Phoneની બેટરી બરાબર કામ નથી કરતી? તો ચાર્જ કરતા સમયે આટલું જરૂર કરો

By Gizbot Bureau
|

આજના સમયમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિની જરૂરિયાત બની ચૂક્યો છે. આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કર્યા વગર અડધો કલાક પણ રહી નથી શક્તા. આ એક ફોન લોકોના મોટા મોટા કામ સરળતાથી પતાવી દે છે. તેની મદદથી ઘણા કામ એકદમ સરળતાથી પતી જાય છે.

જો આપણે એવું પણ કહીએ કે સ્માર્ટફોન વગર ન તો આપણી સવાર પડે છે, ન તો દિવસ પૂરો થાય છે, તો આમાં જરાય અતિશયોક્તિ નથી. ઓનલાઈન પેમેન્ટથી લઈને દરેક જરૂરી કામ ફોન દ્વારા સરળતાથી પતી જાય છે. હવે જ્યારે તમારો ફોન તમારો આટલો બધો સાથ આપે છે, ત્યારે તમારી પણ થોડી જવાબદારી છે કે તમે પણ ફોનનું થોડું ધ્યાન રાખો.

Phoneની બેટરી બરાબર કામ નથી કરતી? તો ચાર્જ કરતા સમયે આટલું જરૂર કરો

ખાસ કરીને આપણે ફોનની બેટરીનું ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર એવું થાય છે કે ફોનની બેટરી બગડી જાય કે પછી ઝડપથી ઉતરી જાય. જેને કારણે ફોન બરાબર કામ નથી કરી શક્તો. એટલે જ ફોન ચાર્જ કરતા સમયે ફરજિયાત પણે 80 20નો રૂલ ફોલો કરો. આ રૂલ ફોલો કરવાથી તમને બેટરી લાઈફ વધારવામાં મદદ થશે.

કેવી રીતે કામ કરે છે 80-20 રૂલ?

મોટા ભાગના લોકો ફોનને ચાર્જિંગ પર મૂકીને ભોલી જાય છે, જે ફોનની બેટરી માટે જરાય સારું નથી. ફોનને ચાર્જ કરતા સમયે તમારે ઘણી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. લોકોને લાગે છે કે જો તેઓ ફોનને 100 ટકા ચાર્જ કરશે, તો ફોનની બેટરી લાઈફ વધારે સારી રહેશે. પરંતુ એવું નથી.

નિષ્ણાતોનું કહેવું છે કે જો તમારો ફોન 80 ટકા સુધી ચાર્જ હોય, તો તે બેસ્ટ બેટરી લાઈફ આપે છે. એક્સપર્ટના કહેવા પ્રમાણે તમારે ક્યારેય ફોન 100 ટકા ચાર્જ ન કરવો જોઈએ. ફોન 80થી 90 ટકા સુધી ચાર્જ થઈ જાય તો તરત જ તેને ચાર્જિંગમાંથી કાઢી લેવો જોઈએ.

ફોનને ચાર્જ કરતા સમયે આટલું ધ્યાન રાખો

ફોનને ચાર્જ કરતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ જેમ તમારા ફોનની બેટરી ઓછી થાય, કે તરત જ તેને ચાર્જિંગ પર લગાવી દો. સામાન્ય રીતે લોકો ફોનને ફૂલ ચાર્જ કરીને તેને ગમે ત્યારે ચાર્જિંગમાં મૂકી દેતા હોય છે, આમ કરવાથી ફોનની બેટરી લાઈફ પર ખરાબ અસર પડી શકે છે.

નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે ફોનની બેટરી ક્યારેય 0 ટકા પણ ન થવા દો. તમે ફોનની બેટરી લાઈફ સારી રાખવા ઈચ્છો છો, તો ફોનની બેટરી 20 ટકાથી ઘટવા ન દો. જ્યારે પણ ફોનની બેટરી 20 ટકા કરતા ઘટી જાય કે ફોનને તરત જ ચાર્જિંગમાં મૂકી દો.

જો તમે આ રૂલને ફોલો કરશો, તો તમારા ફોનની બેટરી લાઈફ વધી શકે છે. એટલું જ નહીં આ રૂલ ફોલો કરીને તમે જૂના ફોનની બેટરીનો સારો ઉપયોગ પણ કરી શકો છો.

Best Mobiles in India

English summary
Phone battery charging 80 20 rule for good battery life

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X