Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ટોઈલેટમાં ફોન વાપરવો છે ખતરનાક, તમને આ રીતે પડી શકે છે ભારે
સ્માર્ટફોન હવે આપણા દરેકના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આપણી પાસે બીજી કોઈ પણ વસ્તુ હોય કે ન હોય, ફોન તો હોય જ છે. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી મોબાઈલ આપણી સાથેને સાથે જ હોય છે. મોટા ભાગના લોકો કામ અને આદતને લીધે આવું કરતા હોય છે. પરંતુ સતત ફોનનો ઉપયોગ કરવો એ આરોગ્ય માટે નુક્સાનકારક પણ સાબિત થઈ શકે છે.
ઘણા લોકો તમારી આસપાસ એવા પણ હશે, જે ટોઈલેટમાં પણ ફોન યુઝ કરતા હોય છે. આખા દિવસમાં જો તેઓ 10 વખત ટોઈલેટ જઈ રહ્યા છે, તો ફોનને પણ દસેય વાર જોડે જ લઈ જાય છે. જો તમે પણ આવી જ ભૂલ કરી રહ્યા છો, તમને પણ આવી જ આદત છે, તો તમારે તાત્કાલિક ચેતવી જવાની જરૂર છે. આવું કરવાથી તમને ભવિષ્યમાં ઘણા પ્રકારના નુક્સાન થઈ શકે છે.

ટોઈલેટમાં સ્માર્ટફોન યુઝ કરવાનો મતલબ છે, ઘણી ગંભીર બીમારીઓને આમંત્રણ આપવું. મોટા ભાગના લોકો ફોનની આદતનો એટલો મોટો શિકાર થઈ ગયા હોય છે કે તેઓ ટોઈલેટમાં મૂળ કામ પડતું મૂકીને ફોનનો ઉપયોગ કરવામાં વધારે સમય બગાડે છે. એટલું જ નહીં, અમે તો કેટલાક એવા લોકોને પણ ઓળખીએ છીએ, જેઓ ટોઈલેટમાં લેપટોપ લઈને જાય છે અને લાંબો સમય સુધી તેના પર વ્યસ્ત રહે છે. આમ તો આ વસ્તુ કૂલ લાગે છે, પરંતુ આરોગ્ય માટે આ સૌથી મોટો ખતરો બની શકે છે.
તમારા ટોઈલેટમાં ઘણા બધા પ્રકારના હાનિકારક બેક્ટેરિયા હોય છે, જે આરોગ્યને નુક્સાન કરી શકે છે. જો તમે ટોઈલેટમાં મોબાઈલ કે અન્ય કોઈ ડિવાઈસ લઈને જાઓ છો, તો તેના પર પણ આ બેક્ટેરિયા ચોંટી શકે છે, જે બિલકુલ સેફ નથી.
આ ઉપરાંત સ્માર્ટફોન ટોઈલેટમાં લઈને જનારા લોકો ત્યાં સામાન્ય કરતા વધારે સમય વીતાવે છે. આવું કરવું તમારી કમર અને હાડકા માટે યોગ્ય નથી. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રેહવાથી પેલ્વિક મસલ્સ પર નેગેટિવ અસર પડે છે, જે ઘણી ઘાતક બીમારીઓનું કારણ બની શકે છે.
સ્માર્ટફોન ટોઈલેટમાં પડી જવાની શક્યતા પણ રહે છે. અને ઘણી વાર જો આવું થાય, તો તમારે ફોનને ભૂલી જવો પડે છે. તમે જે ફોન ટોઈલેટમાં લઈ જા છો, તે જ ફોન તમે જમતી વખતે પણ યુઝ કરો છો, એટલે કે જે બેક્ટેરિયા ટોઈલેટથી ફોન પર આવ્યા છે, તે જમતી વખતે પણ તમારી સાથે જ છે, જે ગંભીર બીમારીને આમંત્રણ આપે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications