Samsungના આ 5G ફોન પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો કિંમત-ફીચર્સ

By Gizbot Bureau
|

ફેસ્ટિવ સેલ અંતર્ગત ઈ કોમર્સ સાઈટ્સ પર જુદા જુદા સ્માર્ટ ફોન ઘણી ઓછી કિંમતે મળી રહ્યા છે. ભારે ડિસ્કાઉન્ટને કારણે આ સ્માર્ટફોનની કિંમત ઘટી છે. જો તમે પણ નવો સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારા માટે ગૂડ ન્યુઝ છે. આજે અમે આ આર્ટિકલમાં સેમસંગ Galaxy F34 5G સ્માર્ટફોન પર મળી રહેલા જબરજસ્ત ડિસ્કાઉન્ટ અંગે જણાવીશું. આ ડિસ્કાઉન્ટ બાદ તમે આ 5જી સ્માર્ટફોનને ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શક્શો. તો ચાલો, જાણીએ કે આ ફોન પર કઈ કઈ ઓફર્સ મળી રહી છે, અને આ ફોનની ખાસિયત શું છે.

Samsungના આ 5G ફોન પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો કિંમત-ફીચર્

Galaxy F34 5G પર મળતી ઓફર્સ

Galaxy F34 5G ફોન કંપનીએ ઈલેક્ટ્રિક બ્લેક અને મિસ્ટિક ગ્રીન એમ બે કલર ઓપ્શનમાં લોન્ચ કર્યો છે. આ ફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 18,999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 20,999 રૂપિયા છે. પરંતુ હાલ આ ફોન પર ઈન્ટ્રોડક્ટરી ઓફર મળી રહી છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકો Galaxy F34 5Gનું 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટ માત્ર 16,999 રૂપિયામાં ખરીદી શકે છે. જ્યારે આ ફોનનું 8 જીબી રેમ અને 128 જીબી વેરિયંટ માત્ર 18,999 રૂપિયામાં ખરીદી શકે છે.

પરંતુ અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે આ ડિસ્કાઉન્ટ માત્ર ગણતરીના બેન્ક કાર્ડ્ઝ પર જ ઉપલબ્ધ છે. એટલે કે જો તમે સિલેક્ટેડ બેન્કના કાર્ડથી આ ફોન ખરીદશો, તો જ તમને આ ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ જો ગ્રાહકો ICICI અથા તો HDFC બેન્કના કાર્ડ દ્વારા NON EMI દ્વારા ખરીદી કરશો, તો જ આ ઓફરનો લાભ મળશે. આ ઉપરાંત કંપની 9 મહિનાના નો કોસ્ટ ઈએમઆઈનો પણ ઓપ્શન આપી રહી છે. સૌથી ખાસ વાત એ છે કે આ ફોન પર એક્સચેન્જ ઓફરનો લાભ પણ મળી રહ્યો છે. જે અંતર્ગત ગ્રાહકો વધુમાં વધુ 20,250 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મેળવી શકે છે. પરંતુ, આ એક્સચેન્જની રકમ કેટલી હશે, તે તમારા જૂના ફોનની કંડીશન પર આધાર રાખે છે.

Samsung Galaxy F34 5Gના ફીચર્સ

સેમસંગના આ ફોનમાં 6.5 ઈંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ઉપરાંત આ ફોન એક્ઝીનોસ 1280 પ્રોસેસરથી સજ્જ છે. સ્ટોરેજની વાત કરીએ તો તેમાં 8 જીબી રેમ અ 128 જીબી સ્ટોરેજ કેપેસિટી છે. જેને યુઝર્સ માઈક્રોએસડી કાર્ડની મદદથી 1 ટીબી સુધી વધારી પણ શકે છે.

ફોટોગ્રાફી માટે આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેન્સર પણ આપવામાં આવ્યું છે. જેનું પહેલું સેન્સર 50 મેગાપિક્સલનું છે, જે OIS ટેક્નોલોજીથી સજ્જ છે. જ્યારે બીજો કેમેરા 8 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 13 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ડિવાઈસને પાવર આપવા માટે તેમાં 6000 mAhની બેટરી મળે છે.

Best Mobiles in India

English summary
Samsung Galaxy F34 5G phone is available on heavy discount know offers

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X