્યાં પણ હશે, ત્યાં જોર જોરથી તેમાં રિંગવાગવા લાગશે.
જો તમે રિંગ નથી સાંભળી શક્તા તો તેનો અર્થ છે કે તમારો ફોન બંધ છે, અથવા તો નજીકમાં નથી.
ધ્યાન રાખો કે, આ વૉચથી તમે ફોન ત્યારે જ શોધી શક્શો, જ્યારે ફોન તમારાથી ઘરમાં કે ઓફિસમાં જ ક્યાંક મુકાઈ ગયો હોય.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications