સેમસંગ ગેલેક્સી એ 7 (2018), ગેલેક્સી જે 6 પ્લસ, ગેલેક્સી જે 8, ગેલેક્સી જે 4 પ્લસ ની કિંમત માં ઘટાડો થયો

|

કેમ કે અત્યારે ઇન્ડિયા ની અંદર તહેવારો ની સીઝન ચાલી રહી છે તો બધી જ બ્રાન્ડ આ સમયે કોઈ ને કોઈ ઓફર સાથે આવી રહ્યું છે. અને બીજી બધી બ્રાન્ડ્સ ની જેમ સેમસંગે પણ પોતાના સ્માર્ટફોન ની કિંમત થોડા સમય માટે ઘટાડી નાખી હોઈ તેવું લાગે છે. જો કે સેમ્સનગ દ્વારા ઓફિશિયલી આ પ્રાઈઝ કટ વિષે કોઈ જ માહિતી આપવા માં નથી આવી. આ વિગતો મુંબઈ સ્થતિ મહેશ ટેલિકોમ દ્વારા બહાર પાડવા માં આવી છે.

સેમસંગ ગેલેક્સી એ 7 (2018), ગેલેક્સી જે 6 પ્લસ, ગેલેક્સી જે 8

ટ્વિટ માં જણાવ્યા અનુસાર સેમસંગ ના ઘણા બધા ડિવાઇસીસ કે જેમાં ગેલેક્સી એ 7 (2018), ગેલેક્સી જે 8, ગેલેક્સી જે 6 પ્લસ અને ગેલેક્સી જે 4 પ્લસ નો પણ સમાવેશ થઇ જાય છે તે ડિસ્કાઉન્ટેડ કિંમત પર ઉપલબ્ધ છે. અને તેમાં વધુ માં જણાવ્યું હતું કે આ પ્રાઈઝ કટ ઓક્ટોબર 31 થી 15 નવેમ્બર સુધી ચાલશે. અને તેવું પણ કહેવા માં આવ્યું હતું કે આ બધા જ ટેમ્પરરી પ્રાઈઝ કટ છે અને 15 નવેમ્બર પછી તેની કિંમત પહેલા જેટલી જ થઇ જશે.

સેમસંગ ગેલેક્સી એ 7, એ 8, જે 6 પ્લસ અને જે 4 પ્લસ ની ડિસ્કાઉન્ટેડ કિંમત

જયારે ડિસ્કાઉન્ટેડ કિંમત ની વાત કરવા માં આવે છે ત્યારે ગેલેક્સી એ 7 (2018) 128 જીબી વેરિયન્ટ કે જેની કિંમત લોન્ચ વખતે 28,990 રાખવા માં આવી હતી. તે તમને 26,990 ની કિંમત પર મળી શકે છે. અને તેનું 64જીબી વેરિયન્ટ 22,990 ની કિંમત પર ઉપલબ્ધ છે, અને ગેલેક્સી J8 આ વર્ષ ની શરૂઆત માં રૂ. 18,990 ની કિંમત પર લોન્ચ કરવા માં આવ્યો હતો. અને પ્રાઈઝ કટ બાદ તેની કિંમત રૂ. 16,990 રાખવા માં આવી છે.

ગેલેક્સી જે 6 પ્લસ કે જેને ગયા મહિને જ લોન્ચ કરવા માં આવેલ છે તેની કિંમત રૂ. 15,990 રાખવા માં આવી હતી અને પ્રાઈઝ કટ બાદ ઓફલાઈન સ્ટોરીઝ ની અંદર તેની કિંમત રૂ. 14,990 રાખવા માં આવેલ છે. અને ગેલેક્સી જે 4 પ્લસ ને ગેલેક્સી જે 6 પ્લસ ની સાથે જ રૂ. 10,990 માં લોન્ચ કરવા માં આવ્યો હતો અને અટાયરે તેની કિંમત 9,990 રાખવા માં આવી છે. અને આ ચોક્સ સમય માટે ના પ્રાઈઝ કટ ની સાથે સાથે સેમસંગ વન અમુક ગેલેક્સી ડિવાઇસીસ પર વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ પણ કરી આપે છે.

અને જો સેમસંગ ની આ ચાલ વિષે વાત કરીયે તો આવી સારી ઓફર્સ આપી અને સેમસંગ મીડ રેન્જ અને બજેટ સ્માર્ટફોન ની અંદર ચાઈનીઝ કંપનીઓ ને હરાવવા માંગતી હોઈ તેવું લાગી રહ્યું છે. જોકે સેમસંગ ની જે સિરીઝ કરતા મોટોરોલા, ઝિયાઓમી અને એચએમડી ગ્લોબલ ના બજેટ સ્માર્ટફોન ખુબ જ સારા ફીચર્સ આપે છે.

પરંતુ ગેલેક્સી એ 7 (2018) ટ્રિપલ કેમેરા સાથે જ આપવા માં આવે છે તે આ કેટેગરી ની અંદર એક અલગ પ્રકાર ની અરેન્જમેન્ટ છે અને આ સેગ્મેન્ટ ની અંદર તેવા બીજા ખુબ જ ઓછા સ્માર્ટફોન છે. તેની અંદર 4 એમપી પ્રાઇમરી સેન્સર, એક 120 એમપી ક્ષેત્રના દૃશ્ય અને 5 એમપી લાઇવ ફોકસ સેન્સર સાથે 8 એમપી અલ્ટ્રા વાઇડ એન્ગલ સેન્સર આપવા માં આવે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Samsung appears to have announced a temporary price cut on an array of smartphones. Select Samsung smartphones including Galaxy A7 (2018), Galaxy J8, Galaxy J6 Plus and Galaxy J4 Plus are available at discounted prices from October 31 to November 15.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X