OnePlus Nord 4 100 W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા સાથે લોન્ચ, જાણો કિંમત

By Gizbot Bureau
|

OnePlus કંપનીએ પોતાની સમર લોન્ચ ઈવેન્ટ દરમિયાન ઘણા નવા ડિવાઈસ લોન્ચ કર્યા છે. આ લિસ્ટમાં OnePlus Nord 4, OnePlus Pad 2, OnePlus Buds 3 Pro અને OnePlus Watch 2R સામેલ છે. OnePlus Nord 4ની વાત કરીએ તો આ ફોનમાં 6.74 ઈંચની OLED ડિસ્પ્લે મળે છે. આ ઉપરાંત આ ફોન Snapdragon 7+ Gen 3 પ્રોસેસરથી સજ્જ છે. જેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઈમરી કેમેરા 50 મેગાપિક્સલનો છે. આ ફોનમાં 5,500 mAhની બેટરી મળે છે, જે 100 Wના ફાસ્ટ ચાર્જિંગની સપોર્ટ કરે છે.

OnePlus Nord 4 100 W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા સાથે લોન્ચ, જાણો કિંમત

OnePlus Nord 4ની કિંમત

કંપનીએ ભારતમાં OnePlus Nord 4ને 29,999 રૂપિયાની કિંમતે લોન્ચ કર્યો છે. આ કિંમત ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની છે. આ ઉપરાંત ફોનનું એક 8 જીબી રેમ અને 256 જીબી વેરિયંટ પણ છે, જે 32,999 રૂપિયાનું છે. તો ટોપ વેરિયંટ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજનું છે, જેની કિંમત કંપનીએ 35,999 રૂપિયા રાખી છે.

આ ફોનના પ્રિ ઓર્ડર 20 જુલાઈથી શરૂ થવાના છે, જે 30 જુલાઈ સુધી ચાલશે. સાથે જ તેનું પહેલું સેલ 2 ઓગસ્ટથી શરૂ થશે. લોન્ચ ઓફરની વાત કરીએ તો ICICI બેન્કના કાર્ડ દ્વારા ખરીદી કરવા પર આ ફોનના બધા જ વેરિયંટ અનુક્રમે 27,999, 29,999, 32,999 રૂપિયામાં ખરીદી શકાશે. એટલે કે દરેક વેરિયંટ પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

OnePlus Nord 4ના સ્પેસિફિકેશન્સ

OnePlus Nord 4ના ફીચર્સની વાત કરીએ તો આગળ જણાવ્યું તે પ્રમાણે તેમાં 6.74 ઈંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝનો છે. આ ડિસ્પ્લે 2,150 nitsની મેક્સિમમ બ્રાઈટનેસ આપે છે. આ ફોન Snapdragon 7+ Gen 3 પ્રોસેસરથી સજ્જ છે, જેની સાથે 8 જીબી અને 12 જીબી રેમ મળે છે. આ ઉપરાંત મેક્સિમમ સ્ટોરેજ સુવિધા 256 જીબી સુધીની આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ ફોનમાં 4 વર્ષ સુધી એન્ડ્રોઈડ ઓએસની અપડેટ મળથી રહેશે.

ફોટોગ્રાફી માટે આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે. આ સેટઅપમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ સેન્સર કેમેરા મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનની બેટરી 5,500 mAhની છે.

Best Mobiles in India

English summary
OnePlus Nord 4 launched know price and features

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X