6 GB રેમ ધરાવતો Poco C51 ફોન ખરીદો સાવ આટલી ઓછી કિંમતમાં

By Gizbot Bureau
|

જો તમે એક સેકન્ડરી સ્માર્ટફોન અથવા તો લોએસ્ટ પ્રાઈઝમાં સ્માર્ટફોન ખરીદવા માટે ઈચ્છી રહ્યા છો તો Poco C51 સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. આ એન્ટ્રી લેવલનો સ્માર્ટફોન હાલ એમેઝોનની વેબસાઈટ પરથી સૌથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન લોન્ચ થયો ત્યારે તેની કિંમત અફોર્ડેબલ સ્પેશિયલ પ્રાઈસ અંતર્ગત માત્ર 8000 રૂપિયા રાખવામાં આવી હતી. જો કે, હાલ એમેઝોનની વેબસાઈટ પરથી તમે Poco C51 આનાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો.

6 GB રેમ ધરાવતો Poco C51 ફોન ખરીદો સાવ આટલી ઓછી કિંમતમાં

Poco C51ની આટલી ઓછી કિંમત

Poco C51 સ્માર્ટફોન 4જી સ્માર્ટફોન સિરીઝમાં સૌથી અફોર્ડેબલ ફોન છે. આ ડિવાઈસના 6 જીબી રેમ અને 128 જીબી વેરિયંટની કિંમત એમેઝોન પર માત્ર 5,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત જે યુઝર્સ એમેઝોન પે ICICI બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા આ ફોન ખરીદશે, તેમને વધુ 5 ટકાનું કૅશબેક મળશે. જેને કારણે ફોનની કિંમત હજી પણ ઓછી થઈ જશે.

હવે જ્યારે તમે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટનો ફોન જોઈ રહ્યા છો, ત્યારે આ ફોન સૌથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. માત્ર 6 હજારની કિંમતમાં ભાગ્યે જ કોઈ ફોન 128 જીબી સ્ટોરેજ કેપેસિટી સાથે મળે છે. તમે આ ફોન રોયલ બ્લૂ અને પાવર બ્લેક કલરમાં ખરીદી શકો છો.

Poco C51ના સ્પેસિફિકેશન્સ

Poco C51 પોલિકાર્બોનેટ બોડી ફીચરિંગ અને મીનિમલ ડિઝાઈન ધરાવે છે. આ ફોનમાં 6.51 ઈંચની મોટી ડિસ્પ્લે છે, જે HD+ રિઝોલ્યુશન ધરાવે છે. આ સ્માર્ટફોનમાં તમને ડ્યુઅલ રિયર કેમેરા સિસ્ટમ મળે છે જેમાં 8 મેગાપિક્સનો મુખ્ય લેન્સ છે અને સાથે 0.08 મેગાપિક્સલનું ઓક્સિલરી સેન્સર છે. જ્યારે ફ્રંટ સાઈડ સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો કેમેરા મળે છે. આ ડિવાઈસ 1080P વીડિયોઝને 30 fps પર શૂટ કરવા કેપેબલ છે.

તો Poco C51 સ્માર્ટફોન મીડિયાટેક હેલિયો જી36 ચિપસેટ પર કામ કરે છે. જેમાં 12nm ઓક્ટાકોર એસઓસીની સાથે પાવરવીઆર GE8329 GPU આપવામાં આવ્યું છે. આ ફોનના 6 જીબી રેમ અ 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ વેરિયંટમાં તમને માઈક્રોએસડી કાર્ડ સ્લોટ સ્ટોરેજ એક્સપાન્શન પણ મળે છે.

બેટરીની વાત કરીએ તો આ ફોનમાં 5000 mAhની બેટરી મળે છે જે 10 Wના ચાર્જિંગને સપોર્ટ કરે છે. સાથે જ આ ફોનમાં ફેસિયલ અનલોક સપોર્ટ અને રિયર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. આ ફોનમાં વાઈ ફાઈ, બ્લૂટૂથ 5.0, NFC, GPS સપોર્ટ પણ મળે છે. આ ફોન એન્ડ્રોઈડ 13 ગો એડિશન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

Best Mobiles in India

English summary
Poco C51 phone you can get in very low price

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X