આપણે આ વાતને નકારી નહીં શકીએ કે આપણે સ્માર્ટફોનની લત લાગી ચુકી છે. આપણે આપણા સ્માર્ટફોન પાછળ ઘણો ખર્ચો પણ કરીએ છે. આપણે ઘણો સમય મોબાઈલ એપ ડાઉનલોડ કરવામાં અને ગેમ રમવા પાછળ પણ વ્યય કરીએ છે. આપણે હંમેશા સ્માર્ટફોનની બેટરી લાઈફ વધારવા અને તેની સ્ટોરેજ કેપેસીટી વધારવા માંગીએ છે.

આપણે સ્માર્ટફોન પાછળ અલગ અલગ કારણસર ઘણો સમય પસાર કરીએ છે. જયારે સ્માર્ટફોન અપડેટ કરવાની વાત આવે છે ત્યારે ઘણા લોકો ટેક્નોલોજી અને ફીચર વિશે વધારે ધ્યાન આપે છે.
આ સેમસંગ સ્માર્ટફોન વર્ષ 2017 માં લોન્ચ થઇ શકે છે.
આપણે વર્ષ 2017 માં કયા કયા નવા સ્માર્ટફોન લોન્ચ થશે તેની રાહ જોવા માટે પણ ખુબ જ આતુર છે. વર્ષ 2017 માં જે નવા લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ થશે તેના ફીચર વિશે અને તેની કિંમત વિશે પણ આપણે ઘણી આશા રહેલી હોય છે.

હાલમાં મળતી માહિતી મુજબ લેનોવો ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલો સ્માર્ટફોન લેનોવો ઝુક એજ ઘણો જ ચર્ચામાં છે. લેટેસ્ટ માહિતી મુજબ આ સ્માર્ટફોન ખાલી ચાઈનામાં લોન્ચ થયો છે. પરંતુ તેના ગ્લોબલ સેલિંગ વિશે હજુ સુધી કોઈ જ માહિતી આપવામાં આવી નથી.
ડેડ્રીમ: ગૂગલ વર્ચુઅલ રિયાલિટી વિશે જાણો અહીં
જો આ સ્માર્ટફોન ફીચર ની વાત કરવામાં આવે તો લેનોવો ઝુક એજ સ્માર્ટફોનમાં 2.35 GHz ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 821 તેની સાથે 5.5 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે આપવામાં આવ્યો છે.
આ ડિવાઈઝ માં યુએસબી ટાઈપ પોર્ટ અને અંડર ગ્લાસ યુ-ટચ ફિંગરપ્રિન્ટ સેન્સર જે ખાલી 0.09 સેકન્ડ માં સ્માર્ટફોન અનલોક કરી શકે છે. તેની સાથે જ આ સ્માર્ટફોનમાં ઇનબિલ્ટ ઓક્સિજન હાર્ટ રેટ સેન્સર અને યુવી લાઈટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.
રિપોર્ટ અનુસાર લેનોવો ઝુક એજ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ ડિવાઈઝ છે, જે એન્ડ્રોઇડ 7.0 નોગૅટ પર કામ કરે છે.
લેનોવો ઝુક એજ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 64 જીબી અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.
લેનોવો ઝુક એજ સ્માર્ટફોનમાં ઇન્ડિયન LTE બેન્ડ ઘ્વારા 4G LTE સપોર્ટ, બ્લ્યુટૂથ 4.1, 3100 mAH બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં બીજા સેન્સર જેવા કે અકસીલેરોમીટર, અમ્બીએન્ટ લાઈટ સેન્સર, ગયરોસકોપ, મેગ્નેટોમીટર પણ આપવામાં આવ્યા છે.
લેનોવો ઝુક એજ સ્માર્ટફોન જે 4 જીબી વેરિયંટમાં આવ્યો છે, તેની કિંમત 22,550 છે. જયારે 6 જીબી રેમ ધરાવતા સ્માર્ટફોનની કિંમત 24,500 રાખવામાં આવી છે.
ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
Gizbot - Get breaking news alerts. Subscribe to Gujarati Gizbot.