Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Poco F5 મે મહિનામાં ભારતમાં થશે લોન્ચ, આટલી હોઈ શકે છે કિંમત
Pocoએ પોતાના અપકમિંગ સ્માર્ટફોન Poco F5ને આગામી મહિને એટલે કે 9 મેના રોજ લોન્ચ કવરાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ કંપનીએ Poco F5 સ્માર્ટફોનની ડિઝાઈન અને લૂકની નાનકડી ઝલક પણ આપી છે. વધારામાં ફ્લિપકાર્ટની માઈક્રોસાઈટ પર તો આ સ્માર્ટફોન લાઈવ પણ થઈ ચૂક્યો છે. જ્યાં Poco F5 વ્હાઈટ કલર ઓપ્શનમાં અવેલેબલ છે.

હજી બે દિવસ પહેલા ક્વાલકોમે કન્ફર્મ કર્યું હતું કે Poco F5માં સ્નેપડ્રેગન 7 પ્લસ જેન 2 ચીપસેટ હશે. હવે ફ્લિપકાર્ટ લિસ્ટિંગને આધારભૂત માનીએ તો ચોક્કસપણે કહી શકાય કે Poco F5 એ Redmi Note 12 Turboનું રિબેજ્ડ વર્ઝન છે. જે ગત મહિને ચીનમાં લોન્ચ થયો હતો.
Poco F5 અને Poco F5 Proના ફીચર્સ
Poco F5 મોટા ભાગે તો Redmi Note 12 Turboનું જ રિબ્રાન્ડેન્ડ વર્ઝન છે, એટલે આ સ્માર્ટફોનના ફીચર્સ વિશે અંદાજ લગાવવો મુશ્કેલ નથી. મોટા ભાગે Poco F5 6.67 ઈંચની OLED પેનલ સાથે આવી શકે છે. આ ડિસ્પ્લે FHD+ રિઝોલ્યુશન, 120 Hz રિફ્રેશ રેટ અને 1000 nitsની પીક બ્રાઈટનેસને સપોર્ટ કરશે.
આ સ્માર્ટફોનમાં પાછળની બાજુ ટ્રિપલ કેમેરા સેટઅપ પણ મળી શકે છે. જેમાં મુખ્ય કેમેરા 64 મેગાપિક્સલનો હશે, જ્યારે સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ હશે. સાથે જ વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે ફ્રંટ સાઈડ 16 મેગાપિક્સલનો કેમેરા મળશે. Poco F5 સ્નેપડ્રેગન 7 પ્લસ જેન 2 પ્રોસેસર પર કામ કરશે.
તો બીજી તરફ Poco F5 Pro Redmi K60 સ્માર્ટફોનનું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે. આ સ્માર્ટફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 1 પ્રોસેસર પર કામ કામ કરશે. શક્યતા છે કે પ્રો મોડેલમાં Redmi K60 જેવા જ મોટાભાગના ફીચર્સ હોઈ શકે છે.
Poco F5 અને Poco F5 Proની કિંમત કેટલી હશે?
જાણીતા ટિપસ્ટર યોગેશ બ્રારના કહેવા પ્રમાણે Poco F5ની કિંમત કંપની 28000થી 29000ની આસપાસ રાખી શકે છે. જો કે આ કિંમત 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ધરાવતા બેઝ મોડેલની હશે. આ સ્માર્ટફોન 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ઓપ્શન સાથે પણ મળશે. પરંતુ આ હાઈએન્ડ વર્ઝનની કિંમત અંગે હજી કોઈ ખુલાસો નથી થયો.
Poco એ કરેલી સત્તાવાર જાહેરાત મુજબ કંપની આ સ્માર્ટફોનને ભારતમાં 9મી મેના રોજ લોન્ચ કરવાની છે. સાથે જ Poco F5 Pro ક્યારથી લોન્ચ થશે, તે અંગે કોઈ ખુલાસો નથી થયો. પરંતુ મોટા ભાગે થાય છે, તેમ Poco F5ની સાથે સાથે જ કંપની Poco F5 Proને પણ લોન્ચ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications