સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ લોન્ચ કરવામાં આવ્યો

By Gizbot Bureau
|

સેમસંગ દ્વારા પહેલાથી જ ફોલ્ડેબલ સ્માર્ટફોન લાઇફ ની અંદર એન્ટ્રી કરી લેવામાં આવી છે પરંતુ સેમસંગ ગેલેક્સી ફૂલ ની અંદર અમુક પ્રશ્નો હતા તેમ છતાં તેણે માર્કેટની અંદર ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું હતું અને હવે કંપની દ્વારા પોતાનો નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન ગેલેક્સી ઝેડ ફ્લિપ લોન્ચ કરવામાં આવ્યો છે.

સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ લોન્ચ કરવામાં આવ્યો

સેમસંગ ગેલેક્સ ઝેડ ફ્લિપ લોન્ચ

સેમસંગ દ્વારા નવા ફોલ્ડેબલ સ્માર્ટફોનને ત્રણ મિનિટની અંદર લોન્ચ કરવામાં આવેલ છે જેની અંદર પર્પલ બ્લેક અને ગોલ્ડ કલર નો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને માત્ર અમુક દેશો ની અંદર જ ઉપલબ્ધ કરવામાં આવશે અને કંપની દ્વારા તેનું અલગથી બ્રાઉન એડિશન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. અને કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રથમ સ્માર્ટફોન હશે કે જેની અંદર પંચ હોલ કેમેરા કટ આઉટ આપવામાં આવશે.

ફિચર્સ

આ સ્માર્ટફોનનો ઉપયોગ અલગ અલગ મોડ ની અંદર પણ કરી શકાય છે. જેની અંદર સંપૂર્ણ બંધ અને સંપૂર્ણ ચાલુ કર ડિસ્પ્લે પણ આપવામાં આવે છે અને આ ફોનને ખોલવાથી તે 6.7 ઇંચ નું ડિસ્પ્લે આપે છે કે જે સામાન્ય સ્માર્ટફોન ની અંદર આપવામાં આવે છે અને તેને ફ્લેક્સ મોડ ની અંદર લેપટોપ ની જેમ પણ વાપરી શકાય છે.

અને જ્યારે આ સ્માર્ટફોનને બંધ રાખવામાં આવે છે ત્યારે કવર ડિસ્પ્લે ની અંદર યુઝર્સને અમુક કી ફન્કશન નો ઉપયોગ કરવાની અનુમતિ આપવામાં આવે છે જેની અંદર સેલ્ફી નોટિફિકેશન્સ ચેક કરવા કોલ રીજેક્ટ કરવા વગેરે જેવા ફીચર્સનો સમાવેશ કરવામાં આવે છે અને જ્યારે આ સ્માર્ટફોનને ખોલવામાં આવે છે ત્યાર પછી તે એક સામાન્ય સ્માર્ટફોન તરીકે વાપરી શકાય છે.

અને જે સેમસંગ દ્વારા ફ્લેક્સ મોડ લોન્ચ કરવામાં આવ્યો છે કે જે ડેસ્કટોપ જેવું પીચર આપે છે તે નવી રીતે ઇન્ટરેક્શન માટે ઉપયોગમાં લેવામાં આવી શકે છે. જેની અંદર યુઝર્સ યુટ્યૂબ ની અંદર વીડિયો જોઈ શકે છે અને તે જ સમયે તેની અંદર કમેન્ટ પણ આપી શકે છે જેની અંદર વિડીયો જે છે તે સ્માર્ટફોનના ઉપરના ભાગની અંદર ચાલશે જ્યારે યુઝર નીચેના ભાગમાં કી બોર્ડ દ્વારા કમેન્ટ આપી શકશે.

સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ, એન્ડ્રોઇડ 10 ચલાવશે અને 256 બી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે 8 જીબી રેમ પેક કરશે. બેટરીની બાજુએ, ત્યાં ઝડપી ચાર્જિંગ અને વાયરલેસ પાવરશેર નેટવર્ક સપોર્ટ સાથે 3,300 એમએએચ ડ્યુઅલ બેટરી છે.

નવા ફોલ્ડેબલ ફોન વિશેની કેટલીક વિગતોમાં 6.7 ઇંચની ડાયનેમિક એમોલેડ ડિસ્પ્લે અને 1.1 ઇંચનું સુપર એમોલેડ કવર ડિસ્પ્લે શામેલ છે. કેમેરા મરા વિગતોમાં ફ્રન્ટ-ફેસિંગ 10 એમપીનો સેલ્ફી કેમેરો શામેલ છે. પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે જેમાં 12 એમપી મુખ્ય લેન્સ અને 12 એમપીનો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરા આપવા માં આવે છે.

ફોલ્ડેબલ સ્માર્ટફોન ની અંદર હિંજ એ એક ખુબ જ અગત્ય નો ભાગ હોઈ છે. અને સેમસંગ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે યુઝર્સ ને ફોલ્ડેડ અને અનફોલ્ડેડ બંને ની અંદર ખુબ જ સારો અનુભવ આપી શકાય તે રીતે હિંજ ને ડિઝાઇન કરવા માં આવી છે. અને કંપની દ્વારા જણાવવા માં આવ્યું હતું કે અલ્ટ્રા થીન ગ્લાસ ને કારણે આ સ્માર્ટફોન ને 200,000 વખત ફોલ્ડ અને અનફૉલ્ડ કરી શકાય છે.

કિંમત અને ઉપલબ્ધતા

સેમસંગ દ્વારા આ સ્માર્ટફોન ની કિમ ની શરૂઆત $1380 થી કરવા માં આવી રહી છે, કે જે અંદાજિત રૂ. 98,500 જેવું થાય છે, આ સ્માર્ટફોન ને ખરીદી માટે 14મી જાન્યુઆરી થી ઉપલબ્ધ કરવા માં આવશે અને તેને લિમિટેડ શિપમેન્ટ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung has already ventured into the foldable smartphone lineup. Although there were a couple of glitches in the Samsung Galaxy Fold, it did pretty well in the market. The company has just unveiled the new Samsung Galaxy Z Flip.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X