Realme GT 6 Vs Realme GT 6T તમારા માટે કયો ફોન છે બેસ્ટ? ચાલો સમજીએ

By Gizbot Bureau
|

Realmeએ ભારતમાં GT સિરીઝમાં એક નવો ફોન Realme GT 6 લોન્ચ કરી દીધો છે. રિયલમીનો આ લેટેસ્ટ સ્માર્ટફોન તાજેતરમાં જ લોન્ચ થયેલા Realme GT 6Tનું અપગ્રેડેડ વર્ઝન છે.

જો પહેલી નજરે જુઓ તો દેખાવમાં રિયલમીના આ બંને સ્માર્ટફોન તમને એક જેવા જ લાગે છે, પરંતુ તેમાં ઘણા પરિવર્તન પણ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે બંને સ્માર્ટફોન વચ્ચે શું ફરક છે, તેમની કિંમતમાં કેટલું અંતર છે.

Realme GT 6 Vs Realme GT 6T તમારા માટે કયો ફોન છે બેસ્ટ? ચાલો સમજીએ

Realme GT 6 Vs GT 6Tની ડિસ્પ્લે

GT 6માં તમને 6.78 ઈંચની ફૂલ HD+ 8T LTPO AMOLED ડિસ્પ્લે મળે છે, જે 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ, HDR 10 +નો સપોર્ટ અને ડોલ્બી વિઝન સપોર્ટ આપે છે. આ ફોનની ડિસ્પ્લે 6000 નીટ્સ સુધઈની બ્રાઈટનેસ ધરાવે છે, સાથે જ 360 હર્ટ્ઝના ટચ સેમ્પલિંગ રેટ પર કામ કરે છે.

જ્યારે Realme GT 6Tમાં તમને 6000 નીટ્સની બ્રાઈટનેસ મળે છે, 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ મળે છે. અને આ ફોનમાં પણ 6.78 ઈંચની ફૂલ HD + LTPO AMOLED ડિસ્પ્લે મળે છે.

Realme GT 6 Vs GT 6T પ્રોસેસર

Realme GT 6 કંપનીનો પહેલો ફોન છે, જેમાં 4nm ઓક્ટાકોર સ્નેપડ્રેગન 8 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જ્યારે GT 6Tમાં ઓન બોર્ડ AI ફીચર મળે છે. સ્પીડ અને મલ્ટી ટાસ્કિંગ માટે તેના સ્નેપ ડ્રેગન 7 પ્લસ જનરેશન 3 પ્રોસેસર મળે છે.

Realme GT 6 vs GT 6T સ્ટોરેજ

GT 6માં કંપની 16 જીબી રેમ અને 512 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સપોર્ટ આપી રહી છે. આ ફોનમાં કંપનીએ 10,015 mm સ્ક્વેરનું 3ડી ટેમ્પર્ડ ડ્યુઅલ વેપર કૂલિંગ ચેમ્બર પણ આપ્યું છે. જ્યારે Realme GT 6Tમાં માત્ર 12 જીબીની રેમ અ 512 જીબી સુધીનું સ્ટોરેજ આપ્યું છે.

Realme GT 6 vs GT 6T કેમેરા

GT 6માં ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે, જ્યારે મેઈન કેમેરામાં 50 મેગાપિક્સલનો Sony LYT 808 સેન્સર મળે છે. આ ફોન OIS એટલે કે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશનને પણ સપોર્ટ કરે છે. આ ઉપરાંત તેમાં 50 મેગાપિક્સલનો સેકન્ડરી ટેલિફોટો સેન્સર અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા સેન્સર મળે છે. તો સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 32 મેગાપિક્સલનો કેમેરા મળે છે. જ્યારે Realme GT 6Tમાં 50 મેગાપિક્સલનો Sony LTY 600 પ્રાઈમરી કેમેરા સેન્સરની સાથે 8 મેગાપિક્સલનો વાઈડ એગલ Sony IMX 355 કેમેરા મળે છે. તો સેલ્ફી માટે તેમાં 32 મેગાપિક્સલનો Sony IMX 615 ફ્રેટ કેમેરા આપવામાં આવ્યો છે.

બેટરી કેપેસિટી

Realme GT 6માં 120Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,500 mAhની બેટરી મળે છે. જ્યારે Realme GT 6Tમાં તમને 120 W ફાસ્ટ ચાર્જ સપોર્ટ સાથે 5,500 mAh બેટરી મળે છે.

કિંમતની કમ્પેરિઝન

Realme GT 6ની ભારતમાં કિંમત 40,999 રૂપિયાથી શરૂ થાય છે. આ ફોન 8 જીબી અને 256 જીબી, 12 જીબી, 256 જીબી, 16 જીબી અને 512 જીબી સ્ટોરેજ વેરિયંટમાં અવેલેબલ છે. જ્યારે GT 6Tને કંપનીએ ચાર વેરિયંટ્સમાં લોન્ચ કર્યો છે. જેમાં 8 જીબી અને 128 જીબી, 8 જીબી અને 256 જીબી, 12 જીબી અ 256 જીબી, 12 જીબી અને 512 જીબીનો સમાવેશ થાય છે. તેની કિંમત ક્રમશઃ 30,999 રૂપિયા, 32,999 રૂપિયા, 35,999 રૂપિયા, 39,999 રૂપિયા છે.

Best Mobiles in India

English summary
Realme GT 6 vs Realme GT 6T know price and features comparison

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X