Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Oppo Find N2 Flip સ્માર્ટફોન ભારતમાં આ તારીખથી મળશે, જાણો કિંમત
Oppoએ ભારતની સાથે સાથે ગ્લોબલ માર્કેટમાં ફેબ્રુઆરીમાં Oppo Find N2 Flip લોન્ચ કર્યો હતો. ત્યારે કંપનીએ યુરોપમાં Oppo Find N2 Flipની કિંમત પણ જાહેર કરી દીધી હતી, પરંતુ ભારતીય માર્કેટ માટે આ સ્માર્ટફોનની કિંમતનો ખુલાસો નહોતો થયો. કંપનીએ હવે સત્તાવાર રીતે Oppo Find N2 Flipની કિંમત જાહેર કરી છે. ભારતમાં આ સ્માર્ટફોનની કિંમત 84,999 રૂપિયા હશે.

Oppo Find N2 Flip ભારતીય માર્કેટમાં યુઝર્સ 84,999 રૂપિયામાં ખરીદી શક્શે. આ ડિવાઈસ એસ્ટ્રલ બ્લેક અને મૂનલાઈટ પર્પલ એમ બે જુદા જુદા શેડ્સમાં ઉપલબ્ધ છે. 17 માર્ચના રોજ બપોરે 12 વાગ્યથી ભારતમાં ફ્લિપકાર્ટ અને ઓફલાઈન સ્ટોર્સ પરથી આ ફ્લિપ સ્માર્ટફોન ખરીદી શકાશે. કસ્ટમર્સ શરૂઆતમાં આ સ્માર્ટફોનને ઓછામાં ઓછા 79,999 રૂપિયામાં ખરીદી શક્શે. આ ઘટેલી કિંમત કેશબેક બાદ કર્યા બાદની છે.
Oppo Find N2 Flip પર ઓફર્સ અને નો કોસ્ટ EMI
જે યુઝર્સ ફ્લિપકાર્ટ પરથી 1000 રૂપિયાના લિમિટેડ વર્ઝન પાસ ખરીદશે, તેમને Oppo Find N2 Flip સૌથી પહેલા મળશે. આવા કસ્ટમર્સ અમેરિકન એક્સપ્રેસ, HDFC, ICICI, SBI અને કોટક એમ પસંદગીની બેન્કોના કાર્ડથી ખરીદી કરવા પર 5000 રૂપિયાનું વળતર મેળવી શક્શે. આ ઉપરાંત 5000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 9 મહિના સુધીના નો કોસ્ટ EMIનો પણ યુઝર્સ લાભ મેળવી શકે છે.
Oppo Find N2 Flipના સ્પેસિફિકેશન્સ
Oppo Find N2 Flipની એક્સટર્નલ ડિસ્પ્લે AMOLED ડિસ્પ્લે છે, જે 3.26 ઈંચની છે. આ ડિસ્પ્લે 720*382 પિક્સલનું રિઝોલ્યુશન ધરાવે છે, જેનો રિફ્રેશ રેટ 60Hz છે. સાથે આ સ્માર્ટફોનમાં FHD+ રિઝોલ્યુશન ધાવતી એક મુખ્ય ડિસ્પ્લે પણ છે, જે ફોલ્ડેબલ છે, જેની સાઈઝ 6.8 ઈંચની છે. આ ડિસ્પ્લે AMOLED ડિસ્પ્લે છે. જેનો રિફ્રેશ રેટ 120Hz છે, અને તે 1,600 નીટ્સની પીક બ્રાઈટનેસને સપોર્ટ કરે છે.
હુડની અંતર્ગત આ સ્માર્ટફોનમાં એક પાવરફૂલ મીડિયા ટેક ડાયમેન્સિટી 9000 પ્લસ પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 8 GB LPDDR5 RAM અને 256 GB UFS 3.1 સ્ટોરેજ ધરાવે છે.
Oppo Find N2 Flipનો કેમેરા સેટઅપ અને બેટરી
Oppo Find N2 Flipમાં પાછળની બાજુમાં ટોપ ઓફ ધી લાઈન કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે. જેમાં મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલનો છે, જે Sony IMX890 સેન્સર ધરાવે છે. આ ઉપરાંત બીજો કેમેરા 112 ડિગ્રી ફિલ્ડ ઓફ વ્યુ ધરાવે છે, જે 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ સેન્સર કેમેરા છે. આગળની બાજુમાં કંપનીએ 32 મેગાપિક્સલનો સેલ્ફી સ્નેપર કેમેરા આપ્યો છે.
બેટરીની વાત કરીએ તો Oppo Find N2 Flipમાં 4,300 mAhની બેટરી આપવામાં આવી છે, જે 44 વૉટના સુપરવૂક ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એડ્રોઈડ 13 OS અને કલર્સ OS 13 પર કામ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications