Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsungનો ફોન ખરીદો છો, તો પહેલા આટલી વાતો ચેક કરી લેજો
જો તમે પણ Samsung લવર છો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી સાબિત થવાનો છે. સેમસંગ ભારતમાં જુદી જુદી રેન્જમાં જુદા જુદા સ્માર્ટફોન લોન્ચ કરતી રહે છે. તમારી જરૂરિયાત પ્રમાણે સેમસંગ પાસે દરેક પ્રકારના મોડેલમાં સ્માર્ટફોન ઉપલબ્ધ છે. પરંતુ Galaxy બ્રાન્ડના ફોન ખરીદતા પહેલા તમારે કેટલીક બાબતો ખાસ જાણી લેવી જોઈએ. સેમસંગ એક મોટી અને જાણીતી કંપની હોવા છતાંય, તેની કેટલીક બાબતો યુઝર્સને ખૂંચતી હોય છે. તો ચાલો, આ આર્ટિકલમાં અમે તમને કેટલીક એ વાતો જણાવીશું, જે તમારે સેમસંગનો ફોન ખરીદતા પહેલા જાણી લેવી જોઈએ.

રિસેલ વેલ્યુ
સેમસંગના પોર્ટફોલિયોમાં દરેક વ્યક્તિ માટે કંઈકને કંઈક હોય છે. તેના મિડ રેન્જ ડિવાઈસમાં સૌથી મોટી બેટરી હોય છે, જ્યારે ફ્લેગશિપ ફોનમાં સૌથી સારા ડિસ્પ્લે, ઝૂમ ઈફેક્ટ અને સારું પર્ફોમન્સ હોય છે. જો કે દરેક ડિવનાઈસની રિસેલ વેલ્યુ સારી જ હોય તે જરૂરી નથી. એપલની સાથે સરખામણી કરીએ તો આઈફોનને રિસેલ કરવા પર સારી વેલ્યુ મળે છે, પરંતુ મોટા ભાગે સેમસંગની સિરીઝના મોંઘા ફોન જ સારી રિસેલ વેલ્યુ ધરાવે છે.
બોક્સમાં ચાર્જર કે કેસ છે કે નહીં તે ચેક કરો
જો તમે સેમસંગનો નવો સ્માર્ટફોન ખરીદો છો, તો ઘણીવાર તમારે નિરાશ થવું પડશે, કારણ કે સેમસંગ પોતાના ફોનની સાથે ચાર્જ નથી આપતું. મોટાભાગની કંપનીઝ હજી પણ બોક્સમાં ચાર્જિંગ એડપ્ટર આપે છે, પરંતુ સેમસંગ પણ એપલના નક્શે કદમ પર ચાલી રહ્યું છે. આના માટે સત્તાવાર કારણ ઈ વેસ્ટ ઓછું કરવાને ગણાવાઈ રહ્યું છે, પરંતુ ચાર્જ ન આપવાથી સેમસંગની કોસ્ટ ઘટી રહી છે.
એટલે જો તમારી પાસે એડપ્ટર નથી તો સેમસંગનો ફોન ખરીદવા પર તમારે નવું એડપ્ટર પણ ખરીદવું પડશે. આ ઉપરાંત ચાઈનીઝ કંપનીઓ મિડ રેન્જથી લઈને બજેટ રેન્જના ફોનમાં ફ્રી કવર પણ આપે છે. જો કે સેમસંગ આ પણ નથી આપતું. જેનો પણ તમારે અલગથી ખર્ચ કરવો પડશે.
ઈન્ટરનેશનલ વોરંટી નથી
સેમસંગ ઈન્ટરનેશનલ વોરંટી નથી આપતી. એટલે કે કોઈ પણ સત્તાવાર સર્વિસિંગ કે રિપેરિંગ માટે તમારે પૈસા ચૂકવવા પડશે. જે લોકો વારંવાર ટ્રાવેલ કરે છે કે પછી બીજા દેશના ડિવાઈસ ખરીદે છે, તેના માટે આ નુક્સાન છે.
સેમસંગનું વન UI
સેમસંગ માર્કેટમાં એન્ડ્રોઈડનું સૌથી સારું વર્ઝન આપતું હોવાની માન્યતા છે. પરંતુ તેની ડિઝાઈન અંગે જુદા જુદા લોકોની જુદી જુદી માન્યતા છે. કેટલાકને આ ડિઝાઈન પસંદ આવે છે, કેટલાકને નથી આવતી. એટલે જો તમે સેમસંગનો ફોન ખરીદી રહ્યા છો, તો આ એક વાત પણ ધ્યાને રાખજો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications