નવો ફોન ખરીદતા પહેલા જાતને પૂછો 5 સવાલ, તો જ મળશે બેસ્ટ ડીલ

By Gizbot Bureau
|

Amazon અને Flipkart બંને ઈ કોમર્સ જાયન્ટના ફેસ્ટિવ સેલની શરૂઆત આ જ મહિને થવાની છે. ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ અને બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન ગ્રાહકોને ખાસ ડિસ્કાઉન્ટ્સનો લાભ મળવાનો છે. ખાસ કરીને Apple, Samsung, Xiaomi, Realme અને OnePlus જેવી બ્રાન્ડ્ઝના પ્રીમિયમ લેટેસ્ટ સ્માર્ટફોન્સ જબરજસ્ત ડિસ્કાઉન્ટ્સમાં મળશે. એટલે જો તમે પણ નવો સ્માર્ટફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો, તો આ સેલમાં ફોન ખરીદવા અંગે લલચાતા પહેલા કેટલાક સવાલ જાતને જરૂર પૂછજો. આમ કરવાથી તમે બેસ્ટ ફોન અને બેસ્ટ ડીલ મેળવી શક્શો.

નવો ફોન ખરીદતા પહેલા જાતને પૂછો 5 સવાલ,  તો જ મળશે બેસ્ટ ડીલ

1) નવો ફોન કેમ ખરીદવો છે?

સૌથી પહેલા જાતને એ પૂછો કે તમારે નવો ફોન કેમ ખરીદવો છે. તમારો જૂનો ફોન કેટલો જૂનો છો, અને તમારે ખરેખર તેને અપગ્રેડ કરવાની જરૂર છે કે નહીં. આ ઉપરાંત જો તમે કોઈ યોગ્ય કારણથી ફોન ખરીદવાનું નક્કી જ કરી રહ્યા છો, તો તમારા આગળના ડિવાઈસમાં કયા અપગ્રેડની જરૂર છે, તે ચેક કરો. જેમ કે, તમે ફોટોગ્રાફી કે ગેમિંગ માટે નવો ફોન ખરીદી રહ્યા છો, તો એવા ફોન ચેક કરો, જેમાં કેમેરા ક્વોલિટી અને પ્રોસેસર સારા છે.

2) શું નવો ફોન તમારા બજેટમાં છે?

નવા ડિવાઈસ પર નજર નાખતા પહેલા જ તમારું બજેટ નક્કી કરવું હિતાવહ છે. જેમ જેમ તમે બજેટ વધારતા જશો, તેમ તેમ તમને નવા નવા ફોન દેખાતા જશે. પણ ધ્યાન રાખો કે હંમેશા મોંઘો ફોન જ સારો હોય, એ જરૂરી નથી. તમારું બજેટ નક્કી કરવાથી તમે એક સેગમેન્ટમાં પોતાના માટે સૌથી યોગ્ય ફોન પસંદ કરી શક્શો. બજેટ નક્કી કરીને ડિવાઈસને ફિલ્ટર કરવા સરળ બની જાય છે.

3) શું નવા ફોનના ફીચર્સ તમારા કામના છે?

સ્માર્ટફોન કંપનીઓ ઈનોવેટિવ ફીચર્સ ધરાવતા એકથી એક ચડિયાતા ફોન રોજ લોન્ચ કરે છે. જો કે તેમાં મળતા દરેક ફીચર તમારા કામના જ હોય, તે જરૂરી નથી. તમારું મન જે ડિવાઈસ લેવાનું છે, તેનું હાઈલાઈટ કરેલું ફીચર જ તમારા કામનું ન હોય તેવું બની શકે છે. જેમ કે તમે લેટેસ્ટ પ્રોસેસર વાળો મોંઘો ફોન ખરીદી તો લીધો પરંતુ તમે ગેમિંગ કે મલ્ટીટાસ્કિંગ નથી કરતા, તો તમારા માટે આ મોંઘો ફોન નકામો છે.

4) ડિસ્કાઉન્ટથી લલચાઈને તો નથી ખરીદી રહ્યા ને?

ફેસ્ટિવ સિઝન દરમિયાન ઘણા બધા ગ્રાહકો ફોન પર મળતા ડિસ્કાઉન્ટથી લલચાઈ જતા હોય છે, અને નવો ફોન ખરીદતા હોય છે. પરંતુ તેઓ ધ્યાન નથી આપતા કે આ ફોન તેમના કેટલા કામનો છે, તેમના માટે પરફેક્ટ છે પણ કે નહીં. દાખલા તરીકે 80 હજારની કિંમતનો ફોન 40 હજારમાં મળી રહ્યો છો, તો પણ તમારા ખિસ્સાના તો 40 હજાર જઈ રહ્યા છે. શક્ય છે કે આ જ 40 હજારમાં તમારી જરૂરિયાત પ્રમાણે વધુ સારો ફોન મળી રહ્યો હોય.

5) તમે રાહ જોઈ શકો છો કે નહીં?

સૌથી અગત્યનો સવાલ એ છે કે તમે રાહ જોઈ શકો છો કે નહીં. કોઈ પણ લેટેસ્ટ ફોન માર્કેટમાં આવે, એટલે થોડા દિવસોમાં તેના રિવ્યુઝ આવવા લાગે છે. સાથે જ તેના ભાવ પણ ઘટી જાય છે. એટલે જો તમારે તાત્કાલિક નવા ફોનની જરૂર નથી, તો રાહ જોવી જોઈએ. રાહ જોવાથી તમને સેમ કિંમતમાં સારો ફોન મળી શકે છે.

Best Mobiles in India

English summary
Phone buying tips ask 5 things to self before buying phone

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X