Samsungના આ ફોન પર મળી રહ્યું છે 47 હજારનું ડિસ્કાઉન્ટ, જાણો ઓફર્સ

By Gizbot Bureau
|

સેમસંગ પોતાના યુઝર્સ માટે સમયાંતરે નવા ડિવાઈસ લૉન્ચ કરતું રહે છે. સેસમંગે ચાલુ વર્ઝે પોતાની પ્રીમિયમ સિરીઝના ફોન લોન્ચ કર્યા હતા, જેમાં ત્રણ સ્માર્ટફોન સામેલ હતા. આ લિસ્ટમાં સેમસંગ ગેલેક્સી S23, સેમસંગ ગેલેક્સી S23 + અને સેમસંગ ગેલેક્સી S23 Ultra સામેલ હતા. તમને જણાવી દઈએ કે હાલ એમેઝોન પર સેમસંગ ગેલેક્સી S23 Ultra પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Samsungના આ ફોન પર મળી રહ્યું છે 47 હજારનું ડિસ્કાઉન્ટ, જાણો ઓફર્સ

એમેઝોન પર તમે આ મોટું ડિસ્કાઉન્ટ કેવી રીતે મેળવી શકો છો, તે અમે તમને જણાવીશું. એમેઝોન પર આ ડિવાઈસ હાલ 84,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યું છે. જો કે તેની ઓરિજિનલ કિંમત 1,31,999 રૂપિયા છે. એટલે કે હાલ જો તમે આ ફોન ખરીદશો તો તમને 47,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ચાલો જાણીએ ડિટેઈલ્સ

મળી રહ્યી છે ખાસ ઓફર

એમેઝોન સેમસંગ ગેલેક્સી S23 Ultra પર મોટું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. કંપનીએ આ ફોનને પહલેથી 40 હજાર કરતા વધુના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ કર્યો છે. આ ઉપરાંત આ ફોન પર બેન્ક ઓફર્સ અને અન્ય ડિસ્કાઉન્ટ મળઈ રહ્યા છે. આ ફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટ પર કંપની બેન્ક ઓફર્સ પણ આપી રહી છે. આ ઉપરાંત તમે એક્સચેન્જ ઓફરનો પણ લાભ મેળવી શકો છો. જેમાં તમને 34,500 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મળે છે. આ ડિસ્કાઉન્ટ બાદ સેમસંગ ગેલેક્સી S23 Ultraની કિંમત એકદમ ઘટી જાય છે.

સેમસંગ ગેલેક્સી S23 Ultraના સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી S23 Ultraમાં તમને 6.8 ઈંચની QHD+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે મળે છે જે 120 Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સ્ક્રી 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિગં રેટ ધરાવે છે. આ ફોન ઓક્ટા કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસરથી સજ્જ છે. જે 12 જીબી રેમ અ 1 ટીબી ઈનબિલ્ટ સ્ટોરેજથી સજ્જ છે.

200 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા

સેમસંગના આ ફોનમાં ક્વાડ રિયર કેમેરા યુનિટ છે. જેમાં મુખ્ય કેમેરા 200 મેગાપિક્સલનો છે, જે પ્રાઈમરી વાઈડ સેન્સર છે, જ્યારે 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ અને 10 મેગાપિક્સલના બે ટેલિફોટો લેન્સ આપવામાં આયા છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 12 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.

દમદાર બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ

આ ડિવાઈસમાં 45 w વાયર્ડ અને 15 w વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5000 mAhની બેટરી ધરાવે છે.

Best Mobiles in India

English summary
Samsung galaxy S23 Ultra is cheaper 47000 rupees know offers

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X