વનપ્લસ ટૂંક સમય માં વનપ્લસ 6ટી ના નવા કલર વેરિયન્ટ લોન્ચ કરશે

|

વનપ્લસે થોડા દિવસો પહેલા જ પોતાના નવા ફ્લેગશિપ વનપ્લસ 6ટી ને ઇન્ડિયા માં લોન્ચ કર્યો હતો, અને આ હેન્ડસેટ આજ થી જ ઇન્ડિયા ની અંદર વેચાણ માટે ઉપલબ્ધ થયો છે, અને તે હવે ઓનલાઇન અને ઓફલાઈન બંને જગ્યા ઓ પર 2 કલર વેરિયન્ટ ની અંદર ઉપલબ્ધ છે. મીડનાઈટ બ્લેક અને મિરર બ્લેક.

વનપ્લસ ટૂંક સમય માં વનપ્લસ 6ટી ના નવા કલર વેરિયન્ટ લોન્ચ કરશે

પરંતુ સ્લેશલીક ના લાસ્ટ લિસ્ટ અનુસાર, આ ચાઈનીઝ સ્માર્ટફોન મેકર નવા કલર વેરિયન્ટ ને લોન્ચ કરવા પર કામ કરી રહ્યું છે, અને લીક અનુસાર વનપ્લસ ની ઓફિશિયલ ઇન્ડિયા ની વેબસાઈટ પર ઓફિશિયલ સપોર્ટ પેજ ની અંદર વનપ્લસ 6ટી માટે "થન્ડર પર્પલ કલર ને ઓપ્શન તરીકે આપ્યો છે. અને આ ઉપરાંત કંપની એ એમેઝોન પર વનપ્લસ 6ટી થન્ડર પર્પલ કલર ને 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ સાથે અને તેમાં તેની કિંમત EUR 579 (અંદાજે રૂ. 48,300) થયા હતા.

એક વાત ની અહીં નોંધ લેવી કે વનપ્લસ 6ટી જયારે થોડા સિવસો પહેલા લોન્ચ કરવા માં આવ્યો તેના થોડા સમય પહેલા એક યુટ્યુબર Mrwhosetheboss એ વનપ્લસ 6ટી ગ્રેડિયન્ટ બેક સાથે વાળો એક વિડિઓ લોન્ચ કર્યો હતો. અને તેની અંદર વનપ્લસ ના અમુક પ્રોટોટાઇપ્સ પણ બતાવવા માં આવ્યા હતા. અને હુવેઇ ના મેટ પી20 પ્રો ની જેમ તેની અંદર ડ્યુઅલ ટોન ગ્લોસી બેક ડિઝાઇન પણ બતાવવા માં આવી હતી. અમુક કલર ઓપ્શન્સ માં યકૃત + લાલ, કાળો + લાલ, મરૂન + યલો અને કાળો + પર્પલ ટ્વીલાઇટ જેવા વિકલ્પ આપવા માં આવ્યા હતા.

વનપ્લસ 6ટી ઇન્ડિયા ની કિંમત અને ઉપલબ્ધતા

વનપ્લસ 6ટી ને ઇન્ડિયા ની અંદર 3 વેરિયન્ટ માં લોન્ચ કરવા માં આવ્યો છે, બેઝ વેરિયન્ટ જે છે જેમાં 6જીબી રેમ અને 128જીબી મેમરી આપવા માં આવી છે તેની કિંમત રૂ. 37,999 રાખવા માં આવેલ છે, જે બીજું વેરિયન્ટ છે જેમાં 8જીબી રેમ અને 128જીબી મેમરી આપવા માં આવે છે તેની કિંમત રૂ. 41,999 રાખવા માં આવેલ છે. અને અંત માં 8જીબી રેમ અને 256જીબી મેમરી વાળા વેરિયન્ટ ની કિંમત રૂ. 45,999 રાખવા માં આવી છે.

વનપ્લસ 6ટી બધા જ ઓનલાઇન અને ઓફલાઈન ચેનલ પાર્ટનર્સ દ્વારા હવે ઉપલબ્ધ છે જેમાં Amazon.com, oneplus.in, ક્રોમા સ્ટોર્સ, રિલાયન્સ ડિજિટલ આઉટલેટ્સ અને બધા OnePlus વિશિષ્ટ ઑફલાઇન સ્ટોર્સ નો પણ સમાવેશ થઇ જાય છે અને આ બધી જ જગ્યા પર તમને પ્રખ્યાત બેંક ના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 155 રૂ. નું કેશબેક આપવા માં આવશે.

વધારામાં, ગ્રાહકો રિલાયન્સ જિઓ વપરાશકર્તાઓ હોય તો પણ રૂ. 5,400 કેશબૅક મેળવી શકે છે. ઓફરના ભાગરૂપે, વન-પ્લસ 6T ખરીદનાર જેઓ ગ્રાહકો રૂ. 299 ના પ્રથમ રિચાર્જ પર 5,400 રૂપિયાની કેશબેક મેળવશે. આ કેશબેક્સને રૂ. 150 ની કિંમતના 36 વાઉચર્સમાં વિભાજિત કરવામાં આવશે. ગ્રાહકો આ વાઉચર્સને તેમના માયજિઓ એપ્લિકેશનમાં શોધી શકે છે. આ વાઉચરો પછીથી 299 રૂપિયાની રિચાર્જ પર રિડિમ કરી શકાય છે. આનો અર્થ છે કે જિયો ગ્રાહકો રૂ. 149 ની અસરકારક કિંમત રૂ. 299 ની યોજના મેળવી શકે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
OnePlus to soon launch new colour variant of OnePlus 6T

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X