OnePlus Nord CE 4 Lite 5G લોન્ચ, પહેલા સેલમાં મળશે આટલું ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

OnePlus દ્વારા ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન OnePlus Nord CE 4 Lite 5G લોન્ચ કરી દેવાયો છે. કંપનીએ આ ફોનને લેટેસ્ટ મિડ રેન્જ ઓપ્શનમાં લોન્ચ કર્યો છે. ફોનમાં 5,500 mAhની બેટરી આપવામાં આવી છે, જે 80 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

મનાઈ રહ્યું છે કે OnePlus Nord CE 4 Lite 5G એ ગત વર્ષે લોન્ચ થયેલા OnePlus Nord CE 3 Lite 5Gને રિપ્લેસ કરી દેશે. બીજી તરફ ડિઝાઈનની વાત કરીએ તો કંપનીએ આ સ્માર્ટફોનને લેટેસ્ટ ડિઝાઈનમાં રિપ્લેસ કર્યો છે. કંપનીએ આ ફોનમાં પોતાના પાછલા મોડલની સરખામણીએ ઘણા અપગ્રેડ્સ પણ કર્યા છે. સારી વાત એ છે કે આ OnePlusનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે.

OnePlus Nord CE 4 Lite 5G લોન્ચ, પહેલા સેલમાં મળશે આટલું ડિસ્કાઉન્ટ

OnePlus Nord CE 4 Lite 5Gની કિંમત

OnePlus Nord CE 4 Lite 5Gને કંપનીએ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ તેમજ 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ એમ બે વેરિયંટમાં લોન્ચ કર્યો છે. તેના બેઝ વેરિયંટની કિંમત 19,999 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે ટોપ વેરિયંટની કિંમત 22,999 રૂપિયા રાખવામાં આવી છે.

આ તારીખે પહેલું સેલ

OnePlus Nord CE 4 Lite 5Gનું પહેલું સેલ 27 જૂન 2024ના રોજ બપોરે 12 વાગ્યે એમેઝોન પર શરૂ થવાનું છે. જો તમે કંપનીના પહેલા સેલમાં જ ફોન ખરીદો છો, તો 1000 રૂપિયાનું બેન્ક ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ ફોન પર તમને 3 મહિનાના નો કોસ્ટ ઈએમઆઈનો પણ લાભ મળી શકે છે.

OnePlus Nord CE 4 Lite 5Gના સ્પેસિફિખેશન્સ

આ ફોનમાં કંપનીએ 6.6 ઈંચની AMOLED ડિસ્પ્લે આપી છે, જે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે 1800 * 2400 પિક્સલ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. તેમાં 1200 નીટ્સથઈ લઈને 2100 નીટ્સની પીક બ્રાઈટનેસને સપોર્ટ કરે છે.

OnePlusનો આ મિડ રેન્જ ફોન 5G Qualcomm Snapdragon 695 ચિપસેટ પર કામ કરે છે, કંપનીએ આ ફોનના પ્રોસેસરમાં કોઈ ખાસ મોટી અપડેટ નથી આપી.

સ્ટોરેજની વાત કરીએ તો આ ફોનમાં 8 GB LPDDR4X RAM અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ફેસિલિટી આપી છે. OnePlus Nord CE 4 Lite 5G એન્ડ્રોઈડ 14 પર આધારિત Oxygen OS પર કામ કરે છે. આ ફોનની સાથે 2 વર્ષ સુધીની એન્ડ્રોઈડ અને 3 વર્ષ સુધીની સિક્યોરિટી અપડેટ મળી રહી છે.

OnePlus Nord CE 4 Lite 5Gમાં 5,500 mAhની બેટરી મળે છે, જે 80 Wના SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સાથે જ આ ફોનમાં IP54 રેટિંગ પણ આપવામાં આવી છે, જેને કારણે આ ફોન વૉટર અને ડસ્ટ પ્રૂફ બની રહ્યો છે.

OnePlus Nord CE 4 Lite 5Gમાં ડ્યુઅલ કેમેરા સેટઅપનો સપોર્ટ મળે છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો મુખ્ય Sony LTY 600 કેમેરા સેન્સર મળશે. આ ફોન OIS એટલે કે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન અને EIS એટલે કે ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબિલાઈઝેશન ફીચરને સપોર્ટ કરે છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.

Best Mobiles in India

English summary
OnePlus Nord CE 4 Lite 5G launched know features price and discount

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X