વનપ્લસ તેમના લેટેસ્ટ વનપ્લસ 3 અને વનપ્લસ 3ટી સ્માર્ટફોન સફળ થયા પછી તેમના આવનારા સ્માર્ટફોન વનપ્લસ 5 પાછળ લાગી ગયા છે. વનપ્લસ 5 સ્માર્ટફોન માટે ઈન્ટરનેટ પર જે માહિતી ફરી રહી છે તે જો સાચી જોય તો સેમસંગ ગેલેક્ષી એસ8 અને એલજી જી6 સ્માર્ટફોન માટે મોટો પ્રતિસ્પર્ધી બની શકે છે.
વનપ્લસ તેમના વનપ્લસ 3ટી સ્માર્ટફોન પછી સીધો વનપ્લસ 5 તરફ જમ્પ કર્યો છે કારણકે તેઓ 4 નંબરને શુભ માનતા નથી. આજે અમે વનપ્લસ 5 સ્માર્ટફોનમાં આપવામાં આવી રહેલા ફીચર વિશે ચર્ચા કરશુ.
બેઝલ લેસ ડિઝાઇન
હાલમાં મળતા રિપોર્ટ અનુસાર વનપ્લસ ઘ્વારા તેમના સ્માર્ટફોનમાં બેઝલ હટાવી દેવામાં આવી છે. તેનો લૂક ગેલેક્ષી એસ8 અને એલજી જી6 સ્માર્ટફોન જેવો છે. કંપની તેમના ફ્રન્ટમાં આવેલા હોમ બટનને હટાવી રહ્યું છે. તેઓ પાછળ તરફ ફિંગરપ્રિન્ટ સ્કેનર લગાવી રહ્યા છે. વનપ્લસ 5 સ્માર્ટફોનમાં 5.5 ઇંચ ડિસ્પ્લે આપવામાં આવશે.
8 જીબી રેમ
હાલમાં લીક થયેલી માહિતી અનુસાર વનપ્લસ 5 સ્માર્ટફોનમાં 8 જીબી રેમ આપવામાં આવી છે. જયારે વનપ્લસ 3ટી સ્માર્ટફોનમાં 6 જીબી રેમ આપવામાં આવી હતી. સ્માર્ટફોનમાં 8 જીબી રેમ ચોક્કસ સ્માર્ટફોન સ્પીડ બુસ્ટ કરવાનું કામ કરશે.
શ્યોમી મી 6 ટીઝર ટિપ્સ, ડ્યુઅલ કેમેરા સેટઅપ
ડ્યુઅલ કેમેરા સેટઅપ
ડ્યુઅલ કેમેરા સેટઅપ હાલમાં ટ્રેન્ડ બની ચૂક્યું છે. વનપ્લસ 5 સ્માર્ટફોનમાં પણ ડ્યુઅલ કેમેરા સેટઅપ જોવા મળશે. લીક થયેલી માહિતી અનુસાર સ્માર્ટફોનમાં 23 મેગાપિક્સલ રિયર કેમેરા અને 16 મેગાપિક્સલ ફ્ર્ન્ટ કેમેરો આપવામાં આવશે.
બેટરી લાઈફ
વનપ્લસ 5 સ્માર્ટફોન લાંબી બેટરી લાઈફ 3500mAh થી 4000mAh બેટરી લાઈફ સાથે આવશે. હાલમાં આવેલી સ્નેપડ્રેગન 835 ચિપસેટ બેટરી એફીસીયંસી માટે ઓળખાય છે.
કિંમત
હવે સ્માર્ટફોનમાં સૌથી અગત્યની વાત છે તે સ્માર્ટફોનની કિંમત છે. આ સ્માર્ટફોનની કિંમત $350 થી $500 વચ્ચે રાખવામાં આવશે.
Gizbot - Get breaking news alerts. Subscribe to Gujarati Gizbot.