Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જો તમારા ફોનમાં થાય છે આવું, તો થઈ ગયો છે હૅક, ખાસ ધ્યાન રાખજો
સ્માર્ટફોન આપણા બધા માટે પેલી વાર્તાના પોપટ જેવો છે, જેમાં રાક્ષસનો જીવ પોપટમાં હોય છે. દરેક વ્યક્તિના સ્માર્ટફોનમાં ઘણી બધી સેન્સિટિવ ઈન્ફોર્મેશન હોય છે, જે જો હેકર્સને મળી જાય, તો તેઓ ઘણો ફાયદો ઉઠઆવી શકે છે. આજકાલ હેકિંગના કિસ્સા નવા નથી. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાના ફોનની સિક્યોરિટીનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી પોતાનો ડેટા પણ સાચવી શકાય. આ આર્ટિકલમાં અમે તમને કેટલીક એવી સાઈન્સ વિશે વાત કરીશું, જે જો તમારા ફોનમાં દેખાય તો શક્ય છે કે તમારો ફોન હૅક થઈ ગયો હોય.

વારંવાર બેટરી ઉતરી જવી
જો તમારા ફોનની બેટરી સામાન્ય કરતા વધારે ઝડપથી ખાલી થાય છે, તો તમારા ફોનમાં બેકગ્રાઉન્ડમાં માલવેર ચાલતું હોઈ શકે છે. હૅક થયેલા ફોન્સમાં સામાન્ય રીતે માલિસિયશ એપ્સ હોય છે, જે તમારી જાણ બહાર બેટરી વાપરતી હોય છે.
ધીમું પર્ફોમન્સ
જો તમારો ફોન વધારે પડતો સ્લો ચાલે છે, ગમે ત્યારે એપ ક્રેશ કે હૅક થઈ જાય છે, તો પણ તમારો ફોન હૅક થયો હોવાની શક્યતા છે. કારણ કે માલિસિયશ સોફ્ટવેર તમારા ફોનના રિસોર્સિઝ યુઝ કરે છે, જેને કારણે ફોન સ્લો થઈ જાય છે.
ડેટા વપરાઈ જવો
જો તમારો ઈન્ટરનેટ ડેટા ઝડપથી વપરાઈ જાય છે, તો આ સૌથી મોટો રેડ ફ્લેગ છે. હૅક થયેલા ફોનથી હેકર્સ ડેટા પોતાના સર્વર પર લેતા હોય છે, જેને કારણે તમારું ઈન્ટરનેટ વપરાઈ જાય છે.
પોપ અપ અને અજાણી એપ્સ
જો તમારા ફોનમાં રેન્ડમ પોપ અપ એડ્સ આવી જાય છે, કે પછી તમારી જાણ બહાર કોઈ એપ્સ ઈન્સ્ટોલ થયેલી હોય છે, તો પણ તમારો ફોન હૅક થયેલો હોઈ શકે છે. આ એપ્સ તમારો ડેટા ચોરી શકે છે, તમારી અંગત માહિતી ચોરી શકે છે.
અજાણી એક્ટિવિટી
જો તમારા ફોનમાં કોઈ અજાણ્યા અકાઉન્ટ લોગઈન છે, અથવા તો નવી નવી નોટિફિકેશન આવી રહી છે, જેને તમારી સાથે કોઈ લેવા દેવા નથી, તો શક્ય છે કે હેકર્સ પાસે તમારા ફોનનું એક્સેસ છે, અને તેઓ તમારો અંગત ડેટા, સોશિયલ મીડિયા, નેટ બેન્કિંગ, ઈમેઈલ્સની માહિતી ચોરી રહ્યા છે.
ઓવર હીટિંગ
જો તમારો ફોન વધારે પડતો ગરમ થઈ જાય છે, પણ તમારો એટલો યુઝ નથી, તો પછી તમારા ફોનમાં માલવેર હોઈ શકે છે. તમારા ફોનમાં ધ્યાન બહાર બેકગ્રાઉન્ડ એપ્સ ચાલતી હોય, તો પણ તમારો ફોન ગરમ થઈ જાય છે.
આવી સ્થિતિમાં શું કરશો?
જો તમને એવું લાગતું હોય કે તમારો ફોન હૅક થઈ ગયો છે, તો સૌથી પહેલા તમારા ફોનમાં રહેલા બિલ્ટ ઈન એન્ટીવાઈરસ ટૂલનો ઉપોયગ કરીને ફોનને સ્કેન કરો અથવા તો વિશ્વાસ પાત્ર સિક્યોરિટી એપ ડાઉનલોડ કરો. તમારા ડિવાઈસને ફેક્ટરી સેટિંગમાં રિસેટ કરો જેનાથી બધા જ માલવેર જતા રહેશે. સમયાંતરે તમારા ફોનની સિસ્ટમ અપડેટ કરતા રહો. અજાણ્યા સોર્સિઝ પરથી એપ્સ ડાઉનલોડ ન કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications