Samsung Galaxy A35 5G, Galaxy A 55 5Gની આટલી હશે કિંમત, જાણો ફીચર્સ

By Roith
|

સેમસંગે ભારતમાં બે નવા મિડ રેન્જ સ્માર્ટફોન Samsung Galaxy A35 5G અને Galaxy A 55 5Gની કિંમતો અંગે જાહેરાત કરી છે. આ બંને સ્માર્ટફોનની કિંમત કંપનીની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવી છે. આ પહેલા સેમસંગે પોતાના બંને સ્માર્ટફોનના ફીચર્સ અને ડિઝાઈન વિશે માહિતી જાહેર કરી હતી.

Samsung કંપનીએ Samsung Galaxy A35 5G સ્માર્ટફોનના બે વેરિયંટ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ અને 8 જીબી રેમ, 256 જીબી સ્ટોરેજ લોન્ચ કર્યા છે. જ્યારે Samsung Galaxy A55 5G ફોન 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ, 256 જીબી સ્ટોરેજ તેમજ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ એમ ત્રણ જુદા જુદા વેરિયંટમાં લોન્ચ કરવામાં આવશે.

Samsung Galaxy A35 5G, Galaxy A 55 5Gની આટલી હશે કિંમત, જાણો ફીચર્સ

Samsung Galaxy A35 5G, Galaxy A 55 5G ફોનની કિંમતો

· Galaxy A35 5G : 8GB + 128GB - 30,999 રૂપિયા

· Galaxy A35 5G : 8GB + 256GB - 33,999 રૂપિયા

· Galaxy A55-5G : 8GB + 128GB - 39,999 રૂપિયા

· Galaxy A55-5G : 8GB + 256GB - 42,999 રૂપિયા

· Galaxy A55-5G : 12GB + 256GB - 45,999 રૂપિયા

Samsung Galaxy A35 5G અને Galaxy A55-5G સ્માર્ટફોન કંપનીની વેબસાઈટ, ઓનલાઈન સ્ટોર સેમસંગ શોપ અને ઓફલાઈન સ્ટોર ઉપરાંત અન્ય રિટેઈલ સ્ટોર્સમાંથી પણ ખરીદી શકાય છે.

સેમસંગ આ બંને સ્માર્ટફોન પર HDFC, OneCard, IDFC First Bankના કાર્ડ પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 6 મહિનાની નો કોસ્ટ ઈએમઆઈ ઓફર કરે છે. સાથે જ સેમસંગ ફાઈનાન્સ પ્લસ અને NBFC પાર્ટનર્સ સાથે Galaxy A55 5G સ્માર્ટફોન 1792 રૂપિયા પ્રતિ માસ અને Galaxy A35ને 1723 રૂપિયા પ્રતિ મહિનાની કિંમતે ખરીદી શકાય છે.

Samsung Galaxy A35 5Gના ફીચર્સ

સેમસંગના આ ફોનમાં 6.6 ઈંચની FHD+ 1080 * 2340 પિક્સલ રિઝોલ્યુશન મળે છે. આ ઉપરાંત આ ફોનમાં સેમસંગનું Exynos 1380 ચિપસેટ આપવામાં આવ્યો છે. આ ફોનમાં 8 જીબી રેમ અને 256 જીબી સુધીનું સ્ટોરેજ મળે છે. Samsung Galaxy A35 5G એન્ડ્રોઈડ 14 પર આધારિત Samsung One UI 6.1 પર કામ કરે છે. આ ફોનમાં 5000 mAhની બેટરી અને 25Wનું ફાસ્ટ ચાર્જિંગ મળે છે.

આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે આ ફોનમાં પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે, જ્યારે 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ અને 5 મેગાપિક્સલનો મેક્રો કેમેરા મળે છે. સાથે જ તેમાં 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળે છે.

Samsung Galaxy A55-5G ના ફીચર્સ

સેમસંગના આ ફોનમાં 6.6 ઈંચની FHD+ ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યુશન 1080*2340 પિક્સલ છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. આ ફોન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્લસ પ્રોટેક્શન મળે છે. આ ફોનમાં Exynos 1480 ચિપસેટ પણ મળે છે , જે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજને સપોર્ટ કરે છે. આ ઉપરાંત આ ફોનમાં microSD કાર્ડ સ્લોટ પણ છે.

સેમસંગનો આ ફોન એન્ડ્રોઈડ 14 પર આધારિત Samsung One UI 6.1 પર કામ કરે છે. આ ફોનમાં 5000 mAhની બેટરી મળે છે, જે 25Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા છે, જેની સાથે 12 મેગાપિક્સલનો અલ્ટ્રવાઈડ એન્ગલ કેમેરા અને 5 મેગાપિક્સલનો મેક્રો સેન્સર કેમેરા છે. આ ફોનમાં ફ્રંટ સાઈડ 32 મેગાપિક્સલનો કેમેરા મળે છે, જેનાથી શાનદાર સેલ્ફી લઈ શકાય છે.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A35 5G and A55 5G price and features

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X