50 MP કેમેરા, 5000 mAh બેટરીવાળા ફોનની કિંમતમાં 10 હજાર કરતા પણ ઓછી

By Gizbot Bureau
|

ઓછા બજેટમાં 5જી સ્માર્ટફોન મળવો મુશ્કેલ છે. એમાંય જો 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં તમારે 5જી સ્માર્ટફોન લેવો હોય તો પછી ચીલાચાલુ બ્રાન્ડ તરફ નજર દોડાવવી પડે છે. પણ આ વાત ધ્યાનથી વાંચજો. 10 હજાર રૂપિયા કરતા પણ ઓછી કિંમતમાં તમે જાણીતી અને સારી બ્રાન્ડનો 5જી સ્માર્ટફોન ખરીદી શકો છો. આના માટે બસ નીચે જણાવેલી ઓફર એકવાર વાંચી લો.

આ રીતે ઘટી જશે કિંમત

50 MP કેમેરા, 5000 mAh બેટરીવાળા ફોનની કિંમતમાં 10 હજાર કરતા પણ ઓછી

જી હાં, તમે 10 હજાર રૂપિયા કરતા ઓછી કિંમતમાં Redmi 12 5G સ્માર્ટફોન ખરીદી શકો છો. Redmi 12 5G ફોન તમે ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેઝોન પરથી ઓર્ડર કરી શકો છો. રેડમીના આ ફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત આમ તો 11,999 રૂપિયા છે. પરંતુ જો તમે બેન્ક ઓફરનો લાભ લેશો તો આ ફોન માત્ર 9,999 રૂપિયામાં ખરીદી શકો છો.

કેવી રીતે મળશે ડિસ્કાઉન્ટ

Redmi 12 5G ફોન પર તમને 1250 રૂપિયાની કૂપન ડિસ્કાઉન્ટ મળશે. આ કૂપન ડિસ્કાઉન્ટનો લાભ લીધા બાદ યુઝર બેન્ક ઓફરનો લાભ લઈ શકે છે. HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર તમને 750 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. જો તમે કૂપન ડિસ્કાઉન્ટ અને બેન્ક ડિસ્કાઉન્ટ બંનેનો લાભ લો છો, તો આ ફોનની કિંમત 10 હજાર રૂપિયા કરતા ઓછી થઈ જશે.

ફોનના ફીચર્સ

પ્રોસેસરની વાત કરીએ તો Redmi 12 5G ફોનમાં સ્નેપડ્રેગન 5 જેન 2 પ્રોસેસર મળે છે. જ્યારે આ ફોનમાં 6.71 ઈંચની FHD+ ડિસ્પ્લે મળે છે. આ ફોન 4 જીબી રેમ, 6 જીબી રેમ અને 8 જીબી રેમ એમ ત્રણ રેમ વેરિયંટ 128 જીબી અને 256 જીબી એમ બે સ્ટોરેજ વેરિયંટમાં અવેલેબલ છે. આ ફોનના કેમેરામાં 50 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા મળે છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.

સાથે જ રેડમી 12 5જી સ્માર્ટફોનમાં 5000 mAhની બેટરી મળે છે, જે 22.5 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Best Mobiles in India

English summary
Redmi 12 5G phone buy under 10000 with discount

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X