Just In
- 537 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 538 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 539 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 540 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Realme P1 Pro 5Gનું વેચાણ આજથી શરૂ, જાણો કેટલો સસ્તામાં મળશે સ્માર્ટફોન
Realme પોતાના ગ્રાહકો માટે તાજેતરમાં જ નવા સ્માર્ટફોન લઈને આવ્યું છે. કંપનીએ હજી કેટલાક દિવસો પહેલા જ Realme P1 Series લોન્ચ કરી છે. આ સિરીઝમાં કંપનીએ Realme P1 5G અને Realme P1 Pro 5G ફોન લોન્ચ કર્યા છે.
જો કે આમાંથી Realme P1 5Gનું વેચાણ તો 22 એપ્રિલ 2024થી જ શરૂ થઈ ચૂક્યુ છે. જો કે પ્રો મોડેલને આ દિવસે રેડ લિમિટેડ સેલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ હવે આજથી Realme P1 Pro 5G ફોનની પહેલી સેલ શરૂ થઈ ચૂકી છે. આજથી તમે આ ફોન ખરીદી શક્શો, ઓર્ડર કરી શક્શો.

બે કલર વેરિયંટમાં અવેલેબલ
જો તમે પણ માત્ર 20 હજાર રૂપિયાના બજેટમાં એક નવો સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો Realme P1 Pro 5G તમારા માટે એક સારો ઓપ્શન બની શકે છે. આ ફોનને તમે ફીનિક્સ રેડ અને પેરોટ બ્લૂ એમ બે કલર વેરિયંટમાં ખરીદી શકો છો.
આટલી છે ફોનની કિંમત
Realme P1 Pro 5G ફોનને કંપનીએ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ તેમજ 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ એમ બે જુદા જુદા વેરિયંટમાં લોન્ચ કર્યો છે. જેમાંથી 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિયંટની કિંમત 21,999 રૂપિયા છે, જ્યારે 256 જીબી વેરિયંટની કિંમત 22,999 રૂપિયા છે.
પહેલા સેલમાં મળશે ડિસ્કાઉન્ટ
જો કે આજે જે પહેલી સેલ લાઈવ થઈ ચૂકી છે, તેમાં આ ફોનને તમે ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. બંને વેરિયંટ પર કંપની 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જે બાદ 128 જીબી વેરિયંટ 19,999 રૂપિયામાં અને 256 જીબી વેરિયંટ માત્ર 20,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
જાણો ફોનના સ્પેસિફિકેશન્સ
Realme P1 Pro 5G ફોનમાં સ્નેપડ્રેગન 6 Gen 1 ચિપસેટ, 4nm પ્રોસેસર, 2.2 Ghz સીપીયુ અને એડ્રેનો 710 જીપીયુ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 6.7 ઈંચની 120 હર્ટ્ઝ કર્વ્ડ વિઝન ડિસ્પ્લે મળે છે, જે 2412*1080 પિક્સલ FHD+ રિઝોલ્યુશન અને 120 હર્ટ્ઝ સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ફોનમાં 8 જીબી રેમની સાથે 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ કેપેસિટી છે.
ફાસ્ટ ચાર્જિંગ કેપેસિટી
કેમેરા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો રિયલમીનો આ ફોન 50 મેગાપિક્સલના Sony LYT-600 OIS Camera, 8MP Ultra-Wide Camera અને 16MP Selfie Cameraથી સજ્જ છે. જ્યારે આ ફોનમાં 5000 mAhની બેટરી અને 45 Wનું SUPERVOOC ચાર્જિંગ મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications