સેમસંગ ગેલેક્સી નોટ 10 લાઈટ ના સાચા ફોટોઝ ઇન્ટરનેટ પર લીક થયા

By Gizbot Bureau
|

સેમસંગ ગેલેક્સી નોટ 10 લાઈટ એ આવતા અઠવાડિયે સીઈએસ ની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે અને તેની સાથે સાથે સેમસંગ ગેલેક્સી s10 લાઈટ ને પણ લોન્ચ કરવામાં આવી શકે છે. જેના વિશે પહેલાંથી જ ઘણા બધા લીક ઇન્ટરનેટ પર ફરી રહ્યા છે જેની અંદર તેના સંપૂર્ણ સ્પેસિફિકેશન્સ ની સૂચિ અથવા ઓફિસિયલ લેન્ડર્સ પણ બતાવવામાં આવી રહ્યા છે. પરંતુ સેમસંગ ગેલેક્સી નોટ 10 લાઈટ ના લોંચ ના માત્ર થોડા દિવસો પહેલાં જ તેના રીયલ લાઈફ ફોટોઝ ઇન્ટરનેટ પર લીક થઈ ચૂક્યા છે.

સેમસંગ ગેલેક્સી નોટ 10 લાઈટ ના સાચા ફોટોઝ ઇન્ટરનેટ પર લીક થયા

ઇન્ટરનેટ પર આ સ્માર્ટફોનના ફોટોઝ વાયરલ થઇ રહ્યા છે તેના દ્વારા એ વાતની પુષ્ટી થઇ શકે છે કે સેમસંગ દ્વારા ગેલેક્સી નોટ 10 લાઈટ ને લોન્ચ કરવામાં આવશે અને તેને ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવી શકે છે. અને માત્ર એટલું જ નહીં પરંતુ તેને લઇ અને છેલ્લા અમુક અઠવાડિયાથી જ અફવાઓ ફરી રહી છે કે તેની ડિઝાઇન આવી હશે તેના વિશે પણ પુષ્ટી કરી શકાય છે. આ સ્માર્ટફોનની અંદર બેકલેસ ફ્લેટ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે કે જે સામાન્ય નોટ ની અંદર ડ્યુઅલ ગ્લાસ કર્વ્ડ સ્ક્રિન આપવામાં આવે છે અને તેની અંદર સેન્ટરમાં પંચ હોલ ડિઝાઇનની સાથે સેલ્ફી કેમેરા આપવામાં આવી શકે છે.

અને આ લીક થયેલા ફોટોઝ પરથી એ વાત પણ જાણી શકાય છે કે આ સ્માર્ટફોનની અંદર જેની ઘણા બધા લોકો ચર્ચા કરી રહ્યા છે તે પ્રકારે ખૂબ જ મોટો ચોરસ આકારનો કેમેરા પંપ આપવામાં આવી શકે છે કે જેની અંદર ત્રણ લેન્સ અને એલઈડી ફ્લેશ આપવામાં આવશે. અને કેમકે આ સેમસંગ ગેલેક્સી નોટ સીરીઝનો નવો સ્માર્ટફોન છે તેથી તેની અંદર એસ્પેન પણ આપવામાં આવશે અને તેની પાછળની તરફ ફ્લેગશિપ સ્માર્ટફોન ગેલેક્સી નોટ 10ની જેમ ગ્લાસ પેનલ આપવામાં નહીં આવે પરંતુ તેની બદલે પ્લાસ્ટિક પેનલ આપવામાં આવી શકે છે કે જે સેમસંગ ગેલેક્સી એ સીરીઝ મીડ-રેન્જ સ્માર્ટફોન્સ ની અંદર આપવામાં આવે છે.

આ સ્માર્ટફોનના ફોટોઝ ઇન્ટરનેટ પર લીક થયા છે તેના દ્વારા તે પણ જાણી શકાય છે કે આ સ્માર્ટફોનની ડિસ્પ્લે કેવી હશે અને તેના દ્વારા તે પણ પુષ્ટી કરી શકાય છે કે તેની અંદર સેલ્ફી કેમેરા માટે વચ્ચેની તરફ પંચ હોલ કેમેરા આપવામાં આવશે.

સ્પેસિફિકેશન્સ

જો આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ ની વાત કરવામાં આવે તો તેવું માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનની અંદર 6.7 inch ની ફુલ એચડી પ્લસ એચડીઆર ડિસ્પ્લે આપવામાં આવી શકે છે અને તે એક્સીનોસ 9810 પ્રોસેસર પણ આપવામાં આવી શકે છે કે જે વર્ષ 2018 ના સેમસંગ ગેલેક્સી નોટ 9 ની અંદર આપવામાં આવ્યું હતું અને તેની અંદર 6gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવી શકે છે અને તે સેમસંગની one ui 2.0 ચાલશે કે જે એન્ડ્રોઇડ 10 આધારિત છે.

કેમેરા

જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર-બહાર મેગાપિક્સલનો એફ 1.7 પ્રાઇમરી કેમેરા આપવામાં આવશે તેની સાથે સાથે મેગાપિક્સલ 2.4 નો ટેલિફોટો લેન્સ આપવામાં આવશે અને સાથે સાથે બાર મેગાપિક્સલ એફ 2.2 વાઈડેન્ગલ કેમેરા આપવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. અને કેમકે આ ગેલેક્સી નોટ થ્રી સ્માર્ટફોન છે તેથી તેની અંદર મોટી બેટરી આપવામાં આવશે કે જે અંદાજિત 4500 એમએએચની હશે અને તેની સાથે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવી શકે છે.

કિંમત

એવું માનવામાં આવી રહ્યું છે કે સેમસંગ ગેલેક્સી નોટ લાઈટ ની કિંમત ૪૮ હજારની આસપાસ રાખવામાં આવી શકે છે. આ સ્માર્ટફોન ફ્લેગશિપ ના લાઈટ વેરિયન્ટ ને સૅમસંગ દ્વારા આટલું મોડું શા માટે લોન્ચ કરવામાં આવી રહ્યું છે તે આજકાલ એક ચર્ચાનો વિષય બની ચૂક્યું છે. પહેલાથી જ ઇન્ટરનેટ પર સેમસંગ ગેલેક્સી એસ ઇલેવન વિશે ઘણા બધા લીક થયેલા ફોટોઝ અને વિડિયોઝ ફરી રહ્યા છે કે જેને આવતા મહિને ફેબ્રુઆરીમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન 865 5જી ની સાથે લોન્ચ કરવામાં આવી રહ્યો છે.

જોકે આ સ્માર્ટફોન વિશે બધી જ માહિતી હજુ સુધી અફવાઓ ના આધારે ફરી રહી છે જેના વિશે સેમસંગ દ્વારા કોઈપણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી જેથી આ સ્માર્ટફોન ચોક્કસ સ્પેસિફિકેશન્સ અને તેની ચોક્કસ કિંમત સેમસંગ દ્વારા જ જણાવી શકાશે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy Note 10 Light League Images Reveal Square Camera Bump Design.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X