Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Samsung Galaxy S25 Ultraથી લઈને OnePlus 13 સુધી, જાણો ક્યારે થશે લોન્ચ શું હશે કિંમત?
Upcoming Smartphones: ભારતીય માર્કેટમાં ટૂંક સમયમાં જ એક પછી એક જબરજસ્ત ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છે. આ સ્માર્ટફોન અંગેની સત્તાવાર માહિતી તો સામે નથી આવી, પરંતુ જુદા જુદા મીડિયા આર્ટિકલ્સમાં તેના વિશેની માહિતી જાહેર થઈ રહી છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે કયા કયા સ્માર્ટફોન ભારતમાં ક્યારે લોન્ચ થવાના છે? તેમની કિંમત શું છે? અને તેમના સ્પેસિફિકેશન્સ શું છે?

Samsung Galaxy S25 Ultra
અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે Samsung Galaxy S25 Ultra ભારતમાં જાન્યુઆરી 2025માં લોન્ચ થઈ સકે છે. કંપની આ ફોન ભારતમાં 1,45,000 રૂપિયામાં લોન્ચ કરી શકે છે. ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.86 ઈંચની ડિસ્પ્લે મળવાની શક્યતા છે. આ ઉપરાંત આ ફોન સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસરથી સજ્જ હશે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં 200 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ સેન્સર અને 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ લેન્સ તેમ જ 10 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા મળી શકે છે.
Xiaomi 15
Xiaomi 15 સ્માર્ટફોન અંગે ચર્ચા છે કે આ ફોન 65,000થી 70,000ની કિંમતમાં મળી શકે છે. લીક ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.36 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે. આ ઉપરાંત આ ફોનમાં સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસર પણ મળી શકે છે. ફોટોગ્રાફી માટે તેમાં 50 મેગાપિક્સલના કેમેરા હશે. આ ફોનમાં 5,400 mAhની બેટરી મળવાની શક્યતા છે.
iQOO 13
iQOO 13 ફોન એમેઝોન પર ઓલરેડી લિસ્ટ થઈ ચૂક્યો છે. આ ફોન 60 હજારથી ઓછી કિંમતમાં અવેલેબલ થવાની શક્યતા છે. ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.82 ઈંચની ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસર 50 મેગાપિક્સલનો કેમેરા અને 6,150 mAhની બેટરી મળી શકે છે.
OnePlus 13
OnePlus 13 ફોન ડિસેમ્બર મહિનામાં લોન્ચ થઈ શકે છે. આ ફોનની કિંમત 70 હજારની અંદર હોવાની શક્યતા છે. આ ફોનમાં 6.82 ઈંચની ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસર, 50 મેગાપિક્સલનો કેમેરા અને 6000 mAhની બેટરી મળી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications