POCO X6 5G ખરીદો બમ્પર ડિસ્કાઉન્ટ સાથે, ચૂકવો એકદમ ઓછી કિંમત

|

જો તમે પણ નવો સ્માર્ટફોન લેવાનું આયોજન કરી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી સાબિત થવાનો છે. આ આર્ટિકલ દરમિયાન અમે આપને એક એવા ફોન વિશે જણાવી રહ્યા છીએ, જેને તમે બમ્પર ડિસ્કાઉન્ટમાં ખરીદી શકો છો. આ સ્માર્ટફોન તમને ઓછી કિંમતે મળી રહ્યો છે, પરંતુ તેના સ્પેસિફિકેશન્સ વધારે સારા છે. આ ફોન પર તમે હજારો રૂપિયાની બચત કરી શકો છો. તો ચાલો, વધારે રાહ જોવડાવ્યા વગર તમને આ ફોન પર મળનારા ડિસ્કાઉન્ટ અને ઓફર્સ અંગે જણાવી દઈએ.

POCO X6 5G ખરીદો બમ્પર ડિસ્કાઉન્ટ સાથે, ચૂકવો એકદમ ઓછી કિંમત

બેન્ક ઓફર્સ વિશે જાણો

જેમ તમે હેડલાઈનમાં વાંચ્યુ તે રીતે અમે અહીં POCO X6 5G ફોનની વાત કરી રહ્યા છીએ. ફ્લિપકાર્ટ પર આ ફોન હાલ ઘણી ઓફર્સ સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. જો તમે આ ફોન ફ્લિપકાર્ટ પરથી ફ્લિપકાર્ટ એક્સિસ કાર્ડ દ્વારા ખરીદો છો, તો તમને 5 ટકાનું કેશબેક ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ઉપરાંત એક્સિસ બેન્કના કાર્ડથી આ ફોન ખરીદવા પર કસ્ટમર્સને 10 ટકાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. જો તમારી પાસે HDFC બેન્કનું કાર્ડ છે, તો તેનાથી ખરીદી કરવા પર આ ફોન પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

એક્સચેન્જ ઓફર પણ અવેલેબલ

આ ફોન પર એક્સચેન્જ ઓફર પણ અવેલેબલ છે. એક્સચેન્જ ઓફર અંતર્ગત તમે 21,400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો કે એક્સચેન્જ ઓફરનો તમને કેટલો લાભ મળશે, તે તમારા ફોન અને મોડેલ પર આધાર રાખે છે. POCO X6 5Gની માર્કેટ પ્રાઈસ 21,999 રૂપિયા છે.

POCO X6 5Gના સ્પેસિફિકેશન્સ

આ ફોનમાં તમને 6.67 ઈંચની AMOLED ડિસ્પ્લે મળે છે, જે 1800 નીટ્સની પીક બ્રાઈટનેસ અને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ આપે છે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં પર્ફોમન્સ માટે ક્વાલકૉમ સ્નેપડ્રેગન 7s Gen 2 ચિપસેટ મળી રહ્યો છે. આ ફોન 4 nm ટેક્નોલોજી પર કામ કરે છે. સ્ટોરેજની વાત કરીએ તો આ ફોન 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ, 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ તેમજ 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ એમ જુદા જુદા વેરિયંટમાં અવેલેબલ છે.

ટ્રિપલ કેમેરા સેટઅપ

પોકોએ પોતાના આ ડિવાઈસમાં એન્ડ્રોઈડ 13 ઓપરેટિંગ સિસ્ટમ આપી છે. ફોટોગ્રાફી માટે તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી રહ્યો છે. જે 64 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલ કેમેરા સેન્સર ધરાવે છે. જ્યારે સેલ્ફી માટે ફ્રંટ સાઈડ 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે.

આ ફોનમાં તમને 67 Wના ચાર્જિંગને સપોર્ટ કરતી 5,100 mAhની બેટરી મળે છે, જ્યારે કનેક્ટિવિટી માટે ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, બ્લૂટૂથ 5.2 અને જીપીએસ તેમજ યુએસબી ટાઈપ સી પોર્ટ મળે છે.

Best Mobiles in India

English summary
POCO X6 5G you can buy with different bank offers and discount

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X