Pocoના સ્પેશિયલ ફોનનું આજે પહેલું સેલ, મળશે આટલું બધું ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

પોકોનો સ્પેશિયલ એડિશન ફોન આજથી પહેલીવાર ભારતમાં ખરીદવા માટે અવેબેલબલ થઈ હ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ Poco F6 Deadpool Limited Editionની. કંપનીએ આ ફોન જુલાઈ મહિનામાં લોન્ચ કર્યો હતો, જેની ડિઝાઈન ડેડપૂલ પરથી ઈન્સ્પાયર્ડ છે, અને આ ફોનમાં માર્વેલ સુપરહીરોની ઈકોનિક અને બ્લેક કલર સ્કીમ આપવામાં આવી છે. આ ફોન લોન્ચ કરવા માટે પોકો અને માર્વેલ સ્ટુડિયોએ પાર્ટનરશિપ કરી છે. આ ફોનના સ્પેસિફિકેશન્સ પણ શાનદાર છે, જેમાં તમને 12 જીબી રેમની સાથે ક્વાલકોમનું નવું Snapdragon 8s Gen 3 પ્રોસેસર મળે છે અને તેમાં 50 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા છે. આ ઉપરાંત આ ફોન 90 W ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.

Pocoના સ્પેશિયલ ફોનનું આજે પહેલું સેલ, મળશે આટલું બધું ડિસ્કાઉન્ટ

Poco F6 Deadpool Limited Editionની કિંમત

Poco F6 Deadpool Limited Edition ફોન માત્ર 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટમાં જ લોન્ચ કરાયો છે. જેની કિંમત 33,99 રૂપિયા છે. પરંતુ આજે પહેલા સેલ દરમિયાન તમને 4000 રૂપિયાનું સ્પેશિયલ બેન્ક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે બાદ આ ફોનની કિંમત 29,999 રૂપિયા થઈ જાય છે. આ ફોનનું પહેલું સેલ ફ્લિપકાર્ટ પર શરૂ થઈ ચૂક્યુ છે.

ઉલ્લેખનીય છે કે રેગ્લુયર પોકો એફ 6 મે મહિનામાં લોન્ચ થયો હતો. જેના બેઝ વેરિયંટ 8 જીબી અને 256 જીબી વેરિયંટની કિંમત 29,999 રૂપિય, 12 જીબી અને 256 જીબી વેરિયંટની કિંમત 31,999 રૂપિયા અને 12 જીબી, 512 જીબી વેરિયંટની કિંમત 33,999 રૂપિયા છે.

Poco F6 Deadpool Limited Editionના સ્પેસિફિકેશન્સ

Poco F6 Deadpool Limited Edition ડેડપૂલના ટ્રેડમાર્ક રેડ અને બ્લેક કલરમાં આવે છે, જેની રિયર પેનલ પર ડેડપૂલ અને વુલ્વરિન એક્સેન્ટ પણ છે. બાકી બધા ફીચર્સ રેગ્યુલર મોડેલ જેવા જ છે. આ ફોન એન્ડ્રોઈડ 14 પર બેઝ્ડ હાઈપરઓએસ ઈન્ટરફેસસસ પર કામ કરે છે, જેમાં 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટની સાથે 6.67 ઈંચન 1.5K રિઝોલ્યુશન અમોલેડ ડિસ્પ્લે છે. આ ફોનમાં 12 જીબી LPPDDR5X રેમની સાથે Snapdragon 8s Gen 3 પ્રોસેસર છે.

ફોટોગ્રાફી માટે Poco F6 Deadpool Limited Editionમાં 50 મેગાપિક્સલના મુખ્ય કેમેરાની સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો ચેટ માટે ફોનમાં 20 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે. આ ફોનમાં 90 W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5000 mAhની બેટરી મળે છે, સાથે જ ફોનના બોક્સમાં 120 Wનું એડપ્ટર પણ આવે છે.

Best Mobiles in India

English summary
Poco F6 Deadpool Limited Edition sale starts on flipkart with discount

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X