Redmi K50i: જાણો નવા લોન્ચ થયેલા ફોનમાં શું છે ખાસ વાત?

By Gizbot Bureau
|

Redmi K50i ભારતમાં લોન્ચ થઈ ચૂક્યો છે. ભારતીય માર્કેટમાં આ ફોનની કિંમત રૂપિયા 25,999 રાખવામાં આવી છે. આ બેઝ મોડેલમાં 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તો ટોપ મોડેલમાં 8જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ છે, જેની કિંમત રૂપિયા 28,999 રાખવામાં આવી છે.

Redmi K50i: જાણો નવા લોન્ચ થયેલા ફોનમાં શું છે ખાસ વાત?

તો Redmi K50iમાં MediaTek Dimensity 8100 ચીપસેટ અપાઈ છે. આ ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવી છે. તો 144Hz રિફ્રેશ રેટ સપોર્ટ ડિસ્પ્લે મૂકવામાં આવી છે. આ ફોનની સાથે કંપનીએ Redmi Buds3 TWS ઈયરફોન્સ પણ લોન્ચ કર્યા છે.

Redmi K50iની કિંમત છે આટલી

Redmi K50i 5જીની કિંમત ભારતમાં રૂપિયા 25,999 રાખવામાં આવી છે. આ કિંમત ફોનના 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની છે. જ્યારે ફોનનું બીજું વેરિયંટ 8જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજવાળું છે. જેની કિંમત કંપનીએ રૂપિયા 28,999 રાખવામાં આવી છે.

કંપનીએ આ સ્માર્ટફોનને ક્વિક સિલ્વર, ફેન્ટમ બ્લૂ અને સ્ટેલ્થ બ્લેક કલર ઓપ્શનમાં લોન્ચ કર્યો છે. એમેઝોન પર 23 જુલાઈએ શરૂ થનારા પ્રાઈમ ડે સેલમાં બપોરે 12 વાગ્યાથી આ ફોન ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ ફોન એમેઝોનની સાથે Mi.com, Mi Home Stores, Croma સહિત બીજા રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે.

જો તમે નવો સ્માર્ટ ફોન ખરીદી રહ્યા છો, તો આ ફોન તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જો તમે Redmi K50i ICICI બેન્કના કાર્ડ અથવા EMIથી ખરીદશો તો તમને 3000 રૂપિયાનું ઈન્સટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ઉપરાંત તમે પોતાનો જૂનો ફોન એક્સચેન્જમાં આપીને વધારાનું રૂપિયા 2,500 એક્સચેન્જ બોનસ મળી શકે છે. ઓફલાઈન કસ્ટમર્સ બેન્ક ઓફરના બદલે ફોનની સાથે Mi Smart Speaker ખરીદી શકે છે.

Redmi K50iના સ્પેસિફિકેશન્સ

Redmi K50i એન્ડ્રોઈડ બેઝ્ડ MIUI 13 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. રેડમીના નવા ફોનમાં 6.6 ઈંચની Full-HD+LCD સ્ક્રીન મૂકવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 144Hz સુધીનો છે. સાથે જ આ ફોનમાં 270Hz ટચ સેમ્પલિંગ રેટ આપવામાં આવ્યો છે. આ ફોનમાં કંપનીએ HDR10, Dobly Visionનો સપોર્ટ મૂક્યો છે.

Redmi K50i મીડિયાટેક ડાયમેન્સિટી 8100 પ્રોસેસર પર કામ કરે છે. જેમાં 8જીબી LPDDR5 રેમ છે. તો થર્મલ મેનેજમેન્ટ માટે ફોનમાં Liquid Cooling 2.0 ટેક્નોલોજી પણ આપવામાં આવી છે.

ફોટોગ્રાફી માટે આ સ્માર્ટ ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે. જેમાં પ્રાઈમરી કેમેરા 64 મેગાપિક્સલનો છે, જે Samsung ISOCELL GW1 સેન્સર 6પી લેન્સ સાથે આવે છે. આ ઉપરાંત ફોનમાં 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ લેન્સ અ 2 મેકાપિક્સલ મેક્રો શૂટર લેન્સ ઉપલબ્ધ છે. તો ફ્રંટ સાઈડમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલ કેમેરા મૂકવામાં આવ્યો છે.

બેટરીની વાત કરીએ તો ફોનમાં 5,080 mAhની બેટરી મળશે જે 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તો કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth v5.3, GPS/A-GPS, USB Type-c અને 3.4 mm હેડફોન જેક મળશે.

Best Mobiles in India

Read more about:
English summary
Redmi K50i Launched In India With Dimensity 8100 Chip: Price, Features, Sale

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X