POCO M6 Plus 5G ફોન ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ, આ સાઈટ પર થયો લિસ્ટ

By Gizbot Bureau
|

POCOની એમ સિરીઝનો નવો સ્માર્ટફોન M6 Plus 5G ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થવાનો છે. આ ફોન લોન્ચ થાય તે પહેલા તેને BIS એટલે કે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ પર લિસ્ટ કરી દેવામાં આવ્યો છે, જેના પરથી કહી શકાય છે કે ભારતમાં ટૂંક સમયમાં જ કંપની આ સ્માર્ટફોન લોન્ચ કવરા જઈ રહી છે. જો કે, ફોન લોન્ચ થાય તે પહેલા POCO M6 Plus 5Gના ફીચર્સ વિશે ઘણી બધી બાબતો અત્યારથી જ ટેક માર્કેટમાં ચર્ચાઈ રહી છે. આ ફોનના સંભાવિત ફીચર અને કિંમત વિશે પણ માહિતી સામે આવી છે.

91મોબાઈલના રિપોર્ટ મુજબ POCO M6 Plus 5G હાલ BIS પર લિસ્ટ છે. લિસ્ટિંગ પરથી ખ્યાલ આવે છે કે આ ફોનનું કોડનેમ breeze અને મોડેલ નંબર 24065PC851I છે. આ સિવાય હજી સુધી આ ફોન અંગે વધારે માહિતી સત્તાવાર રીતે સામે નથઈ આવી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ટેક માર્કેટમાં ચાલી રહેલી ચર્ચા પર જો ધ્યાન આપીએ તો આ મોબાઈલ ફોન Redmi Note 13Rનું રિબ્રાન્ડેડ વર્ઝન હશે, જે એપ્રિલમાં ગ્લોબલી લોન્ચ થયો હતો.

POCO M6 Plus 5G ફોન ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ, આ સાઈટ પર થયો લિસ્ટ

શું હોઈ શખે છે ફીચર્સ?

જો માર્કેટમાં ચાલી રહેલા રિપોર્ટ સાચા માનીએ તો POCO M6 Plus 5Gમાં તમને 6.79 ઈંચની FHD+ LCD ડિસ્પ્લે મળી શકે છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ હશે. આ ફોનમાં ક્વાલકોમનું Snapdragon 4 Gen 2 પ્રોસસર મળશે. આ ઉપરાંત આ હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને 8 મેગાપિક્સલનો કેમેરા પમ મળે છે. આ મોબાઈલ ફોન લેટેસ્ટ એન્ડ્રોઈડ 15 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

ક્યારે લોન્ચ થશે અને કેટલી હશે કિંમત?

સ્માર્ટફોન બ્રાન્ડ પોકોએ હજી સુધી POCO M6 Plus 5G ફોનની કિંમત કે પછી લોન્ચિંગ ડેટ અંગે કોઈ જાહેરાત નથી કરી, પરંતુ લીક્સની વાત માનીએ તો, આ ડિવાઈસ જૂન મહિનામાં માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. જેની કિંમત 15થી 20 હજાર રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

તાજેતરમાં જ લોન્ચ કર્યો ફોન

POCO એ ગયા અઠવાડિયે જ POCO F6 5G મોબાઈલ ફોન ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 29,999 રૂપિયાથી શરૂ થાય છે. જેનુ સેલ ગઈકાલથી શરૂ થઈ ચૂક્યુ છે. આ સ્માર્ટફોનમાં 6.67 ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 2712×1220 પિક્સલ અને રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. તેમાં Snapdragon 8s Gen3 પ્રોસેસર મળે છે. આ ફોનમાં 12 જીબી રેમ અને 512 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ મળે છે.

Best Mobiles in India

English summary
POCO M6 Plus 5G will launch soon in India know expected price and features

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X