Realme C55 આ દમદાર ફીચર્સથી હશે સજ્જ, જાણો લોન્ચની તારીખ

By Gizbot Bureau
|

Realme એ પોતાના અપકમિંગ સ્માર્ટફોન Realme C55ના ટીઝર જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. આ સ્માર્ટફોન ગ્લોબલ માર્કેટમાં આગામી સપ્તાહમાં લોન્ચ થઈ શકે છે. જાણીતા ટિપસ્ટરે ઓનલાઈન Realme C55ની લોન્ચ ડેટ લીક કરી છે, સાથે જ Realme C55માં મળનારા તમામ સ્પેસિફિકેશન્સનો ખુલાસો પણ કર્યો છે. આ સ્માર્ટફોન ભારત સહિત અન્ય દેશમાં પણ લોન્ચ થવાનો છે. ચાલો, જાણીએ Realme C55 કઈ બાબતોમાં ખાસ છે.

Realme C55 આ દમદાર ફીચર્સથી હશે સજ્જ, જાણો લોન્ચની તારીખ

આ તારીખે લોન્ચ થશે Realme C55

ટીપસ્ટર પારસ ગુંગલાનીના કહેવા પ્રમાણે Realme C55 ગ્લોબલ માર્કેટમાં 7 માર્ચ, 2023ના રોજ લોન્ચ થશે. લોન્ચ થયાના કેટલાક દિવસની અંદર જ કંપની તેનું વેચાણ પણ શરૂ કરી દેશે. જો કે, આ લોન્ચ ડેટ તો ટિપસ્ટર દ્વારા લીક કરવામાં આવી છે. સત્તાવાર રીતે કંપનીએ હજી સુધી સ્માર્ટફોનની લોન્ચ ડેટ કે વેચાણ અંગે કોઈ માહિતી જાહેર નથી કરી. ટિપસ્ટરના કહેવા પ્રમાણે ભારતીય માર્કેટમાં Realme C55 આ વર્ષના અંતમાં આવી શકે છે.

કેવા હશે Realme C55ના સ્પેસિફિકેશન્સ?

સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો ટિપસ્ટરે ટ્વિટ કરીને ફોનના કેટલાક ફીચર્સ વિશે પણ માહિતી આપી છે. જે મુજબ Realme C55માં Helio 88 ચિપસેટ હોઈ શકે છે. સાથે જ આ સ્માર્ટફોન 8 જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજથી સજ્જ હશે. વળી, આ હેન્ડસેટ 5000 mAhની જાયન્ટ બેટરી સાથે આવી શકે છે, જે 33 W SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોટોગ્રાફી માટે Realme C55માં 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળી શકે છે.

YouTube પર હાલમાં જ Realme C55નો હેન્ડસ ઓન વીડિયો લીક થયો છે. આ વીડિયોમાં અપાયેલી માહિતી મુજબ Realme C55 6.52 ઈંચની Full HD+ LCD ડિસ્પ્લે ધરાવે છે. જેનો રિફ્રેશ રેટ 90Hz હશે. આ ફોનને લોક અનલોક કરવા માટે સાઈડ ફેસિંગ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે.

ફોટોગ્રાફઈ માટે આ ફોનમાં ડ્યુઅલર કેમેરા સેટઅપ મળી શકે છે. જેમાંથી મુખ્ય કેમેરા 64 મેગાપિક્સલનો હશે, જ્યારે બીજો કેમેરા 2 મેગાપિક્સલનો હશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળશે. આ ડિવાઈસ એન્ડ્રોઈડ 13 પર આધારિત Realme UI 4.0 પર કામ કરે છે.

Realme C સિરીઝના આ અપકમિગં સ્માર્ટફોનમાં એક્સ્ટ્રા સ્ટોરેજ માટે માઈક્રો એસડી કાર્ડ સ્લોટ, 3.5mmનો હેડફોન જેક અને USB-C પોર્ટ મળશે. આ ડિવાઈસ 7.89mm જેટલો જાડો છે. કંપની આ સ્માર્ટફોનને Rainfores, Rainy Night અને SunShower એમ ત્રણ કલરમાં લોન્ચ કરી શકે છે.

એક શક્યતા એવી પણ છે કે Realmeના આ અપકમિંગ સ્માર્ટફોનમાં આઈફોન જેવું ડાયનેમિક આઈલેન્ડ ફીચર પણ હશે. Realmeના વાઈસ પ્રેસિડેન્ટ માધવ શેઠે આ અંગે થોડા દિવસ પહેલા એક ટ્વિટ કર્યું હતું, પરંતુ ગણતરીની મિનિટોમાં આ ટ્વિટ ડિલીટ કરી દેવાયું હતું. આ ટ્વિટ સાથે માધવ શેઠે એક ફોટો પણ શૅર કર્યો હતો તેમાં સ્માર્ટફોનમાં ડાયનેમિક આઈલેન્ડ ફીચર દર્શાવાયું હતું. જો કે આ ફીચર અંગે હવે Realme C55ના લોન્ચ સમયે જ જાણી શકાશે.

Best Mobiles in India

English summary
Realme C55 features and launch date leaks know here

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X